AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અદાણીની 5 દિવસમાં 25% રિટર્ન આપનાર કંપની અંગે આવ્યા વધુ એક મોટા સમાચાર, આજે એક્શન દેખાઈ શકે છે

ગૌતમ અદાણી વધુ એક મોટો સોદો કરવા જઈ રહ્યા છે. અદાણી ગ્રૂપની કંપની અદાણી પોર્ટ્સ ઓરિસ્સામાં ગોપાલપુર પોર્ટ્સ ખરીદવા માટે શાપુરજી પલોનજી ગ્રૂપ એટલેકે SP ગ્રુપ સાથે વાટાઘાટો કરી રહી છે.

અદાણીની 5 દિવસમાં 25% રિટર્ન આપનાર કંપની અંગે આવ્યા વધુ એક મોટા સમાચાર, આજે એક્શન દેખાઈ શકે છે
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2023 | 7:19 AM
Share

ગૌતમ અદાણી વધુ એક મોટો સોદો કરવા જઈ રહ્યા છે. અદાણી ગ્રૂપની કંપની અદાણી પોર્ટ્સ ઓરિસ્સામાં ગોપાલપુર પોર્ટ્સ ખરીદવા માટે શાપુરજી પલોનજી ગ્રૂપ એટલેકે SP ગ્રુપ સાથે વાટાઘાટો કરી રહી છે.

આ ડીલ રૂપિયા 1100-1200 કરોડની ઈક્વિટી વેલ્યુ સાથે થઈ શકે છે. જો આ સોદો પાર પડશે તો અદાણી પોર્ટ્સ દ્વારા પૂર્વીય કિનારે મલ્ટીપલ ફેસિલિટી સાથેનું છઠ્ઠું સંપાદન હશે. હાલમાં પૂર્વીય કિનારે અદાણી બંદરો પહેલેથી જ 247 મિલિયન ટનની ક્ષમતા ધરાવે છે. આ ડીલ માટે યોગ્ય ખંતની પ્રક્રિયા ચાલી રહી છે. એક મીડિયા રિપોર્ટ્સમાં આ વાત કહેવામાં આવી છે.

ગોપાલપુર પોર્ટ્સમાં એસપી પોર્ટ્સનો 56% હિસ્સો છે.

ઓરિસ્સાના ગોપાલપુર પોર્ટ્સમાં એસપી પોર્ટ્સ મેન્ટેનન્સનો 56% હિસ્સો છે જ્યારે બાકીનો હિસ્સો ઓરિસ્સા સ્ટીવેડોર્સ (OSL) પાસે છે. SP પોર્ટ્સ 100% SP ઇમ્પિરિયલ સ્ટારની માલિકીની છે. તાજેતરમાં એવા સમાચાર આવ્યા હતા કે JSW ઈન્ફ્રાસ્ટ્રક્ચર રૂ. 3000 કરોડના એન્ટરપ્રાઈઝ વેલ્યુએશન પર આ પોર્ટ વિશે મિસ્ત્રી પરિવાર સાથે પણ વાત કરી રહ્યું છે. કેટલાક ખાનગી ઇક્વિટી જૂથોએ પણ પોર્ટમાં રસ દાખવ્યો હતો, પરંતુ મિસ્ત્રી પરિવાર ઓફર કરેલા મૂલ્યાંકનથી ખુશ ન હતો.

ગ્રુપે રૂ. 5000 કરોડનું એન્ટરપ્રાઇઝ મૂલ્ય જણાવ્યું છે

કંપનીના પ્રેઝન્ટેશન મુજબ, શાપૂરજી પલોનજી ગ્રુપ (SP ગ્રુપ) એ પોર્ટની એન્ટરપ્રાઇઝ વેલ્યુ રોકાણકારોને $600-650 મિલિયન (આશરે રૂ. 5000 કરોડ) દર્શાવી છે. તે જ સમયે, તેની ઇક્વિટી મૂલ્ય 2000 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. ક્રેડિટ રેટિંગ ફર્મ કેર એજ અનુસાર, પોર્ટ પાસે રૂ. 1432 કરોડની લાંબા ગાળાની બેંક સુવિધા છે. આ સપ્તાહની શરૂઆતમાં, SP ગ્રુપે PNP મેરીટાઇમ સર્વિસિસ (PNP પોર્ટ)માં વાર્ષિક 5 મિલિયન ટનની ક્ષમતા સાથે 50% હિસ્સો વેચ્યો હતો.

અદાણી ઈસ્ટર્ન કોસ્ટમાં છઠ્ઠી મોટી ડીલ કરશે

એક રિપોર્ટ અનુસાર ગૌતમ અદાણીની કંપની અદાણી પોર્ટ ઓડિશામાં ગોપાલપુર પોર્ટ્સ ખરીદવા મક્કમ છે. આ માટે અદાણી ગ્રૂપ અને શાપૂરજી-પાલોનજી ગ્રૂપ વચ્ચે વાતચીત પણ આગળના તબક્કાઓમાં ચાલી રહી છે. જો આ ડીલ ફાઈનલ થઈ જશે તો આ પોર્ટ એ  અદાણી પોર્ટ અને સેઝનું ઈસ્ટર્ન કોસ્ટ પરનું છઠ્ઠું મોટું એક્વિઝિશન હશે તેમ જાણવા મળી રહ્યું છે. જો કે, અદાણી ગ્રુપ દ્વારા હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર ટિપ્પણી કે જાહેરાત કરવામાં આવી નથી.

અદનો પોર્ટના શેરમાં ઘણી તેજી જોવા મળી રહી છે. 5 દિવસમાં 25% ઉછાળો જોવા મળ્યો છે શેરની કિંમત હાલ 1,044.00 રૂપિયા છે. 

આ પણ વાંચો : વર્ષ 2030 સુધીમાં ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવામાં ક્યાં પરિબળ મહત્વની ભૂમિકા ભજવશે? વાંચો વિગતવાર માહિતી

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">