Adani Group Stocks : ગૌતમ અદાણીની કંપનીઓના શેરમાં સતત બીજા દિવસે જબરદસ્ત ઉછાળો, અદાણી એન્ટરપ્રાઇઝમાં 15%ની તેજી
Adani Group Stocks : આજે મંગળવારે સતત બીજા દિવસે શેરબજારમાં સકારાત્મક શરૂઆત થઈ હતી. મજબૂત વૈશ્વિક સંકેતોના કારણે શેરબજારમાં સતત ત્રીજા દિવસે તેજી જોવા મળી રહી છે. BSE સેન્સેક્સ 130 પોઈન્ટની મજબૂતાઈ સાથે 62,093 પર ટ્રેડ કરી રહ્યો છે. એ જ રીતે નિફ્ટી પણ 65 પોઈન્ટના ઉછાળા બાદ 18,379 પર ટ્રેડ થઈ રહ્યો છે.
Adani Group Stocks : આજે મંગળવારે સતત બીજા દિવસે શેરબજારમાં સકારાત્મક શરૂઆત થઈ હતી. મજબૂત વૈશ્વિક સંકેતોના કારણે શેરબજારમાં સતત ત્રીજા દિવસે તેજી જોવા મળી રહી છે. BSE સેન્સેક્સ 130 પોઈન્ટની મજબૂતાઈ સાથે 62,093 પર ટ્રેડ કરી રહ્યો છે. એ જ રીતે નિફ્ટી પણ 65 પોઈન્ટના ઉછાળા બાદ 18,379 પર ટ્રેડ થઈ રહ્યો છે. માર્કેટની મજબૂતાઈમાં મેટલ શેરો મોખરે છે.બીએસઈ સેન્સેક્સમાં સમાવિષ્ટ 30માંથી 24 શેરોમાં ખરીદી જોવા મળી રહી છે. અદાણીના શેર્સમાં આજે પણ તેજી જોવા મળી છે. ગૌતમ અદાણીની તમામ કંપનીઓના શેરમાં જોરદાર ખરીદી જોવા મળી રહી છે. તેના તમામ સ્ટોક લીલા નિશાન ઉપર કારોબાર કરી રહ્યા છે.
અદાણીના શેર્સમાં જબરદસ્ત ખરીદી થઈ હતી (May 23, 2023 9:23AM)
Company Name | CMP / Change Rs/% | Volume | Value (Rs. Lakhs) |
Adani Enterprises | 2,558.10 | 3,189,670 | 74,177.37 |
232.55 | |||
10.00% | |||
Adani Wilmar | 488.8 | 1,565,350 | 6,956.42 |
44.4 | |||
9.99% | |||
Adani Power | 260.4 | 735,603 | 1,824.30 |
12.4 | |||
5.00% | |||
Adani Transmission | 866.6 | 11,669 | 96.31 |
41.25 | |||
5.00% | |||
Adani Green Energy | 989.5 | 141,178 | 1,330.46 |
47.1 | |||
5.00% | |||
Adani Total Gas | 757.4 | 28,831 | 207.97 |
36.05 | |||
5.00% | |||
Adani Ports &Special | 762.3 | 2,606,030 | 19,014.90 |
32.65 | |||
4.47% |
સોમવારે પણ તેજી રહી હતી
અદાણી ગ્રુપના ફ્લેગશિપ સ્ટોકમાં મજબૂત ઉછાળો જોવા મળ્યો છે. સૌથી મોટો ઉછાળો ફ્લેગશિપ સ્ટોક અદાણી એન્ટરપ્રાઇઝિસમાં આવ્યો હતો અને તેના શેર લગભગ 19 ટકાના વધારા સાથે બંધ થયા હતા.
નિષ્ણાંતનો અભિપ્રાય
દેવેન ચોક્સી MD, KRChoksey Holdings Pvt. Ltdનું કહેવું છે કે અદાણી ગ્રૂપ પર સેબીની તપાસના પરિણામ પછી તે મજબૂત આંકડો પાર કરવાઅંગે વધુ વિશ્વાસ રાખી શકે છે. મૂળભૂત રીતે અમે વર્તમાન વેલ્યુએશન વિશે ખાતરી રાખીએ છીએ અને માનીએ છીએ કે વર્તમાન વેલ્યુએશન પર વર્તમાન સ્તરોથી 15% થી 20% સુધી વધી શકે છે.
દેશની સૌથી મોટી વીમા કંપની LIC માટે પણ શેરબજારનો મૂડ ઘણો સારો રહ્યો છે. અદાણી ગ્રૂપના શેરમાં ઉછાળાને કારણે LICને કરોડોનો ફાયદો થયો છે. વાસ્તવમાં એક મીડિયા રિપોર્ટ જણાવે છે કે સુપ્રીમ કોર્ટની પેનલે તેના રિપોર્ટમાં અદાણી ગ્રૂપને એવો સંકેત આપ્યો છે કે શેર્સમાં છેતરપિંડીનો આરોપ ન શોધવામાં સેબીની નિષ્ફળતા હોવાનું તારણ કાઢવું શક્ય નથી. જેના કારણે અદાણી ગ્રુપના શેરમાં જબરદસ્ત વધારો થયો છે.