1 લાખના સીધા ₹5.23 લાખ ! લાંબાગાળાના રોકાણ માટે આ જ તો છે ‘બેસ્ટ વિકલ્પ’, એક્સપર્ટ્સની ટીમ પણ છે ‘સુપરહિટ’
મ્યુચ્યુઅલ ફંડમાં લાંબાગાળાનું રોકાણ કેટલું ફાયદાકારક સાબિત થઈ શકે છે, તેનો જીવતો-જાગતો પુરાવો આ ફ્લેક્સી કેપ ફંડે આપ્યો છે. 10 વર્ષમાં પૈસા 5 ગણાથી વધુ કરી આપનારા આ ફંડે વળતરના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.
જો તમે લાંબાગાળા માટે રોકાણ કરીને મોટું ફંડ બનાવવા માંગો છો, તો Parag Parikh Flexi Cap Fund Direct Plan રોકાણકારોમાં ખૂબ જ ભરોસાપાત્ર માનવામાં આવે છે. આ ફંડ દેશના સૌથી મોટા ફ્લેક્સી કેપ ફંડ્સમાં જોડાયેલ છે અને છેલ્લા ઘણા વર્ષોમાં તેણે શાનદાર વળતર (Return) આપ્યું છે.
તે ભારતીય શેર્સની સાથે-સાથે વિદેશી કંપનીઓ અને અન્ય એસેટ ક્લાસમાં પણ રોકાણ કરે છે, જેનાથી તેનું પોર્ટફોલિયો બેલેન્સ રહે છે. આ જ કારણ છે કે, લાંબાગાળાના રોકાણકારો માટે આ ફંડ એક મજબૂત વિકલ્પ બની ચૂક્યો છે.
ફંડ વિશેની સામાન્ય માહિતી
આ ફંડનું એસેટ એલોકેશન (Asset Allocation) કેવું છે?
આ ફંડ તમારા નાણાંને માત્ર એક જગ્યાએ રોકવાને બદલે અલગ-અલગ જગ્યાએ ડાયવર્સિફાય કરે છે, જેથી જોખમ ઓછું રહે છે અને કમાણીની તકો વધે છે.
વળતરનો રેકોર્ડ (CAGR Return)
જો તમે 10 વર્ષ પહેલાં આ ફંડમાં ₹1 લાખનું રોકાણ કર્યું હોત, તો આજે તે રકમ વધીને આશરે ₹5.23 લાખ થઈ ગઈ હોત.
ફંડ મેનેજમેન્ટ ટીમ (Parag Parikh Flexi Cap Fund)
આ ફંડને એક ખૂબ જ અનુભવી અને મજબૂત ટીમ સંભાળી રહી છે, જે માર્કેટના ઉતાર-ચઢાવને સારી રીતે સમજે છે:
- Rajeev Thakkar – ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર (ઇક્વિટી) અને ડાયરેક્ટર (ફંડની શરૂઆતથી જોડાયેલા છે)
- Raunak Onkar – વિદેશી રોકાણ (Overseas Securities) માટેના સમર્પિત ફંડ મેનેજર (શરૂઆતથી જોડાયેલા છે)
- Raj Mehta – એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને ઇક્વિટી ફંડ મેનેજર (1 સપ્ટેમ્બર 2025થી)
- Rukun Tarachandani – એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને ઇક્વિટી ફંડ મેનેજર (16 મે 2022થી)
- Tejas Soman – ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર (ડેટ) (1 સપ્ટેમ્બર 2025થી)
- Mansi Kariya – એસોસિએટ વાઇસ પ્રેસિડેન્ટ અને ડેટ ફંડ મેનેજર (22 ડિસેમ્બર 2023થી)
- Aishwarya Dhar – સિનિયર મેનેજર અને ડેટ ફંડ મેનેજર (1 સપ્ટેમ્બર 2025થી)
રોકાણકારો માટે સલાહ
Parag Parikh Flexi Cap Fund એવા રોકાણકારો માટે એક ઉત્તમ વિકલ્પ સાબિત થઈ શકે છે કે, જેઓ લાંબાગાળા માટે રોકાણ કરવા ઈચ્છે છે અને એક સ્થિર તથા ડાયવર્સિફાઇડ (Diversified) પોર્ટફોલિયો મેળવવા માંગે છે. સાચી રણનીતિ અને ધીરજ સાથે આ ફંડ તમારા માટે સંપત્તિ નિર્માણ (Wealth Creation) કરવાનું એક મજબૂત સાધન બની શકે છે.





