Baba Vanga Gold Prediction: સોનાના ભાવને લઈને બાબા વેંગાની ભવિષ્યવાણી, વર્ષ 2026માં જાણો કેટલો આવશે ઉછાળો
Gold Rate 2026 Prediction:સોનાના ભાવને લઈને બાબા વેંગા દ્વારા કરવામાં આવેલી ભવિષ્યવાણી મુજબ આવનારા વર્ષ 2026માં સોનાની કિંમતોમાં મોટા પાયે વૃદ્ધિ જોવા મળશે. બાબા વેંગાએ કરેલી આગાહી મુજબ પીળી ધાતુમાં ભયંકર ઉછાળ જોવા મળશે. ત્યારે આવો જાણીએ સોનાના ભાવ કેટલા વધી શકે છે.

સોનાના ભાવમાં રેકોર્ડબ્રેક ઉછાળા બાદ હવે ઘટાડો શરૂ થયો છે. ગયા અઠવાડિયે, કોમેક્સ ગોલ્ડ ફ્યુચર્સ $75.5 અથવા 1.8% ઘટાડો થયો હતો. સોમવાર, 20 ઓક્ટોબરના રોજ પીળી ધાતુ $4,398 પ્રતિ ઔંસની સર્વકાલીન ઉચ્ચતમ સપાટીએ પહોંચી હતી, પરંતુ બીજા દિવસે $266.4 અથવા 6.11% ઘટાડો નોંધાયો હતો. આ એક દાયકામાં તેનો સૌથી મોટો એક દિવસીય ઘટાડો હતો. આ અઠવાડિયે, સોનામાં એક દાયકા કરતાં વધુ સમયમાં તેનો સૌથી તીવ્ર એક દિવસીય ઘટાડો જોવા મળ્યો. લાંબા રેકોર્ડ-બ્રેકિંગ ઉછાળા પછી રોકાણકારોએ નફો બુક કર્યો, જેના કારણે સોનાનો ભાવ 6% થી વધુ ઘટ્યો. બીજી તરફ પ્રખ્યાત આગાહીકાર, બાબા વેંગા દ્વારા કરવામાં આવેલી આગાહી સૂચવે છે કે સોનાના ભાવો હજુ આસમાને પહોંચી શકે છે. કેટલા ઘટ્યા સોનાનો ભાવ? સોનાા-ચાંદીની કિંમતોમાં શુક્રવારે સતત ત્રીજા દિવસે ઘટાડો જોવા મળ્યો હતો. આ ઘટાડા બાદ, 24 કેરેટ સોનાનો ભાવ...
