Adani Group : ગૌતમ અદાણીની મુશ્કેલીઓમાં વધારો, લોનની ચુકવણીના મામલે હવે BSE-NSEએ પણ ઉઠાવ્યા સવાલ
'ધ કેન'નો અહેવાલ કહે છે કે હકીકતમાં અદાણી જૂથે સંપૂર્ણ લોન ચૂકવી નથી, પરંતુ કાર્યવાહીથી બચવા અને દેવાનો બોજ ઘટાડવા માટે આંશિક ચુકવણી કરી છે, એટલે કે માત્ર અડધી લોન પરત કરી છે. આ અહેવાલ સામે આવ્યા બાદ મંગળવારે અદાણી ગ્રુપની શેરબજારમાં લિસ્ટેડ તમામ 10 કંપનીઓના શેરના ભાવમાં ઘટાડો થયો હતો. અદાણી એન્ટરપ્રાઈઝના શેર 5 ટકાથી વધુ તૂટ્યા છે.
હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ સામે આવ્યા બાદ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી નો સમય પલટાઈ ગયો છે અને ત્યારથી તે કારોબાર જગતમાં ચમકી શક્યા નથી. અદાણી ગ્રૂપની કંપની અદાણી એન્ટરપ્રાઈઝ દ્વારા લોનની ચુકવણીને લઈને કરવામાં આવેલા દાવા પર ફરી એકવાર સવાલો ઉભા થઈ રહ્યા છે. હવે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)એ પણ આ મામલે ગ્રુપને જવાબ આપવા કહ્યું છે. NSE એ અદાણી એન્ટરપ્રાઈઝ પાસેથી લોનની ચુકવણીના દાવા અંગે સ્પષ્ટતા માંગી છે. તાજેતરના એક મીડિયા અહેવાલમાં અદાણી ગ્રુપના લોનની ચુકવણી અંગે કરવામાં આવી રહેલા દાવાઓ પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા જેના પર NSEએ કંપનીને સ્પષ્ટતા કરવા જણાવ્યું છે. તે જ સમયે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) એ પણ ઘણી બાબતો અંગે કંપની પાસેથી અલગથી જવાબ માંગ્યો છે.
‘ધ કેન’ના અહેવાલમાં પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા
પોર્ટ ટુ એનર્જી સેક્ટરમાં કામ કરતા અદાણી ગ્રુપની લોનની ચુકવણી અંગે ‘ધ કેન’ના અહેવાલમાં અનેક સવાલો ઉભા થયા છે. અહેવાલમાં જૂથના દાવાને નકારી કાઢતી અનેક દલીલો પણ આપવામાં આવી છે. એવું પણ પૂછવામાં આવ્યું છે કે શું અદાણી જૂથે તેની 2.15 અબજ ડોલરની લોન ખરેખર ચૂકવી દીધી છે?
અદાણી ગ્રૂપે આ મહિનાની શરૂઆતમાં દાવો કર્યો હતો કે તેણે 2.15 બિલિયન ડોલરની શેર-બેક્ડ લોનની સંપૂર્ણ ચુકવણી કરી દીધી છે. તેણે 31 માર્ચ 2023ની સમયરેખા પહેલા જ આ પૂર્ણ કરી લીધું છે. અદાણી ગ્રુપના આ દાવાને ‘ધ કેન’ના અહેવાલમાં નકારી કાઢવામાં આવ્યો છે.
અદાણી ગ્રૂપે અડધી લોન ચૂકવી હોવાનો દાવો
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે લોનની ચુકવણી કરવા છતાં અદાણી ગ્રૂપના શેરનો મોટો હિસ્સો બેંકો પાસે મોર્ટગેજ (કોલેટરલ)ના રૂપમાં ગીરવે મૂક્યો છે તે હજુ સુધી પરત કરવામાં આવ્યો નથી. જ્યારે સામાન્ય રીતે બેંકો લોનની ચુકવણી પછી તરત જ શેર બહાર પાડે છે.
‘ધ કેન’નો અહેવાલ કહે છે કે હકીકતમાં અદાણી જૂથે સંપૂર્ણ લોન ચૂકવી નથી, પરંતુ કાર્યવાહીથી બચવા અને દેવાનો બોજ ઘટાડવા માટે આંશિક ચુકવણી કરી છે, એટલે કે માત્ર અડધી લોન પરત કરી છે.
અદાણીના શેર તૂટ્યા
આ અહેવાલ સામે આવ્યા બાદ મંગળવારે અદાણી ગ્રુપની શેરબજારમાં લિસ્ટેડ તમામ 10 કંપનીઓના શેરના ભાવમાં ઘટાડો થયો હતો. અદાણી એન્ટરપ્રાઈઝના શેર 5 ટકાથી વધુ તૂટ્યા છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…