ઓમાનમાં ફસાયેલી નડિયાદની યુવતી કેન્દ્ર સરકારના પ્રયાસોથી પરત ફરી, પરિવારમાં આનંદની લાગણી

ગુજરાતના નડિયાદની આ એક માત્ર આ યુવતી જ નહી પરંતુ ઓમાનમાં તેની સાથે 20  જેટલી યુવતીઓ એજન્ટ મારફતે ઓમાન પહોંચી હતી. જયાં ભૂમેલની આ યુવતી કફોડી હાલતમાં મુકાઈ હતી.

ઓમાનમાં ફસાયેલી નડિયાદની યુવતી કેન્દ્ર સરકારના પ્રયાસોથી પરત ફરી, પરિવારમાં આનંદની લાગણી
Trapped in Oman Nadiad Young Woman Return (Representive Image)
Follow Us:
Dharmendra Kapasi
| Edited By: | Updated on: Feb 18, 2022 | 7:59 PM

ખેડા – આણંદ જીલ્લાના ચરોતરવાસીઓ પૈકી કેટલાક વિદેશમાં જઈ નાણા કમાવવાની ઘેલછા રાખનારાઓ વિદેશની પારકી ધરતી પર કેવી રંજાડનો ભોગ બને છે તેવી ઘટનાને વાચા આપતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાક્રમમાં ભોગ બનેલી પીડીતા નડિયાદ(Nadiad) તાલુકાના ભૂમેલ ગામની જેના લગ્ન નજીકના ભાલેજ ગામે થયા હતા. પીડીતા યુવતી( Young Woman) એક એજન્ટ મારફતે ઓમાન(Oman)  પહોંચી હતી, જયાં તેની સાથે થયેલી કનડગત અને હેરાનગતિની વિગતો ખેડાના સાંસદ અને ભારત સરકારમાં સંચાર રાજય મંત્રી દેવુસિંહ ચૌહાણ સુધી પહોંચતા સમગ્ર મામલે ભારતના વિદેશ વિભાગથી ઓમાનના ભારતીય દૂતાવાસ સુધી ગંભીરતાપૂર્વક તપાસ કરાવતા આખરે આ યુવતી પોતાના માદરે વતન ભૂમેલ પહોંચી છે. જેના પગલે પિતા અને પરિવારજનોએ હાશકારો અનુભવ્યો છે.

20  જેટલી યુવતીઓ એજન્ટ મારફતે ઓમાન પહોંચી હતી

જેમા વિદેશની ધરતી ઓમાન મોકલી આપવાનું કામ કરતા બેંગ્લોરના એજન્ટના સંપર્કમાં આવેલી ભૂમેલની યુવતી હાલ વતનમાં પરત આવી ગઈ હોવા છતાં તેની સાથે થયેલા ઘટનાક્રમની વિગતોથી ભયભીત થયેલા યુવતીના પરિવારજનો નામ નહી જણાવવાની શરતે હૈયાવરાળ ઠાલવી રહયા છે. જેમાં જાણવા મળ્યું હતું કે એક માત્ર આ યુવતી જ નહી પરંતુ ઓમાનમાં તેની સાથે 20  જેટલી યુવતીઓ એજન્ટ મારફતે ઓમાન પહોંચી હતી. જયાં તેમની સાથે ભૂમેલની આ યુવતી કફોડી હાલતમાં મુકાઈ હતી.

શોષણ થતુ હોઈ યુવતી એ બે જ દિવસમાં નોકરી છોડી દીધી હતી

જાણવા મળતી વિગત મુજબ ઘરની સામાન્ય આર્થિક પરિસ્થિતીને સધ્ધર કરવાની ઈચ્છાથી વિદેશમાં જઈ નોકરી મેળવવાનું મન આ યુવતીએ બનાવ્યુ હતું. યુવતીએ તેની બહેનના સંપર્કમાં આવેલા અને બેંગ્લોરમાં રહેતા મહંમદ હનીફ સાથે મોબાઈલ પર સંપર્ક કર્યો હતો. યુવતીની બહેને એજન્ટને ઓમાનમાં તેની બહેનને નોકરી મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવવા કહયુ હતું અને નોકરીમાં કમાણી થયા બાદ રૂપિયા આપવા એવી એજન્ટની વાતોમાં આવી ગયેલા આ પરિવારની યુવતી ગત 01 જુલાઈ 2021 ના રોજ ઓમાન પહોંચી હતી. એક સ્થાનિક રહેવાસીને ત્યાં તેની નોકરીની વ્યવસ્થા થઈ હતી. પરંતુ નોકરીના સ્થળે લોકોની નિયત ખરાબ હોઈ અને વધુ પડતુ કામ કરાવી શોષણ થતુ હોઈ યુવતી એ બે જ દિવસમાં નોકરી છોડી દીધી હતી. જયાંથી એજન્ટને ત્યાં પાછી આવી હતી.

IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ

યુવતીને ઓમાનથી પરત લાવવા પ્રયત્નો હાથ ધર્યા

એજન્ટના સાગરીતો દ્વારા અન્ય 20 જેટલી યુવતીઓ સાથે એક રૂમમાં રાખવામાં આવી હતી. આ રૂમમાં ના તો કોઈ મોબાઈલ હતો, ના તો જરૂરી સવલતો હતી અને એજન્ટના માણસો તે યુવતીઓને જયાં નોકરી જવાનું કહેવામાં આવે ત્યાં ના જાય તો માર મારતા હતા. આ પ્રકારનો અત્યાચાર યુવતી પર પણ ગુજારવામાં આવતો હતો. આ સમગ્ર વિગતો જયારે પરિવારજનોને ખ્યાલમાં આવી ત્યારે યુવતીએ અગાઉ મોકલેલા મોબાઈલ લોકેશન પર પરિવારજનોએ તપાસ કરાવી ત્યારે આ અંગે વધુ વિગતો જાણવા મળી હતી અને યુવતીને ઓમાનથી પરત લાવવા પ્રયત્નો હાથ ધર્યા હતા.

એજન્ટોના ચકકરમાં વિદેશ જવાની ઘેલછા રાખનારાઓ માટે  ઉદાહરણરૂપ કિસ્સો

જેના પગલે યુવતીના પિતાએ ખેડાના સાંસદ અને કેન્દ્રીય સંચાર રાજય મંત્રી દેવુસિંહ ચૌહાણને રજુઆત કરતા તેમણે તાકીદે આ બાબતને ગંભીરતાથી લઈ ભારત સરકારના વિદેશ મંત્રાલયનો સંપર્ક કરી રજુઆત કરી હતી. જેના પગલે ઓમાન સ્થિત ભારતીય દૂતાવાસને તેની જાણ કરવામાં આવી હતી. એમ્બેસીની તપાસકર્તા ટીમે મોબાઈલ લોકેશનના આધારે સ્થળ પર પહોંચી યુવતીને ભારત મોકલી આપવા કાર્યવાહી કરી છે. યુવતી પરત આવી જતા પરિવારજનોએ રાહત અનુભવી અને ખેડા સાંસદ અને સરકારનો આભાર માન્યો હતો. રૂપિયા કમાવવાની લાલચમાં લેભાગુ એજન્ટોના ચકકરમાં વિદેશ જવાની ઘેલછા રાખનારાઓ માટે આ કિસ્સો ઉદાહરણરૂપ છે.

આ પણ વાંચો : અમદાવાદ જિલ્લામાં ગંગા સ્વરૂપા બહેનોને છેલ્લાં એક વર્ષમાં રૂ.137 કરોડથી વધુની સહાય ચૂકવાઇ

આ પણ વાંચો:  Surat : હવે રસ્તા પર જોવા મળી આપ-ભાજપની લડાઈ, ભાજપના ધારાસભ્ય અને આપના કોર્પોરેટરો જાહેરમાં જ લડ્યા

g clip-path="url(#clip0_868_265)">