AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ઘર વાપસી’ સાથે જેક મા લાવ્યા નવો પ્લાન, અલીબાબાને 6 ભાગમાં વહેંચવામાં આવશે

ચીનના ટોચના અબજોપતિઓમાંના એક અલીબાબાના સ્થાપક જેક મા સ્વદેશ પરત ફર્યા છે. આ સાથે તેણે અલીબાબા ગ્રુપ માટે ફંડ એકત્ર કરવા અને બિઝનેસને સરળ બનાવવા માટે એક નવી યોજના પણ રજૂ કરી છે. અલીબાબા ગ્રૂપના અલગ-અલગ બિઝનેસને હવે 6 ભાગમાં વહેંચવામાં આવશે.

'ઘર વાપસી' સાથે જેક મા લાવ્યા નવો પ્લાન, અલીબાબાને 6 ભાગમાં વહેંચવામાં આવશે
Jack Ma
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2023 | 6:38 PM
Share

ચીનમાં નવી પેઢીના સૌથી મોટા બિઝનેસ હાઉસ પૈકીનું એક અલીબાબા ગ્રુપ હવે 6 અલગ-અલગ કંપનીઓમાં વિભાજીત થવા જઈ રહ્યું છે. હાલમાં જ અલીબાબા ગ્રુપના સ્થાપક જેક મા ચીન પરત ફર્યા છે. આ સાથે તેણે અલીબાબા ગ્રુપના બિઝનેસને વ્યવસ્થિત બનાવવા માટે તેને વિભાજીત કરવાની યોજના બનાવી છે.

જેક મા એક વર્ષ ચીનમાંથી રહ્યા ગાયબ

જણાવી દઈએ કે જેક મા લગભગ એક વર્ષથી ચીનમાં દેખાયા ન હતા. 2021 માં ચીન છોડ્યા પછી, તેણે પોતાનો મોટાભાગનો સમય ઓસ્ટ્રેલિયા, જાપાન અને થાઈલેન્ડમાં વિતાવ્યો. ચીન પરત ફર્યા બાદ તરત જ અલીબાબા ગ્રુપના શેરમાં પણ વધારો નોંધાયો છે.

આ પણ વાંચો : ગૌતમ અદાણીની મુશ્કેલીઓમાં વધારો, લોનની ચુકવણીના મામલે હવે BSE-NSEએ પણ ઉઠાવ્યા સવાલ

અલીબાબાનો બિઝનેસ અલગ હશે

રોઇટર્સના સમાચાર અનુસાર, અલીબાબા ગ્રૂપના 24 વર્ષના ઈતિહાસમાં આ પહેલીવાર હશે, જ્યારે ગ્રૂપના બિઝનેસનું વિભાજન થવા જઈ રહ્યું છે. અલીબાબા ગ્રૂપ તેના મીડિયા, મનોરંજન, ડિજિટલ કોમર્સ અને લોજિસ્ટિક્સ અને અન્ય કામોને 6 અલગ-અલગ કંપનીઓમાં વહેંચવા જઈ રહ્યું છે.

કંપનીના વ્યવસાયને ક્લાઉડ ઇન્ટેલિજન્સ ગ્રુપ, ટાઓબાઓ ટીમોલ કોમર્સ ગ્રુપ, લોકલ સર્વિસીસ ગ્રુપ, કેનિઆઓ સ્માર્ટ લોજિસ્ટિક્સ ગ્રુપ, ગ્લોબલ ડિજિટલ કોમર્સ ગ્રુપ અને ડિજિટલ મીડિયા એન્ડ એન્ટરટેઈનમેન્ટ ગ્રુપ જેવા વિવિધ વ્યવસાયોમાં વિભાજિત કરવામાં આવશે.

આ પણ વાંચો :Adani Group Stocks : અદાણીના શેરમાં જબરદસ્ત રિકવરી આવી, અદાણી એન્ટરપ્રાઇઝ 9 ટકા ઉછળ્યો, 10 પૈકી 7 માં તેજી નોંધાઈ

ચીનની બદલાયેલી રણનીતિની અસર

કોરોના સંબંધિત પ્રતિબંધો અને લોકડાઉનને કારણે ચીનમાં બિઝનેસને ઘણું નુકસાન થયું છે.અમેરિકા અને યુરોપમાં ઘણી કંપનીઓ ચીન પર તેમની નિર્ભરતા ઘટાડવા માટે ત્યાંથી બિઝનેસ ખસેડી રહી છે. આવી સ્થિતિમાં ચીને પોતાના સ્થાનિક ખાનગી ક્ષેત્ર માટે રણનીતિ બદલી છે.

ચીને સ્થાનિક ખાનગી ક્ષેત્રની કંપનીઓને પ્રોત્સાહન આપવા માટે નિયમનકારી જોગવાઈઓ ઘટાડવાની જાહેરાત કરી છે. કોરાના પ્રતિબંધોને કારણે અલીબાબા ગ્રુપના યુએસમાં લિસ્ટેડ શેરનું મૂલ્ય 70 ટકાથી વધુ ઘટી ગયું હતું. તાજેતરમાં જ જેક માની વાપસી બાદ અને હવે વિભાજનના સમાચાર બાદ તેઓ 14 ટકા ચઢી ગયા છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
g clip-path="url(#clip0_868_265)">