SBIના ગ્રાહકોને વધુ એક ઝટકો, હવે પર્સનલ – હોમ લોનના EMIમાં થશે વધારો, જુઓ Video
SBIની ઓફિશિયલ વેબ સાઈટ પર જણાવ્યું છે કે, બેંકે તેના 1 વર્ષેના MCLRમાં 10 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. MCLRમાં વધારો માત્ર એક વર્ષના સમયગાળા માટે કરવામાં આવ્યો છે. જેમાં 1 વર્ષનો MCLR વધીને 8.40 ટકા થયો છે.
દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક એટલે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ એક મોટો નિર્ણય લીધો છે. જેમાં તેને તેના કરોડો ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેની એક વર્ષની મુદત લોન પર માર્જિનલ કોસ્ટ ધિરાણ દર એટલે કે MCLR વધારવાનો નિર્ણય કર્યો છે. હવે બેંકના ગ્રાહકોને લોન લેવી મોંધી પડશે. બેંકના નવા MCLR દર 15 જાન્યુઆરી, 2023થી લાગુ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે રેપો રેટમાં વધારો કર્યા બાદ ઘણી બેંકોએ MCLRમાં પણ વધારો કરવામાં આવ્યો છે.
SBIની ઓફિશિયલ વેબ સાઈટ પર જણાવ્યું છે કે બેંકે તેના 1 વર્ષેના MCLRમાં 10 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. MCLRમાં વધારો માત્ર એક વર્ષના સમયગાળા માટે કરવામાં આવ્યો છે. જેમાં 1 વર્ષનો MCLR વધીને 8.40 ટકા થયો છે. જ્યારે 2- વર્ષમાં MCLR 8.50% પર અને 3- વર્ષનો MCLR 8.60 પર રહેશે. MCLRમાં વધારાની સાથે ટર્મ લોન પર EMI વધવાની સંભાવના છે.
આ પણ વાંચો : અંબાણી સાથેની ડીલ બાદ આ શેર 70 ટકા વધ્યો, દરરોજ અપર સર્કિટ લાગી રહી છે, રોકાણકારો ખુશ
બેંકના મોટાભાગના ગ્રાહકોને લોન એક વર્ષના માર્જિનલ કોસ્ટ ધિરાણ દર પર આધારિત હોય છે. આવી સ્થિતિમાં MCLR વધવાથી પર્સનલ લોન, ઓટો અને હોમ લોન મોંઘી થઈ શકે છે. MCLR એ ભારતીય રિઝર્વ બેંક દ્વારા વિકસિત એક પદ્ધતિ છે. જેના આધારે બેંકો લોન માટે વ્યાજ દર નક્કી કરે છે. તે પહેલા તમામ બેંકો માત્ર બેઝ રેટના આધારે ગ્રાહકો માટે વ્યાજ દર નક્કી કરતી હતી.