Anil Ambani Birthday : જાણો અનિલ અંબાણીની આ 5 રસપ્રદ વાત, અંબાણી ફિટનેસ સહીત આ બાબતોને આપે છે સૌથી વધુ મહત્વ

રિલાયન્સ ગ્રુપના સ્થાપક ધીરુભાઈ અંબાણીના પુત્ર અનિલ અંબાણીની લવ સ્ટોરી પણ ખૂબ જ ફિલ્મી છે. વર્ષ 1986માં અનિલની મુલાકાત તે જમાનાની ટોચની અભિનેત્રી ટીના મુનીમ સાથે થઈ હતી. ટીના અને અનિલ મળ્યા ત્યારે ટીનાએ અનિલને ઓળખ્યો પણ નહોતો

Anil Ambani Birthday : જાણો અનિલ અંબાણીની આ 5 રસપ્રદ વાત, અંબાણી ફિટનેસ સહીત આ બાબતોને આપે છે સૌથી વધુ મહત્વ
Anil Ambani
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 04, 2022 | 2:09 PM

દેશના મોટા ઉદ્યોગપતિઓની વાત કરવામાં આવે તો તેમાં સૌથી પહેલા અંબાણી(Ambani) પરિવારનો ઉલ્લેખ આવે છે. અંબાણી પરિવારમાં પણ મુકેશ અંબાણી(Mukesh Ambani)નું નામ વિશ્વનાના સૌથી અમીર બિઝનેસમેનની યાદીમાં લેવામાં આવે છે. આ પરિવારના સભ્ય અનિલ અંબાણી(Anil Ambani) પણ ઘણા લોકપ્રિય છે. જોકે  આ સમયે અનિલ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહયા છે.  દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિઓમાં તેનું નામ પણ છે. અનિલ અંબાણીનો જન્મદિવસ આજે  4 જૂન છે. આ અવસર પર આજે અમે તમને અનિલ અંબાણી સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો જણાવીશું.

અનિલ અંબાણી ફિટનેસ ઉપર ખુબ ધ્યાન આપે છે

60 પ્લસ થયા પછી પણ અનિલ અંબાણી પોતાની ફિટનેસને લઈને ખૂબ જ ચિંતિત રહે છે. એક સમય હતો જ્યારે અનિલ અંબાણીનું વજન વધારે હતું અને વજન ઓછું કરવા માટે તેમણે મુંબઈમાં મેરેથોનમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું. આજે પણ અનિલ અંબાણી દરેક મેરેથોનમાં ભાગ લે છે અને રેગ્યુલર મોર્નિંગ વોક પર પણ જાય છે.

અનિલ અંબાણી વ્યસનોથી દૂર રહે છે

તમે મોટા બિઝનેસ પાર્ટીઓમાં લોકોને ડ્રિંક અને સ્મોકિંગ કરતા જોયા હશે. પરંતુ અનિલ અંબાણીની સૌથી સારી આદત એ છે કે તેઓ શરાબ કે ધૂમ્રપાનથી દૂર રહે છે. અનિલ અંબાણી ઘણી પાર્ટીઓમાં જોવા મળે છે પરંતુ તેઓ ક્યારેય આવા વ્યસન કરતા જોવા મળ્યા નથી.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ ચોલી, હાથમાં ચૂડો, હેવી જ્વેલરી..લગ્નના લહેંગામાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

સમય વેડફતા નથી

જો તમારે જીવનમાં સફળ થવું હોય તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. પ્રથમ તમારે તમારા કામને ખૂબ પ્રેમ કરવો જોઈએ અને બીજું કે તમારે સમયસર કામ કરવાનું જાણવું જોઈએ. અનિલ અંબાણીમાં આ બંને ગુણો છે. સાંભળ્યું છે કે અનિલ અંબાણી સવારે સાડા નવ વાગ્યે ઓફિસે પહોંચે છે અને રાત્રે સાડા નવ વાગ્યે ઘરે જવા રવાના થાય છે. જો આ રીતે જોવામાં આવે તો અનિલ અંબાણી 12 કલાક કામ કરે છે.

પરિવારને ખુબ મહત્વ આપે છે

રિલાયન્સ ગ્રુપના સ્થાપક ધીરુભાઈ અંબાણીના પુત્ર અનિલ અંબાણીની લવ સ્ટોરી પણ ખૂબ જ ફિલ્મી છે. વર્ષ 1986માં અનિલની મુલાકાત તે જમાનાની ટોચની અભિનેત્રી ટીના મુનીમ સાથે થઈ હતી. ટીના અને અનિલ મળ્યા ત્યારે ટીનાએ અનિલને ઓળખ્યો પણ નહોતો પણ અનિલને ટીના પહેલી નજરમાં જ ગમી ગઈ હતી. જ્યારે ટીના અને અનિલની લવ સ્ટોરી શરૂ થઈ અને અનિલે તેના ઘરે ટીના વિશે બધાને કહ્યું ત્યારે પરિવારમાં કોઈ આ લગ્ન માટે તૈયાર નહોતું. પરંતુ બંનેના લગ્ન માટે અનિલના મોટા ભાઈ મુકેશ અંબાણીએ મામલો આગળ વધાર્યો અને પછી બંનેએ વર્ષ 1991માં લગ્ન કરી લીધા. અનિલ અને ટીનાના લગ્નનું ફંક્શન મુંબઈના ફૂટબોલ સ્ટેડિયમમાં યોજાયું હતું.

અનિલ અંબાણી રાજકારણમાં પણ જોવા મળ્યા હતા

વર્ષ 2004-2006માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ગ્રૂપના વાઈસ ચેરમેન અનિલ અંબાણીએ ઉત્તર પ્રદેશ રાજ્યસભાની ચૂંટણી સ્વતંત્ર ઉમેદવાર તરીકે લડી હતી અને તેઓ સંસદ સભ્ય પણ રહ્યા હતા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">