Gautam Adani ની મોટી જાહેરાત બાદ Adani Group ની આ કંપનીનો શેર આજે ફોકસમાં રહેશે, જાણો યોજના શું છે?

|

Aug 16, 2023 | 7:47 AM

અદાણી ગ્રૂપ(Adani Group)ની રિન્યુએબલ એનર્જી કંપની અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (Adani Green Energy Ltd) વર્ષ 2030 સુધીમાં 45 ગીગાવોટની રિન્યુએબલ એનર્જી ક્ષમતાનું લક્ષ્યાંક ધરાવે છે.સોમવારે અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના શેરની કિંમત 951.15 રૂપિયા હતી.

Gautam Adani ની મોટી જાહેરાત બાદ Adani Group ની આ કંપનીનો શેર આજે ફોકસમાં રહેશે, જાણો યોજના શું છે?

Follow us on

અદાણી ગ્રૂપ(Adani Group)ની રિન્યુએબલ એનર્જી કંપની અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (Adani Green Energy Ltd) વર્ષ 2030 સુધીમાં 45 ગીગાવોટની રિન્યુએબલ એનર્જી ક્ષમતાનું લક્ષ્યાંક ધરાવે છે. કંપનીના સૂત્રોએ જણાવ્યું હતું કે અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) પાસે 8,316 MW એટલેકે 8.3 GW રિન્યુએબલ એનર્જી(Renewable Energy) ઓપરેટિંગ ક્ષમતા છે અને અન્ય 12,118 MW બાંધકામની નજીક અથવા અમલીકરણ હેઠળ છે.

Renewable energy capacity વધારવામાં આવશે 

સૂત્રોએ જણાવ્યું હતું કે કંપની તેની સ્થાપિત નવીનીકરણીય ઉર્જા ક્ષમતા(Renewable energy capacity)ને 2030 સુધીમાં 20,434 મેગાવોટ ઓપરેશનલ અને એક્ઝિક્યુશન પ્રોજેક્ટ હેઠળના વર્તમાન સ્તરથી વધારીને 45,000 મેગાવોટ અથવા 45 ગીગાવોટ કરવાનું લક્ષ્ય રાખે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે AGEL આગામી સાત વર્ષ સુધી સૌર અને પવન ઉર્જામાંથી વીજળી ઉત્પન્ન કરવા માટે દર વર્ષે લગભગ ત્રણ ગીગાવોટ ક્ષમતાનું નિર્માણ કરવાનું વિચારી રહી છે.

વિદેશી રોકાણકારોનો રસ વધ્યો

વિદેશી રોકાણકારો પણ દાવ લગાવી રહ્યા છે: તમને જણાવી દઈએ કે ફ્રેન્ચ એનર્જી કંપની ટોટલ એનર્જીસની AGELમાં 19.7 ટકા હિસ્સો છે. તાજેતરમાં અમેરિકન ઇન્વેસ્ટમેન્ટ ફર્મ GQG પાર્ટનર્સે આ કંપનીમાં 6.8 ટકા હિસ્સો લીધો છે અને કતાર ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટીએ 2.8 ટકા હિસ્સો લીધો છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

સોમવારે અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના શેરની કિંમત 951.15 રૂપિયા હતી. તે 2.09% ના ઘટાડા સાથે બંધ થયો. તે જ સમયે, 15 ઓગસ્ટ, મંગળવારના રોજ બજારમાં કોઈ વેપાર થયો ન હતો.

કંપનીની યોજના શું છે ?

કંપની 2030 સુધીમાં ક્ષમતા વધારીને 45 GW કરવાની યોજના ધરાવે છે. ઉપરાંત, કંપનીએ જણાવ્યું હતું કે તે દર વર્ષે 3 ગીગાવોટ વીજળી ઉત્પન્ન કરવા માટે સૌર અને પવન પ્રોજેક્ટ્સ બનાવશે. અદાણી ગ્રીન એનર્જીમાં ફ્રેન્ચ કંપની ટોટલ એનર્જીઝ 19.7 ટકા હિસ્સો ધરાવે છે. તે જ સમયે, અમેરિકાના GQG પાર્ટનર્સે કંપનીમાં 6.8 ટકા હિસ્સો લીધો છે અને કતાર ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટીએ 2.8 ટકા હિસ્સો લીધો છે. કંપનીએ કહ્યું છે કે તેણે નવા પ્રોજેક્ટ માટે ફંડિંગ કરવાની યોજના બનાવી છે.

અદાણી ગ્રીને માહિતી આપી છે કે તે જે રિન્યુએબલ પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે તે ભારતના 2030ના લક્ષ્યના 10 ટકા છે. અદાણી ગ્રીન ઉપરાંત ટાટા પાવર, રિન્યુ પાવર અને એનટીપીસીએ પણ ભારતમાં તેમની નવીનીકરણીય યોજનાઓ અંગે મોટી જાહેરાતો કરી છે. રાજસ્થાન ભારતમાં સૌર ઊર્જાનું કેન્દ્ર છે અને અદાણી ગ્રીન એનર્જી રાજ્યના ઊર્જા ક્ષેત્રમાં રોકાણ કરતી સૌથી મોટી કંપની છે. કંપની વિન્ડ પ્રોજેક્ટ્સ માટે દેશમાં ઘણી જગ્યાઓનું મૂલ્યાંકન કરી રહી છે, હાલમાં કંપની પાસે ગુજરાત અને મધ્ય પ્રદેશમાં પવન ઊર્જા પ્રોજેક્ટ્સ છે અને તેમની કુલ ઓપરેશનલ ક્ષમતા 1201 મેગાવોટ છે.

ડિસ્ક્લેમર : શેરમાં રોકાણ એ જોખમને આધીન છે. અહેવાલનો હેતુ માત્ર માહિતી આપવાનો છે. આ માહિતી રોકાણ માટેની કોઈ સલાહ નથી. કૃપા કરી રોકાણ સમજદારીપૂર્વક અને નિષ્ણાંતની સલાહ સાથે કરવા અમારી વિનંતી છે.

Published On - 7:19 am, Wed, 16 August 23

Next Article