અદાણી ગ્રુપ પેટ્રોકેમિકલ ક્ષેત્રમાં ઝંપલાવશે, નવી પેટાકંપની અદાણી પેટ્રોકેમિકલ્સની રચના કરાઈ, જાણો વિગતવાર

અદાણી પેટ્રોકેમિકલ્સ લિમિટેડ ((Adani Petrochemicals Limited - APL) ને સંપૂર્ણ માલિકીની પેટાકંપની તરીકે સામેલ કરી છે

અદાણી ગ્રુપ પેટ્રોકેમિકલ ક્ષેત્રમાં ઝંપલાવશે, નવી પેટાકંપની અદાણી પેટ્રોકેમિકલ્સની રચના કરાઈ, જાણો વિગતવાર
Gautam Adani (chairman and founder of the Adani Group)

ગુજ્જુ કારોબારી ગૌતમ અદાણી (Gautam Adani) ની આગેવાની હેઠળના અદાણી ગ્રુપે (Adani Group) નવી પેટાકંપનીની સ્થાપના કરી છે જે રિફાઇનરીઓ, પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ અને હાઇડ્રોજન પ્લાન્ટ્સ સ્થાપશે. અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝે સ્ટોક એક્સચેન્જની માહિતીમાં જણાવ્યું હતું કે તેણે અદાણી પેટ્રોકેમિકલ્સ લિમિટેડ ((Adani Petrochemicals Limited – APL) ને સંપૂર્ણ માલિકીની પેટાકંપની તરીકે સામેલ કરી છે જે રિફાઇનરીઓ, પેટ્રોકેમિકલ , સ્પેશિયાલિટી કેમિકલ યુનિટ, હાઇડ્રોજન અને સંબંધિત રાસાયણિક પ્લાન્ટ અને આવા અન્ય એકમોની સ્થાપનાનું કામ સંભાળશે.

ગ્રુપની ૬ લિસ્ટેડ કંપનીઓ છે
ઇન્ટીગ્રેટેડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતા સૌથી મોટા બિઝનેસ ગ્રુપ પૈકીનું એક છે. અમદાવાદનું અદાણી ગ્રુપ દેશમાં સંકલિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતું સૌથી મોટું બિઝનેસ ગ્રુપ છે અને તેમાં અનેક ક્ષેત્રોમાં કંપનીઓ કાર્યરત છે. તેમાં લગભગ છ લિસ્ટેડ એકમો છે.

તાજેતરમાં અદાણી ગ્રુપે મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની જવાબદારી સંભાળી છે
તાજેતરમાં અદાણી ગ્રુપે GVK ગ્રુપ પાસેથી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું સંચાલન સંભાળ્યું છે. અદાણી ગ્રુપે ગયા વર્ષે ઓગસ્ટમાં જાહેરાત કરી હતી કે તે મુંબઈ એરપોર્ટમાં GVK ગ્રુપનો હિસ્સો હસ્તગત કરશે. આ સોદા બાદ અદાણી ગ્રુપ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં 74 ટકા હિસ્સો ધરાવશે. આમાંથી 50.5 ટકા GVK ગ્રુપ પાસેથી અને બાકીના 23.5 ટકા બાકીના ભાગીદારો એરપોર્ટ્સ કંપની સાઉથ આફ્રિકા (એસીએસએ) અને બિડવેસ્ટ ગ્રુપ પાસેથી હસ્તગત કરવામાં આવશે.

આ પણ વાંચો: નાણાકીય વર્ષ 2020-21માં જાહેર ક્ષેત્રની બેન્કોએ બજારમાંથી 58,700 કરોડ એકત્ર કર્યા, કોરોનાકાળમાં ટકાવી રાખ્યો વિશ્વાસ

આ પણ વાંચો:  FPI investment in india: વિદેશી રોકાણકારોનો ડગ્યો વિશ્વાસ, ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં 6105 કરોડ બજારમાંથી ઉપાડી લીધા

 

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati