AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ત્રીજીવાર શપથ લેતા જ મોદી સરકારે લીધો મોટો નિર્ણય, હવે BPCLનું નહીં કરે ખાનગીકરણ, જાણો શેરના ભાવ વધશે કે ઘટશે

સામાન્ય રીતે જ્યારે કોઈ કંપનીનું ખાનગીકરણ થતું હોય તો તેના શેરના ભાવ વધવાની શક્યતા હોય છે, કારણ કે લોકો માને છે કે, સરકાર કરતાં પ્રાઇવેટ સેક્ટરમાં ઝડપથી કંપનીનો વિકાસ થાય છે. તેથી રોકાણકારો આકર્ષાય છે. સરકારે હવે BPCLનું ખાનગીકરણ કરવાની ના પાડી દીધી છે, ત્યારે તમારા મનમાં સવાલ થતો હશે કે આ કંપનીના શેર વધશે કે ઘટશે.

ત્રીજીવાર શપથ લેતા જ મોદી સરકારે લીધો મોટો નિર્ણય, હવે BPCLનું નહીં કરે ખાનગીકરણ, જાણો શેરના ભાવ વધશે કે ઘટશે
BPCL
| Updated on: Jun 11, 2024 | 9:24 PM
Share

મોદી 3.0માં સરકાર ડિસઇન્વેસ્ટમેન્ટ પર ધ્યાન આપી શકે છે. પરંતુ હવે સરકારની વ્યૂહરચના થોડી બદલાઈ હોવાનું લાગી રહ્યું છે. સરકાર તેના છેલ્લા કાર્યકાળ દરમિયાન ઓઈલ કંપનીના ડિસઈન્વેસ્ટમેન્ટમાં વ્યસ્ત હતી. હવે સરકારનું વલણ બદલાયું છે. હરદીપ સિંહ પુરીએ પેટ્રોલિયમ મંત્રાલય સંભાળતાની સાથે જ કહ્યું કે હાલમાં BPCLમાં ડિસઇન્વેસ્ટમેન્ટનો કોઈ ઈરાદો નથી.

સામાન્ય રીતે જ્યારે કોઈ કંપનીનું ખાનગીકરણ થતું હોય તો તેના શેરના ભાવ વધવાની શક્યતા હોય છે, કારણ કે લોકો માને છે કે, સરકાર કરતાં પ્રાઇવેટ સેક્ટરમાં ઝડપથી કંપનીનો વિકાસ થાય છે. તેથી રોકાણકારો આકર્ષાય છે. સરકારે હવે BPCLનું ખાનગીકરણ કરવાની ના પાડી દીધી છે, ત્યારે તમારા મનમાં સવાલ થતો હશે કે આ કંપનીના શેર વધશે કે ઘટશે.

સરકારે કંપનીના ખાનગીકરણની તો ના પાડી જ દીધી છે, સાથે જ કંપનીના સંશોધન અને ઉત્પાદન પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની યોજના બનાવી છે અને ટૂંક સમયમાં તેલનું ઉત્પાદન વધારીને 45,000 બેરલ પ્રતિ દિવસ કરવામાં આવશે. એનો મતલબ કે સરકાર આ કંપનીનું પ્રોડક્શન વધારશે. જો પ્રોડક્શન વધશે તો સેલ વધશે અને સેલ વધશે એટલે આપોઆપ કંપનીની રેવન્યુ પણ વધશે. જેના કારણે કંપનીના શેરના ભાવ પણ વધશે. તેથી આવતીકાલે એટલે કે 12 જૂને BPCLના ભાવ વધવાની પૂરેપુરી શક્યતા છે.

આજે ટ્રેડિંગના અંતે BPCLનો શેર NSE પર 5.95 પોઈન્ટના વધારા સાથે રૂ. 607 પર બંધ થયો હતો. આજે આ શેરની ઊંચી કિંમત રૂ. 612.70 અને નીચી રૂ. 593.60 રહી હતી. આ વધારા સાથે કંપનીનું માર્કેટ કેપ રૂ.132,259 કરોડની આસપાસ પહોંચી ગયું છે.

BPCLના શેરમાં એક સપ્તાહમાં 5.14 ટકાનો વધારો જોવા મળ્યો છે. જ્યારે છેલ્લા એક મહિનામાં આ સ્ટોક 1.40 ટકા ઘટ્યો છે. જો કે, આ વર્ષે અત્યાર સુધીમાં શેરે 35.32 ટકા વળતર આપ્યું છે. આ શેરે એક વર્ષમાં 70 ટકા અને 3 વર્ષમાં 25.99 ટકા વળતર આપ્યું છે.

તમને જણાવી દઈએ કે, BPCLએ નાણાકીય વર્ષ 2024ના પહેલા છ મહિનામાં 19,000 કરોડ રૂપિયાથી વધુનો ચોખ્ખો નફો કર્યો છે. BPCLએ નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ક્વાર્ટરમાં રૂ. 4,789.57 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો.

નોંધ : આ લેખમાં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે. બજારમાં રોકાણ જોખમોને આધીન છે, તેથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધિત સલાહ આપતું નથી.

g clip-path="url(#clip0_868_265)">