Adani Group Stocks : અદાણીના શેરમાં જબરદસ્ત રિકવરી આવી, અદાણી એન્ટરપ્રાઇઝ 9 ટકા ઉછળ્યો, 10 પૈકી 7 માં તેજી નોંધાઈ
Adani Group Stocks : સપ્તાહના ત્રીજા દિવસે ટ્રેડિંગમાં 10માંથી 7 શેરમાં મજબૂતી જોવા મળી હતી જ્યારે બેમાં ઘટાડો જોવા મળ્યો હતો. એક શેર લગભગ સપાટ રહ્યો હતો. ગ્રૂપના ફ્લેગશિપ સ્ટોક અદાણી એન્ટરપ્રાઇઝિસમાં લગભગ 10 ટકાનો સૌથી વધુ વધારો જોવા મળ્યો હતો. અદાણી પોર્ટ્સના શેરનો ભાવ 7 ટકાથી વધુ વધ્યો હતો.
Adani Group Stocks : ચિતા ઉભી કરતાં અહેવાલો વચ્ચે રોકાણકારો અદાણી ગ્રુપ દ્વારા આપવામાં આવેલી ખાતરી પર વિશ્વાસ રાખી રહ્યા છે. આ જ કારણ છે કે છેલ્લા બે દિવસથી મોટા ઘટાડાની ઝપેટમાં રહેલા અદાણી ગ્રુપના શેર બુધવારે સારી તેજીમાં પરત ફર્યા હતા. બુધવારના કારોબારમાં ગ્રુપના ઘણા શેરમાં 5 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો જ્યારે એકમાં 10 ટકાનો ઉછાળો આવ્યો હતો. ચાલુ નાણાકીય વર્ષના છેલ્લા સપ્તાહની શરૂઆત અદાણી જૂથ માટે સારી રહી નથી. હિંડનબર્ગ બાદ જેન રિપોર્ટ અદાણીની મુશ્કેલીઓ વધારી છે.
આ શેરોના ભાવમાં વધારો થયો
સપ્તાહના ત્રીજા દિવસે ટ્રેડિંગમાં 10માંથી 7 શેરમાં મજબૂતી જોવા મળી હતી જ્યારે બેમાં ઘટાડો જોવા મળ્યો હતો. એક શેર લગભગ સપાટ રહ્યો હતો. ગ્રૂપના ફ્લેગશિપ સ્ટોક અદાણી એન્ટરપ્રાઇઝિસમાં લગભગ 930ટકાનો સૌથી વધુ વધારો જોવા મળ્યો હતો. અદાણી પોર્ટ્સના શેરનો ભાવ 7 ટકાથી વધુ વધ્યો હતો. એ જ રીતે અદાણી પાવર, અદાણી વિલ્મર અને એનડીટીવી 5-5 ટકા વધ્યા હતા.એસીસી અને અંબુજા સિમેન્ટ પણ વધ્યા હતા.
અદાણી ગ્રુપના શેરની 29 માર્ચના કારોબારની સમાપ્તિ સમયની સ્થિતિ
આ પણ વાંચો : ગૌતમ અદાણીની મુશ્કેલીઓમાં વધારો, લોનની ચુકવણીના મામલે હવે BSE-NSEએ પણ ઉઠાવ્યા સવાલ
આ શેરમાં વેચાણ થયું
બીજી તરફ અદાણી ગ્રીનમાં વેચવાલી ચાલુ રહી હતી અને તે સતત ત્રીજા દિવસે ઘટ્યું હતું.આજે તેની કિંમત 04 ટકાથી વધુ ઘટી હતી. અદાણી પાવરના ભાવમાં લગભગ 05 ટકાનો ઘટાડો નોંધાયો હતો. તે જ સમયે અદાણી ટ્રાન્સમિશનનો સ્ટોક જૂના સ્તરની આસપાસ બંધ રહ્યો હતો.
હવે આ અહેવાલથી નુકસાન
ચાલુ નાણાકીય વર્ષના છેલ્લા સપ્તાહની શરૂઆત અદાણી જૂથ માટે સારી રહી ન હતી. કેન રિપોર્ટમાં એવા સવાલો ઉભા થયા છે કે ગ્રૂપના પ્રમોટર્સે કદાચ ગિરવે મૂકેલા શેરો સામે લોનના હપ્તા ચૂકવ્યા ન હોય. આ અહેવાલની અદાણી ગ્રુપના શેર પર ખરાબ અસર પડી હતી. આના કારણે અદાણી ગ્રુપના શેરમાં લગભગ એક મહિનાથી ચાલી રહેલી તેજી પર બ્રેક લાગી હતી. અહેવાલ સામે આવ્યા બાદ અદાણી ગ્રુપના તમામ 10 શેર સતત બે દિવસ સુધી ઘટયા હતા. આ રિપોર્ટના કારણે માત્ર બે દિવસમાં અદાણી ગ્રુપની કંપનીઓના એમકેપમાં $01 બિલિયનથી વધુનો ઘટાડો થયો છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…