Aadhaar PAN Link: તમને આધાર અને પાનકાર્ડ લિંક કરવામાં સમસ્યા આવી રહી છે? જાણો કારણ અને હલ કરવાની રીત

સરકારે આ બે મહત્વપૂર્ણ દસ્તાવેજોને એકબીજા સાથે લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું છે. 31 માર્ચ 2022 પહેલા બંને દસ્તાવેજોને લિંક કરવા જરૂરી છે નહીં તો તમારે રૂપિયા 10,000 સુધીનો દંડ ભરવો પડી શકે છે.

Aadhaar PAN Link: તમને આધાર અને પાનકાર્ડ લિંક કરવામાં સમસ્યા આવી રહી છે? જાણો કારણ અને હલ કરવાની રીત
PAN - Aadhaar linking
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2022 | 8:28 PM

Aadhaar PAN Card Linking : આજકાલ લોકોને આધાર કાર્ડ (Aadhaar Card) અને પાન કાર્ડ(PAN Card) ની ડગલે ને પગલે જરૂર પડે છે. આ બે મહત્વપૂર્ણ દસ્તાવેજો દરેક જગ્યાએ જરૂરી છે. આધાર કાર્ડનો ઉપયોગ મોટાભાગે આઈડી પ્રૂફ તરીકે થાય છે. આવી સ્થિતિમાં સરકારે જન્મેલા બાળકો માટે આધાર કાર્ડ બનાવવાની સુવિધા શરૂ કરી છે. બીજી તરફ પાન કાર્ડનો ઉપયોગ ફક્ત નાણાકીય વ્યવહારો માટે જ થાય છે.

આજકાલ જ્યારે તમે બેંક એકાઉન્ટ ખોલવા જાઓ છો ત્યારે સૌથી પહેલા તમારા પાન કાર્ડની માંગણી કરવામાં આવે છે. સાથે જ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા માટે પાન કાર્ડ જરૂરી છે. આ સ્થિતિમાં તમારા તમામ નાણાકીય કાર્યો પાન કાર્ડ વિના અટકી જશે.

પાન અને આધાર કાર્ડને લિંક કરવામાં મુશ્કેલી આવી રહી છે?

સરકારે આ બે મહત્વપૂર્ણ દસ્તાવેજોને એકબીજા સાથે લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું છે. 31 માર્ચ 2022 પહેલા બંને દસ્તાવેજોને લિંક કરવા જરૂરી છે નહીં તો તમારે રૂપિયા 10,000 સુધીનો દંડ ભરવો પડી શકે છે. તમારો પરમેનન્ટ એકાઉન્ટ નંબર નિષ્ક્રિય પણ થઇ શકે છે. તે કિસ્સામાં 31 માર્ચ પહેલા આ બંનેને લિંક કરવાની ખાતરી કરો. જો કે છેલ્લા કેટલાક દિવસોથી પાન અને આધાર કાર્ડને લિંક કરવામાં મુશ્કેલીઓ અંગે ઘણી ફરિયાદો મળી રહી છે. આ પાછળનું મુખ્ય કારણ એ છે કે બંને દસ્તાવેજોમાં નામ, DOB, OTP, મોબાઈલ નંબર વગેરે જેવી વિગતો એકબીજા સાથે મેળ ખાતી નથી.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

 કેવી રીતે સમસ્યા હલ કરવી?

તમને જણાવી દઈએ કે જો તમને PAN અને Aadhaar Linking કરવામાં મુશ્કેલી આવી રહી છે તો ચિંતા કરવાની જરૂર નથી. આ સમસ્યાનો ઉકેલ એ છે કે પાન કાર્ડમાં ખોટી માહિતી હોવાના કિસ્સામાં તમે આવકવેરા વિભાગની વેબસાઇટ પર જઈને તેને ઠીક કરી શકો છો. બીજી તરફ જો આધાર કાર્ડમાં ખોટી માહિતી છે તો તમે UIDAIની વેબસાઇટ પર જઈને તેને ઠીક કરી શકો છો.

Aadhaar અને PAN ને કેવી રીતે લિંક કરવું ?

  • આધાર અને PAN લિંક કરવા માટે આવકવેરા વેબસાઇટ https://www.incometaxindia.gov.in/pages/pan.aspx પર ક્લિક કરો.
  • અહીં Link Aadhaar વિકલ્પ પર ક્લિક કરો.
  • ત્યારબાદ અહીં વિનંતી કરેલ આધાર અને પાન નંબરની વિગતો ભરો.
  • હવે કેપ્ચા દાખલ કરો.
  • ત્યારબાદ Link Aadhaar ઓપ્શન પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમારું આધાર અને PAN લિંક થઈ જશે.

આ પણ વાંચો :  યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે એર ઈન્ડિયા બની ‘દેવદૂત’, 22 ફેબ્રુઆરીથી ત્રણ ફ્લાઈટ ઓપરેટ કરશે, જાણો કેવી રીતે થશે બુકિંગ

આ પણ વાંચો : ઓમાનમાં ફસાયેલી નડિયાદની યુવતી કેન્દ્ર સરકારના પ્રયાસોથી પરત ફરી, પરિવારમાં આનંદની લાગણી

g clip-path="url(#clip0_868_265)">