આનંદ મહીન્દ્રા ફરી એક વાર બન્યા એક દીવ્યાંગ માટે મસીહા, નોકરી અપાવવામાં કરી મદદ, જુઓ વીડિયો
ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ દિલ્હીમાં એક વિકલાંગ વ્યક્તિને મહિન્દ્રાના ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન પર નોકરી આપીને મદદ કરવાનું વચન પૂરું કર્યું છે. તેનું નામ બિરજુ રામ છે.
ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ (Anand Mahindra) દીલ્હીમાં એક દીવ્યાંગ (Divyang) વ્યક્તિની મદદ કરતા તેમણે મહિન્દ્રાના ઇલેક્ટ્રિક વાહન (Electric Vehicle) ચાર્જિંગ સ્ટેશનમાં નોકરી આપવાનું પોતાનું વચન પૂરું કર્યું છે. તેમનું નામ બિરજુ રામ છે. બિરજુ રામ ગયા વર્ષે ડિસેમ્બરમાં મહિન્દ્રા ગ્રૂપના ચેરમેનની નજરમાં પહેલીવાર આવ્યા હતા જ્યારે જુગાડમાંથી બનાવેલા તેમના વાહનનો એક વીડિયો ઓનલાઈન વાયરલ થયો હતો. તે સમયે આનંદ મહિન્દ્રાએ ટ્વિટ કરીને વ્યક્તિની ઓળખ કરવામાં મદદ માંગી હતી. આ સાથે તેમણે કહ્યું હતું કે, તેઓ બિરજુ રામને ગ્રુપની ઇલેક્ટ્રિક લાસ્ટ માઇલ ડિલિવરી સર્વિસમાં નોકરી પર રાખવા માંગે છે.
ડિસેમ્બરમાં ટ્વિટર પર બિરજુ રામનો વીડિયો શેર કરતાં તેમણે લખ્યું હતું કે આજે મને મારી ટાઈમલાઈન પર આ વીડિયો મળ્યો. તેમણે કહ્યું કે તેઓ જાણતા નથી કે આ કેટલો જૂનો છે અથવા આ ક્યાંનો વીડિયો છે. પરંતુ તેઓ આ માણસથી આશ્ચર્યચકિત છે, જેણે માત્ર પોતાની વિકલાંગતાનો સામનો કર્યો નથી, પરંતુ તેની પાસે જે છે તેના માટે આભારી પણ છે. મહિન્દ્રાએ તેની ટ્વીટમાં મહિન્દ્રા લોજિસ્ટિક્સ લિમિટેડને પણ ટેગ કર્યું હતું અને તેને લાસ્ટ માઈલ ડિલિવરી માટે બિઝનેસ એસોસિએટ બનાવવા માટે પણ પુછ્યું હતું.
There have been many follow up videos and negative ‘revelations’ about this gentleman on YouTube But I want to thank Ram and @Mahindralog_MLL for employing Birju Ram at one of our EV charging yards in Delhi. EVERYONE deserves a break… https://t.co/pBpH6TpgnB pic.twitter.com/mJHYKvjzBZ
— anand mahindra (@anandmahindra) February 2, 2022
આનંદ મહિન્દ્રાએ આજે શું કહ્યું?
આનંદ મહિન્દ્રાએ આજે બપોરે ટ્વિટર પર જણાવ્યું કે આ વ્યક્તિની ઓળખ બિરજુ રામ તરીકે થઈ છે. અને તેને કંપનીના એક ઈવી ચાર્જિંગ યાર્ડસમાંથી એક પર નોકરી પર રાખવામાં આવ્યો છે. તેમણે પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું કે આ પછી ઘણા ફોલોઅપ વીડિયો આવ્યા છે અને આ વ્યક્તિ વિશે યુટ્યુબ પર ઘણા નકારાત્મક ખુલાસા કરવામાં આવ્યા છે. પરંતુ તેઓ રામ અને મહિન્દ્રા લોજિસ્ટિક્સ લિમિટેડનો આભાર માને છે, કે તેમણે બિરજુ રામને દિલ્હીમાં તેના એક ઈવી ચાર્જિંગ યાર્ડસમાં નોકરી પર રાખ્યો છે. તેણે કહ્યું કે, દરેક વ્યક્તિને વિરામની જરૂર હોય છે.
મહિન્દ્રાએ પોતાના ટ્વીટમાં બે તસવીરો પણ શેર કરી છે. આમાંના એક ફોટામાં બિરજુ રામનું ફૂલોના ગુલદસ્તા સાથે સ્વાગત કરવામાં આવી રહ્યું છે. જ્યારે બીજા ફોટામાં બિરજુ રામ પોતાના મોંમાં પેન પકડીને કેટલાક કાગળો પર સહી કરતા જોવા મળે છે.
આ પણ વાંચો : Share Market : બજેટ બાદ સતત બીજા દિવસે શેરબજારમાં તેજી, Sensex 695 અને Nifty 203 અંકના વધારા સાથે બંધ થયા