AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MUKESH AMBANI નહિ પણ આ અંબાણી રોકાણકારોને કરી રહ્યા છે માલામાલ , જાણો ક્યાં ગ્રુપનું માર્કેટકેપ માત્ર 20 દિવસમાં થયું બમણું

દેવા અને ખોટ કરતી કંપનીઓના કારણે ખબરોમાં રહેતા મુકેશ અંબાણી(Mukesh Ambani)ના નાના ભાઈ અનિલ અંબાણી(Anil Ambani)નોસમય ફરી પલટાતો નજરે છે.

MUKESH AMBANI નહિ પણ આ અંબાણી રોકાણકારોને કરી રહ્યા છે માલામાલ , જાણો ક્યાં ગ્રુપનું માર્કેટકેપ માત્ર 20 દિવસમાં થયું બમણું
| Updated on: Jun 21, 2021 | 8:27 AM
Share

Anil Ambani led Reliance Group: દેવા અને ખોટ કરતી કંપનીઓના કારણે ખબરોમાં રહેતા મુકેશ અંબાણી(Mukesh Ambani)ના નાના ભાઈ અનિલ અંબાણી(Anil Ambani)નોસમય ફરી પલટાતો નજરે છે. વર્ષ 2021 માં અનિલ અંબાણીએ ઘણી ચિંતાજનક ખબરોનો સામનો કર્યો છે પરંતુ આ સમાચાર તેમના માટે રાહત આપનારા જણાઈ રહ્યા છે. તેમની કંપનીના શેરમાં તેજીના સંકેત દેખાઈ રહ્યા છે અને તેના કારણે સ્ટોક રોકાણકારોનું ધ્યાન આકર્ષિત કરવાનું શરૂ કર્યું છે. બીજી તરફ કંપનીનું મેનેજમેન્ટ તેના વ્યવસાયને ટ્રેક પર લાવવા માટે વધુ સક્રિય રીતે કામ કરતું નજરે પડી રહ્યું છે.

અનિલ અંબાણીની આગેવાની હેઠળના અનિલ ધીરૂભાઇ અંબાણી જૂથ (ADAG) ના ત્રણ શેરો છેલ્લા ત્રણ મહિનામાં સારૂ પ્રદર્શન કરી ચુક્યા છે. આ કારણે રોકાણકારો માલામાલ બન્યા છે, તેમ જ કંપનીની માર્કેટ કેપમાં પણ 10 ગણો વધારો થયો છે અને 8000 કરોડને પાર કરી ગયો છે. અનિલ અંબાણીની આગેવાની હેઠળ રિલાયન્સ ગ્રૂપના ત્રણ શેરો રિલાયન્સ પાવર(Reliace Power), રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર(Reliace Infrasturucture), રિલાયન્સ કેપિટલ(Reliace Capital) માં સારી મોમેન્ટ દેખાઈ છે અને ટ્રેડિંગ વોલ્યુમમાં પણ ઉછાળો આવ્યો છે.

20 ટ્રેડિંગ સેશનમાં માર્કેટ કેપ બમણું છેલ્લા 20 ટ્રેડિંગ સેશનમાં આ કંપનીઓની માર્કેટ કેપ બમણાથી વધારે થઈ ગઈ છે. શેરના વધારાના કારણે આ ત્રણેય કંપનીના 50 લાખ રિટેલ રોકાણકારોને ઘણો ફાયદો થયો છે. રિલાયન્સ પાવર સાથે 33 લાખ, રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે 9 લાખ અને રિલાયન્સ કેપિટલ સાથે 8 લાખ રિટેલ ઇન્વેસ્ટર જોડાયલા છે.

Reliance Power રિલાયન્સ પાવરના શેરનો ક્લોઝિંગ 15.85 રૂપિયા છે. આ તેની 52-અઠવાડિયાની ઊંચી સપાટી છે. શેરનું લઘુતમ સ્તર 2.40 રૂપિયા છે. કંપનીની માર્કેટ કેપ 4446 કરોડ રૂપિયા છે. આ શેરએ એક અઠવાડિયામાં 26.80 ટકા, એક મહિનામાં 130 ટકા, ત્રણ મહિનામાં 249 ટકા અને આ વર્ષે અત્યાર સુધીમાં 366 ટકા અને પાછલા એક વર્ષમાં 428 ટકા રિટર્ન આપ્યું છે. આ કંપનીમાં પ્રમોટરોનો હિસ્સો 9.06 ટકા છે.

Reliance Infrastructure રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો શેર ગયા અઠવાડિયે રૂ 105.20 પર બંધ રહ્યો છે. 105.90 આ શેરની 52-અઠવાડિયાની ઉચ્ચતમ સપાટી છે. 19.20 રૂપિયા ન્યૂનતમ સ્તર છે. કંપનીની માર્કેટ કેપ 2766 કરોડ રૂપિયા છે. આ શેરએ એક અઠવાડિયામાં 27 ટકા, એક મહિનામાં 104 ટકા, ત્રણ મહિનામાં 225 ટકા, આ વર્ષે અત્યાર સુધીમાં 291 ટકા અને પાછલા એક વર્ષમાં 338 ટકા વળતર આપ્યું છે. આ કંપનીમાં પ્રમોટરનો હિસ્સો 4.98 ટકા છે.

Reliance Capital રિલાયન્સ કેપિટલનો શેરનો છેલ્લો ભાવ 25.85 રૂપિયા છે. આ તેની 52-અઠવાડિયાની ઉપલી સપાટી છે. લઘુતમ સ્તર 7.10 રૂપિયા છે. કંપનીની માર્કેટ કેપ 653 કરોડ છે. આ શેરમાં એક અઠવાડિયામાં 27 ટકા, એક મહિનામાં 125 ટકા, ત્રણ મહિનામાં 131 ટકા, આ વર્ષે અત્યાર સુધીમાં 115 ટકા અને છેલ્લા એક વર્ષમાં 200 ટકા રિટર્ન આપવામાં આવ્યું છે. કંપનીમાં પ્રમોટરનો હિસ્સો માત્ર 1.5 ટકા છે.

રિલાયન્સ ગ્રૂપની માર્કેટ કેપ 10 ગણી વધી જો આ ત્રણેય કંપનીઓના માર્કેટ કેપને જોડવામાં આવે તો આ અઠવાડિયે તે (653 + 2766 + 4446) 7865 કરોડ થાય છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર માર્ચમાં આ ત્રણેય કંપનીઓની કુલ માર્કેટ કેપ 733 કરોડ હતી, જે મે 2021 માં વધીને 3890 કરોડ થઈ ગઈ છે. આ રીતે ગ્રુપની માર્કેટ કેપ છેલ્લા ત્રણ મહિનામાં લગભગ 10 ગણા ઉછાળી છે.

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">