Opening Bell : નબળાં વૈશ્વિક સંકેત સાથે ભારતીય શેરબજારમાં પણ પ્રારંભિક કારોબારમાં ઘટાડો નોંધાયો, Sensex 59815 ઉપર ખુલ્યો

બીજા ટ્રેડિંગ દિવસે ઘટાડા સાથે બંધ થયા હતા. સેન્સેક્સ 435.24 પોઈન્ટ્સ (-0.72%) ઘટીને 60,176.50 પર જ્યારે નિફ્ટી 96 (0.53%) ઘટીને  17,957.40 પર બંધ રહ્યો હતો.

Opening Bell : નબળાં વૈશ્વિક સંકેત સાથે ભારતીય શેરબજારમાં પણ પ્રારંભિક કારોબારમાં ઘટાડો નોંધાયો, Sensex  59815 ઉપર ખુલ્યો
શેરબજારમાં મોટા ઘટાડા સાથે કારોબારની શરૂઆત
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 06, 2022 | 9:21 AM

Share Market  : નબળાં  વૈશ્વિક સંકેત સાથે ભારતીય શેરબજાર(Stock Market)માં પણ આજે કારોબારની શરૂઆત (Opening Bell)લાલ નિશાન નીચે થઇ રહી છે. બંને મુખ્ય ઇન્ડેક્સ લાલ નિશાન નીચે ખુલ્યા છે. મંગળવારે સેન્સેક્સ(Sensex) 435.24 પોઈન્ટ્સ અથવા -0.72% ઘટીને 60,176.50 પર બંધ થયો હતો. આજે 360.79 અંકના ઘટાડા સાથે 59,815.71 ઉપર શરૂઆત થઇ છે. સેન્સેક્સમાં પ્રારંભિક

શેરબજારની છેલ્લી  સ્થિતિ(9.20 AM )

SENSEX 59,856.14 −320.36 (0.53%)
NIFTY 17,870.25 −87.15 (0.49%)

પ્રારંભિક કારોબારનો ઉતાર – ચઢાવ

SENSEX NIFTY
Open 59,815.71 Open 17,842.75
Prev close 60,176.50 Prev close 17,957.40
High 59,874.62 High 17,878.40
Low 59,694.64 Low 17,819.15
52-wk high 62,245.43 52-wk high 18,604.45
52-wk low 47,204.50 52-wk low 14,151.40

વૈશ્વિક સંકેત નબળાં મળ્યા

આજે વૈશ્વિક બજારોમાંથી નબળાઈના સંકેતો જોવા મળી રહ્યા છે.  2 દિવસથી અમેરિકન બજારોના ઉછાળા પર આજે બ્રેક લાગી છે. અર્થવ્યવસ્થાના વિકાસમાં મંદીના ભયને કારણે અમેરિકી બજારોમાં કરેક્શન જોવા મળ્યું હતું. ડાઉ જોન્સ લગભગ 300 પોઈન્ટ તૂટ્યો અને નાસ્ડેકમાં 2.5 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. નાસ્ડેક ઈન્ડેક્સ 328 પોઈન્ટ ઘટીને 14204 ના સ્તર પર બંધ થયો હતો. ગઈકાલના ટ્રેડિંગ સેશન દરમિયાન યુએસ માર્કેટના આઈટી શેરોમાં વધુ દબાણ જોવા મળ્યું હતું જ્યારે દિગ્ગ્જ  શેરોમાં વેચવાલી જોવા મળી હતી. યુરોપિયન બજારોમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો હતો. આજે  એશિયન માર્કેટમાં SGX નિફ્ટી પણ લાલ નિશાન સાથે ખુલ્યો હતો અને અહીં 116 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો.

Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?

પેટ્રોલ અને ડીઝલના ભાવ આજે પણ વધ્યા

6 એપ્રિલે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં  વધારો કરવામાં આવ્યો છે. હવે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 105.41 પ્રતિ લિટર અને મુંબઈમાં એક લિટરની કિંમત 120.51 રૂપિયા થઈ ગઈ છે.

કોમોડિટી પર અપડેટ

  • તેલમાં ઘટાડો થયો અને  WTI 100 ડોલર અને  બ્રેન્ટ 106 ની નીચે દેખાયા
  • અમેરિકાના સાપ્તાહિક તેલ ભંડારમાં અપેક્ષાઓથી વિપરીત વધારો નોંધાયો છે
  • મજબૂત ડૉલર અને કોરોનાના વધતા કેસને કારણે માંગમાં ઘટાડો થવાનો ડર છે
  • રશિયન તેલ પર યુરોપિયન યુનિયન નવા પ્રતિબંધોની આશંકા વચ્ચે આવતીકાલે ભાવમાં ઉછાળો થઇ શકે છે
  • સોના પર દબાણ

FII-DII ડેટા

5 એપ્રિલના ટ્રેડિંગ સેશન દરમિયાન વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 374.89 કરોડ અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 105.42 કરોડનું રોકાણ કર્યું હતું.

છેલ્લા સત્રનો  કારોબાર

બેન્ચમાર્ક ઇક્વિટી સૂચકાંક સેન્સેક્સ અને નિફ્ટી મંગળવારે સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે ઘટાડા સાથે બંધ થયા હતા. સેન્સેક્સ 435.24 પોઈન્ટ્સ (-0.72%) ઘટીને 60,176.50 પર જ્યારે નિફ્ટી 96 (0.53%) ઘટીને  17,957.40 પર બંધ રહ્યો હતો. બેન્ક અને એફએમસીજી શેરોમાં સૌથી વધુ ખરીદી જોવા મળી હતી. મેટલ અને આઈટી ઈન્ડેક્સ ફ્લેટ બંધ રહ્યા હતા. બોમ્બે સ્ટોક એક્સચેન્જ સેન્સેક્સ 175 પોઈન્ટના વધારા સાથે 60,786 પર ખુલ્યો હતો. આજે સેન્સેક્સે 60,786.07ની ઉપલી સપાટી અને 60,067.18ની નીચી સપાટી બનાવી છે.  NSE નો નિફ્ટી પણ 27 પોઈન્ટના વધારા સાથે 18,080 પર ખુલ્યો હતો.

આ પણ વાંચો : હવે તમારી ટ્રેન મુસાફરી પણ મોંઘી થશે, જાણો રેલવેમાં પ્રવાસ માટે ખિસ્સાં કેટલાં હળવા કરવા પડશે

આ પણ વાંચો : PIB Fact Check : શું મકાન અને દુકાનના ભાડા ઉપર 12% GST લાગશે? જાણો સરકારનો જવાબ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- https://twitter.com/i/communities/15101570974255

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">