7th Pay Commission : મોદી સરકાર કેન્દ્રીય કર્મચારીઓને વધુ એક લાભની ભેટ આપશે, DA બાદ હવે HRA વધારવાના મળ્યા સંકેત
DA માં વધારો કર્યા બાદ HRA માં પણ વધારો થવાની આશા વધી છે. અગાઉ ગત વર્ષે જુલાઈમાં HRAમાં વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ડીએ પણ 25 ટકાથી વધારીને 28 ટકા કરવામાં આવ્યું હતું.
નરેન્દ્ર મોદી(PM Narendra Modi) સરકારે તાજેતરમાં કેન્દ્રીય કર્મચારીઓ(central government employees)ના મોંઘવારી ભથ્થા(Dearness Allowance)માં વધારો કર્યો છે. DA માં 3 ટકાનો વધારો કરીને 34 ટકા કરવામાં આવ્યો છે. હવે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ તેના કર્મચારીઓને વધુ એક ભેટ આપી શકે છે. એટલે કે તેમના પગારમાં વધુ વધારો કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મોદી સરકાર આ મહિને કર્મચારીઓને પગાર વધારાની ભેટ આપે તેવી શક્યતા છે. મોંઘવારી ભથ્થા બાદ હવે સરકાર ટૂંક સમયમાં ઘર ભાડા ભથ્થા(House Rent Allowance -HRA ) અને અન્ય ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય લઈ શકે છે.
HRA વધવાની અપેક્ષા છે
DA માં વધારો કર્યા બાદ HRA માં પણ વધારો થવાની આશા વધી છે. અગાઉ ગત વર્ષે જુલાઈમાં HRAમાં વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ડીએ પણ 25 ટકાથી વધારીને 28 ટકા કરવામાં આવ્યું હતું. હવે જ્યારે DA વધારીને 34 ટકા કરવામાં આવ્યો છે ત્યારે HRAમાં પણ સુધારો કરી શકાય છે.
કેટલી વૃદ્ધિ થવાની અપેક્ષા છે
સરકારી કર્મચારીઓ માટે HRA તેઓ જ્યાં કામ કરે છે તે શહેરની કેટેગરી દ્વારા નક્કી કરવામાં આવે છે. X, Y અને Z શહેરો માટે ત્રણ શ્રેણીઓ છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે X શ્રેણીના શહેરોમાં રહેતા અથવા કામ કરતા સરકારી કર્મચારીઓના HRAમાં DAની જેમ 3 ટકાનો વધારો થવાની સંભાવના છે. હાલમાં આ શહેરોના કર્મચારીઓને મૂળ પગારના 27 ટકા HRA મળે છે.
Y શ્રેણીના શહેરો માટે આ વધારો 2 ટકા શક્ય છે. આ વિસ્તારોમાં કામ કરતા કર્મચારીઓને 18-20 ટકા HRA મળે છે. Z શ્રેણીના શહેરો માટે 1 ટકા HRA વધારી શકાય છે. અત્યારે HRA 9-10 ટકાના દરે આપવામાં આવે છે.
DA અને DR માં વધારાના સમાચાર મળ્યા
કેન્દ્રીય કર્મચારીઓ માટે તાજેતરમાં સારા સમાચાર આવ્યા છે. સરકારે 7મા પગાર પંચ(7th Pay Commission) હેઠળ કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું (DA) અને પેન્શનરો માટે મોંઘવારી રાહત (DR) વધારવાની જાહેરાત કરી છે. કર્મચારીઓ અને પેન્શનરો માટે ડીએ અને ડીઆરમાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણય સાથે કેન્દ્રીય કર્મચારીઓને તેમના પગારની સાથે 34%ના દરે DA મળશે. નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય સમિતિની બેઠકમાં આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. વડા પ્રધાનની અધ્યક્ષતામાં યોજાયેલી આ મહત્વપૂર્ણ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે DA અને DR વધારવાની અવધિ 1 જાન્યુઆરી, 2022થી લાગુ કરવામાં આવી રહી છે. બેઝિક પગાર અથવા પેન્શન પર પહેલાથી જ લાગુ 31 ટકાના દરમાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. મોંઘવારીને જોતા કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓને આ ભથ્થું આપવાનો નિર્ણય કર્યો છે.