PM Narendra Modi Gujarat Visit Highlights: PM મોદીએ ખેલ મહાકુંભ 2022 ની શરૂઆત કરી, કહ્યું- જે સપનું વાવ્યું હતું તે આજે વિશાળ વટવૃક્ષ બની રહ્યું છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 12, 2022 | 8:26 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે PM મોદીએ અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ખેલ મહાકુંભ 2022ની શરૂઆત કરી હતી.

PM Narendra Modi Gujarat Visit Highlights: PM મોદીએ ખેલ મહાકુંભ 2022 ની શરૂઆત કરી, કહ્યું- જે સપનું વાવ્યું હતું તે આજે વિશાળ વટવૃક્ષ બની રહ્યું છે
PM Narendra Modi

PM Narendra Modi Gujarat Visit Live: વડાપ્રધાન મોદી (Pm Modi)ના આજે બીજા દિવસનાં કાર્યક્રમમા મેેગા રોડ શોથી શરૂઆત થઈ હતી. ખુલ્લી જીપમાં લોકો અને કાર્યકરોનું અભિવાદન ઝીલતા પીએમ મોદી રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે પહોચ્યા હતા. રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટીના નવા સંકુલનું ઉદ્ઘાટન કર્યા બાદ તેમણે યુનિવર્સિટી સાથે જોડાયેલી જુની યાદો તાજી કરી હતી. તેમણે પોલીસ ફોર્સનાં ચિત્રણથી માંડી રક્ષા શક્તિ યુનિવર્સિટીની વિગતો જણાવી હતી. પીએમ મોદીએ જણાવ્યુ હતું કે એક વાર યુનિફોર્મ પહેરીએ એટલે તમને લાગ્યું હશે કે હવે દુનિયા મુઠ્ઠીમાં, પણ એવું ના વિચારતા મિત્રો જયારે મનમાં માનવતા હોય, માનવતા માટે કઈ કરવાની પ્રેરણા આવે ત્યારે યુનિફોર્મનું માન વધે છે. પીએમ મોદી સાંજે રાજભવનથી નીકળીને અમદાવાદ નવરંગપુરા ખાતે આવેલા સરદાર પટેલ સ્ટેડિયમ(Sardar Patel Stadium)માં ખેલ મહાકુંભનો પણ શુભારંભ કરાવશે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 12 Mar 2022 07:56 PM (IST)

    PM Narendra Modi Gujarat Visit Live: સંતાનમાં ખેલ અંગે રૂચી છે તો તેને પ્રોત્સાહન આપો.આગળ વધવા માટે પ્રેરણા આપો 

    PM Narendra Modi Gujarat Visit Live: સમય બદલી રહ્યો છે જો સંતાનમાં ખેલ અંગે રૂચી છે તો તેને પ્રોત્સાહન આપો.આગળ વધવા માટે પ્રેરણા આપો

  • 12 Mar 2022 07:54 PM (IST)

    PM Narendra Modi Gujarat Visit Live: મેજર ધ્યાનચંદ સ્પોટ્સ યુનિવર્સિટી શરૂ થવા જઇ રહી છે

    PM Narendra Modi Gujarat Visit Live: મેજર ધ્યાનચંદ સ્પોટ્સ યુનિવર્સિટી શરૂ થવા જિ રહી છે, ખેલ મહાકુંભથી અને્ક પ્રતિભા તૈયાર થશે.ખેલ મહાકુંભમાં બીચ સ્પોટ્સ અંગે પઑણ વિચારવું જોઇએ

  • 12 Mar 2022 07:49 PM (IST)

    PM Narendra Modi Gujarat Visit Live: ગુજરાતની યુવાન શક્તિનો મહાકુંભ

    PM Narendra Modi Gujarat Visit Live: પહેલા યુવા પ્રતિભાને મોકો નહોતો મળતો, પ્રતિભા હોવા છતા દેશના યુવા ટ્રેનિગના અભાવે પાછળ રહી જાતી હતી, સરકારે છેલ્લે 60 વર્ષમાં સ્પોટ્સ બજેટને 70 ટકા વધાર્યુ છે, ખેલાડીને મલતા ઓવોર્ડ અને રકમમાં 60 ટકાનો વધારો કર્યો છે, જેના કારણે ગ્રામીણ અને અંતરીયાળ વિસ્તાર માંથી પણ દેશની પ્રતિભા બહાર આવી રહી છે.

  • 12 Mar 2022 07:44 PM (IST)

    PM Narendra Modi Gujarat Visit Live: દુનિયા ભારતને એક મોટી શક્તિ રુપે જોઇ રહી છે

    PM Narendra Modi Gujarat Visit Live: દુનિયા ભારતને એક મોટી શક્તિ રુપે જોઇ રહી છે, અને ભારત ખેલમાં પણ આને જાળવી રાખે ,જે ખેલે એજ ખીલે, સફળતા માટે કોઇ સોર્ટકટ નથી,

  • 12 Mar 2022 07:42 PM (IST)

    PM Narendra Modi Gujarat Visit Live: ખેલ મહાકુંભમાં અનેક પ્રતિભા તૈયાર થશે, જે વૈશ્વિક સ્તર પર ભારતનું નામ રોશન કરશે

    PM Narendra Modi Gujarat Visit Live:  આતો હજુ શરૂઆત છે ભારતના અટકશે ના થાકશે, હું ખેલાડીઓના સપનામાં ગુજરાતનું ભવિષ્ય જોવ છું.

  • 12 Mar 2022 07:37 PM (IST)

    PM Narendra Modi Gujarat Visit Live: કોરોનાને કારણે 2 વર્ષથી ખેલ મહાકુંભ બંધ હતો

    PM Narendra Modi Gujarat Visit Live:ખેલ મહાકુંભ કોરોનાને કારણે છેલ્લા બે વર્ષ થી બંધ હતુું, હવે ફરી તેની શરૂઆત થતા રમતવીરોને પ્રોત્સાહન મળશે

    ગોલ્ડ અને સિલ્વની ચમક ખેતાડીઓની પ્રતિભાને ચમકાવી રહી છે, ટોક્યો ઓલંમ્પિકે ભારત પોતાની સાબિત કર્યુ છે, ટોક્યો ઓલંમ્પિકે માં 9 અને પેરા ઓલંમ્પિકમાં  19 મેડલ જીત્યા.

  • 12 Mar 2022 07:33 PM (IST)

    PM Narendra Modi Gujarat Visit Live: ગુજરાતનો યુવાન આકાશને સ્પર્શવા તૈયાર છે

    PM Narendra Modi Gujarat Visit Live: ગુજરાતના ખેલાડી માટે આ ગર્વની બાબત, ખેલ મહાકુંભ માંથી નિકળતા ખેલાડીઓ વૈશ્વીક રમતોમાં પોતાની પ્રતિભા પાથરી રહ્યા છે

  • 12 Mar 2022 07:30 PM (IST)

    PM Narendra Modi Gujarat Visit Live: જે બીજ મે વાવ્યુ એ આજે વટવૃક્ષ બની ગયું છે :  PM મોદી

    PM Narendra Modi Gujarat Visit Live:  ગુજરાત મુખ્યમંત્રી રહેતા ખેલ મહાકુંભની શરૂઆત કરી હતી, જે બીજ મે વાવ્યુ એ આજે વટવૃક્ષ બની ગયું છે :  PM મોદી

  • 12 Mar 2022 07:27 PM (IST)

    PM Narendra Modi Gujarat Visit Live: PM મોદીનું સમગ્ર જનમેદને સંબોધન, લોકોમાં ભારે ઉત્સાહ

    PM Narendra Modi Gujarat Visit Live: આ ન માત્ર રમતનો કુંભ નથી ગુજરાતની ખેલ શક્તિનો પણ કુંભ છે

  • 12 Mar 2022 07:20 PM (IST)

    PM Narendra Modi Gujarat Visit Live: PM Modi એ અગિયારમાં ખેલ માહાકુંભનું કર્યું ઉદ્ઘાટન

    PM Narendra Modi Gujarat Visit Live: PM Modi એ રીમોટ દ્વારા અગિયારમાં ખેલ માહાકુંભનો પ્રારંભ કરાવ્યો,ગુજરાત સ્પોર્ટ્સ પોલિસી 2022-27નું અનાવરણ કર્યું. મેદાનમાં ઉપસ્થિત લોકોમાં ઉત્સાહનું મોજુ ફરી વળ્યું.

  • 12 Mar 2022 07:09 PM (IST)

    PM Narendra Modi Gujarat Visit Live: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા સભાનું સંબોધન

    PM Narendra Modi Gujarat Visit Live: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ  સભાને સંબોધતા જણાવ્યુ કે 'ગુજરાત ખાવા-પીવામાં મોજીલુ છે, તેનાથી રમત ગમતમાં ભાગ લેવો એ તેનું  ગજુ નહીં આ મેણું ભાંગવા શરૂ કરાયો ખેલ મહાકુંભ', 55 લાખથી વધુ ખેલાડીઓએ કરાવ્યુ છે રજીસ્ટ્રેશન

  • 12 Mar 2022 06:54 PM (IST)

    PM Narendra Modi Gujarat Visit Live: રમત ગમત મંત્રી હર્ષ સંઘવીએ સમગ્ર જન મેદનીને સંબોધ કરી

    PM Narendra Modi Gujarat Visit Live: રમત ગમત મંત્રી હર્ષ સંઘવીએ સરદાર પટેલ સ્ટેડીયમ ખાતે  સમગ્ર જન મેદનીને સંબોધ કરી

  • 12 Mar 2022 06:52 PM (IST)

    PM Narendra Modi Gujarat Visit Live: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે આગમન

    PM Narendra Modi Gujarat Visit Live:  ખેલ મહાકુંભ 2022નો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરદાર પટેલ સ્ટેડિયમ પહોંચ્યા હતા.સમગ્ર મેદાન ભારત માતા કી જય સાથે ગુંજી ઉઠ્યુ

  • 12 Mar 2022 06:22 PM (IST)

    PM Narendra Modi Gujarat Visit Live: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો પહોંચ્યો રીવરફ્રન્ટ

    PM Narendra Modi Gujarat Visit Live: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો પહોંચ્યો રીવરફ્રન્ટ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે 6.30 વાગ્યે ખેલ મહાકુંભનું ઉદઘાટન કરશે

  • 12 Mar 2022 06:13 PM (IST)

    PM Narendra Modi Gujarat Visit Live: રોડ શો શરૂ, એરપોર્ટ રોડ પરથી નીકળ્યા PM મોદી

    PM Narendra Modi Gujarat Visit Live: રોડ શો શરૂ એરપોર્ટ રોડ પરથી નીકળ્યા

  • 12 Mar 2022 05:04 PM (IST)

    PM Narendra Modi Gujarat Visit Live: PM મોદી ગાંધી આશ્રમ પહોંચે એ પહેલા ચુસ્ત બંધોબસ્ત કરાયો

    PM Narendra Modi Gujarat Visit Live: PM મોદી ગાંધી આશ્રમ પહોંચે એ પહેલા ચુસ્ત બંધોબસ્ત કરાયો,સુરક્ષા કરાઇ ચુસ્ત

  • 12 Mar 2022 04:56 PM (IST)

    PM Narendra Modi Gujarat Visit Live: રમત ગમત મંત્રી હર્ષ સંઘવીએ PMના સ્વાગતની તૈયારીની તસવીરો કરી શેર

    PM Narendra Modi Gujarat Visit Live: રમત ગમત મંત્રી હર્ષ સંઘવીએ PMના સ્વાગતની તૈયારીની તસવીરો કરી શેર

  • 12 Mar 2022 04:44 PM (IST)

    PM Narendra Modi Gujarat Visit Live: રમતગમત પ્રધાન હર્ષ સંઘવી સ્ટેડિયમમાં હાજર ટ્વિટ કરી કહ્યુ ALL set

    PM Narendra Modi Gujarat Visit Live: રમતગમત પ્રધાન હર્ષ સંઘવી સ્ટેડિયમમાં હાજર ટ્વિટ કરી કહ્યુ ALL set

  • 12 Mar 2022 04:39 PM (IST)

    PM Narendra Modi Gujarat Visit Live: ખેલ મહાકુંભ માટે 55 લાખથી વધારે લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે

    PM Narendra Modi Gujarat Visit Live: ખેલ મહાકુંભ માટે 55 લાખથી વધારે લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે

  • 12 Mar 2022 01:23 PM (IST)

    PM Narendra Modi Gujarat Visit Live: જીવનનું કોઈ એવું ક્ષેત્ર નથી જ્યાં દીકરીઓ નથી ,બેટીઓ શક્તિ છે તેમાં સુરક્ષા, શિક્ષણ તમામ ક્ષેત્રોમાં દીકરીઓનો પ્રભાવ વધ્યો છે

    PM Narendra Modi Gujarat Visit Live: સેનામાં પણ દીકરીઓ ઉચ્ચ પદ ઉપર છે, જીવનનું કોઈ એવું ક્ષેત્ર નથી જ્યાં દીકરીઓ નથી ,બેટીઓ જે શક્તિ છે તેમાં સુરક્ષા, શિક્ષણ તમામ ક્ષેત્રોમાં દીકરીઓનો પ્રભાવ વધ્યો છે

  • 12 Mar 2022 01:21 PM (IST)

    PM Narendra Modi Gujarat Visit Live: મનમાં માનવતા હોય, માનવતા માટે કઈ કરવાની પ્રેરણા આવે ત્યારે યુનિફોર્મનું માન વધે- પીએમ મોદી

    PM Narendra Modi Gujarat Visit Live: પીએમ મોદીએ જણાવ્યુ હતું કે એક વાર યુનિફોર્મ પહેરીએ એટલે તમને લાગ્યું હશે કે હવે દુનિયા મુઠ્ઠીમાં, પણ એવું ના વિચારતા મિત્રો જયારે મનમાં માનવતા હોય, માનવતા માટે કઈ કરવાની પ્રેરણા આવે ત્યારે યુનિફોર્મનું માન વધે છે.

  • 12 Mar 2022 01:17 PM (IST)

    PM Narendra Modi Gujarat Visit Live: 21મી સદીના પડકારોની સામે રક્ષા ક્ષેત્રમાં આપણી વ્યવસ્થા સુધરે તે માટે આ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીનો જન્મ થયો: PM મોદી

    PM Narendra Modi Gujarat Visit Live: 21મી સદીના પડકારોની સામે રક્ષા ક્ષેત્રમાં આપણી વ્યવસ્થા સુધરે તે માટે આ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીનો જન્મ થયો: PM મોદી

  • 12 Mar 2022 01:16 PM (IST)

    PM Narendra Modi Gujarat Visit Live: આ યુનિવર્સિટી પોલીસ ફોર્સ બનાવવા માટે નથી પણ રાષ્ટ્રની સુરક્ષા માટે છે- પીએમ મોદી

    PM Narendra Modi Gujarat Visit Live: એક જમાનો હતો IIM બન્યું હતું ત્યારે એક મોર્ડલ તરીકે ગણાતું અને હવે આવનાર દિવસ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી નવી ઓળખ બની એક કેન્દ્રનું સ્થાન બનશે. આ પોલીસ ફોર્સ યુનિવર્સિટી નથી રક્ષા આપતી યુનિવર્સિટી છે..

  • 12 Mar 2022 01:14 PM (IST)

    PM Narendra Modi Gujarat Visit Live: આઝાદી બાદ સુરક્ષામાં ઘણા બદલાવની જરૂરિયાત હતી, આજે સુરક્ષાનો મતલબ બદલાયો છે

    PM Narendra Modi Gujarat Visit Live: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યુ કે અંગ્રેજો સુખ ચેનથી શાસન કરવા કદાવર લોકો આપણે કાબુ કરી શકે તેવા ઉદ્દેશ્ય સાથે અંગ્રેજોને રીક્રુટ કરતા હતા, આઝાદી બાદ સુરક્ષામાં ઘણા બદલાવની જરૂરિયાત હતી. આજે ઘણા પરિવર્તનો બાદ આપણી સામે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સીટી છે. પહેલા માત્ર લાકડી અને બંદૂક એટલે સુરક્ષા જો કે આજે સુરક્ષાનો મતલબ બદલાયો છે.

  • 12 Mar 2022 01:11 PM (IST)

    PM Narendra Modi Gujarat Visit Live: આજના જમાનામાં પરિવાર નાનો થઈ ગયો છે, સ્ટ્રેસ માટે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ટ્રેનિંગ આપી રહી છે

    PM Narendra Modi Gujarat Visit Live: આજના જમાનામાં પરિવાર નાનો થઈ ગયો છે, પોલીસમેન ડ્યુટી પુરી કરી હોય પરિવાર બધું સંભાળી લેતા હોય છે.. પણ હવે માઇક્રો ફેમીલી થઈ રહ્યા છે..ઘરમાં કોઈ હોતું નથી એવામાં સ્ટ્રેસ રહેતો હોય છે.. સ્ટ્રેસ માટે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ટ્રેનિંગ આપી રહી છે..

  • 12 Mar 2022 01:08 PM (IST)

    PM Narendra Modi Gujarat Visit Live: પહેલા ચોર પકડવા ઘણો સમય લાગતો હતો હવે સીસીટીવી અને ટેક્નિકલ સર્વેલન્સ પકડાઈ જાય છે

    PM Narendra Modi Gujarat Visit Live: પહેલા ચોર પકડવા ઘણો સમય લાગતો હતો હવે સીસીટીવી અને ટેક્નિકલ સર્વેલન્સ પકડાઈ જય છે..ક્રિમિનલ વર્લ્ડ  ટેકનોલોજીનો ઉપયોગ કરે છે એમ ટેકનોલોજીના ઉપયોગથી ક્રાઇમ ડિટેક્ટ કરવા ટ્રેનિંગ જરૂરી છે.. ફિઝિકલ ફિટ હોવું જરૂરી નથી ટ્રેનિંગ જરૂરી છે..

  • 12 Mar 2022 01:06 PM (IST)

    PM Narendra Modi Gujarat Visit Live: આજે ક્રાઈમ ડિટેક્શનમાં નવી ટેકનોલોજીથી કામ પાર પડી જાય છે, સાચા લોકોના હાથમાં સાચા હથિયાર અને ટ્રેનિંગની જરૂર છે

    PM Narendra Modi Gujarat Visit Live: આજે ક્રાઈમ ડિટેક્શનમાં નવી ટેકનોલોજીથી કામ પાર પડી જાય છે, સાચા લોકોના હાથમાં સાચા હથિયાર અને ટ્રેનિંગની જરૂર છે. આ જ ટેકનોલોજીથી આગળ વધવાની જરૂર છે. આ રક્ષા શક્તિમાં અગર નબળા કે અશક્ત લોકોને પણ પ્રોપર તાલીમ આપવામાં આવશે તો તે સક્ષમ બની જશે

  • 12 Mar 2022 01:04 PM (IST)

    PM Narendra Modi Gujarat Visit Live: આજે કોઈ એક વસ્તુને કેન્દ્રમાં રાખી આગળ વધવું શક્ય નથી- પીએમ મોદી

    PM Narendra Modi Gujarat Visit Live: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યુ કે આજે કોઈ એક વસ્તુને કેન્દ્રમાં રાખી આગળ વધવું શક્ય નથી, આજે દરેક વસ્તુઓમાં આગળ રહેવું જરૂરી છે એટલે આજે લીડર્સ સાથે ડીલ કરવું, નેગોશિયેશન કરવાની જરૂરિયાત છે. જો તેવું ન આવડે તો સ્થિતિ બગડી જાય છે.

  • 12 Mar 2022 01:02 PM (IST)

    PM Narendra Modi Gujarat Visit Live: રક્ષાનાં ક્ષેત્રમાં સામર્થ્ય અને બળની જરૂર, આપણા દેશમાં પોલીસની છબીને નેગેટિવ ચિતરવામાં આવી

    PM Narendra Modi Gujarat Visit Live: રક્ષાનાં ક્ષેત્રમાં સામર્થ્ય અને બળની જરૂર, આપણા દેશમાં પોલીસની છબીને નેગેટિવ ચિતરવામાં આવી અને તેને લઈને સમાજમાં ખોટી છાપ ઉભી થઈ. પોલીસનો માનવતાનો ચહેરો જન સામાન્યમાં ઉભો થઈ રહ્યો હતો તે ફરી થોબી ગયો. વિપરિત વાતાવરણમાં નવયુવાનો નક્કી કરીને નિકળે કે ક્યારેક ને ક્યારેક તમે સામાન્ય લોકોની ચિંતા , અકતા અને સદભાવના બનેલી રહે, ઉમંગ અને ઉત્સવ ગૌરવ સાથે ઉજવાય તે માટે પ્રણ લે.. આ તમામ માટે ટ્રેઈન્ડ લોકોની જરૂર પડશે

  • 12 Mar 2022 12:58 PM (IST)

    PM Narendra Modi Gujarat Visit Live: પહેલાનાં સમય અને અત્યારનો સમય બદલાયો છે, આજે કોમ્યુનિકેશનનું રૂપ અને ઝડપ બદલાઈ ગયુ છે

    PM Narendra Modi Gujarat Visit Live: પહેલાનાં સમય અને અત્યારનો સમય બદલાયો છે, આજે કોમ્યુનિકેશનનું રૂપ અને ઝડપ બદલાઈ ગયુ છે

  • 12 Mar 2022 12:56 PM (IST)

    PM Narendra Modi Gujarat Visit Live: પોલીસ માટે અને દેશની સેના માટે અલગ અલગ ધારણા બંધાઈ છે, સમગ્ર ટ્રેનીંગ મોડેલને બદલવાની જરૂર છે- પીએમ મોદી

    PM Narendra Modi Gujarat Visit Live: પોલીસ માટે અને દેશની સેના માટે અલગ અલગ ધારણા બંધાઈ છે, સમગ્ર ટ્રેનીંગ મોડેલને બદલવાની જરૂર છે- પીએમ મોદી

  • 12 Mar 2022 12:54 PM (IST)

    PM Narendra Modi Gujarat Visit Live: મારા માટે પણ આ યાદગાર અવરસ છે, મોટી કલ્પના સાથે આ યુનિવર્સિટીનું ગઠન કરવામાં આવ્યુ

    PM Narendra Modi Gujarat Visit Live: મારા માટે પણ આ યાદગાર અવરસ છે, મોટી કલ્પના સાથે આ યુનિવર્સિટીનું ગઠન કરવામાં આવ્યુ, આ યુનિવર્સિટી માટે મે ઘણા તજજ્ઞો સાથે વાત કરી હતી અને સાકાર કરી હતી

  • 12 Mar 2022 12:52 PM (IST)

    PM Narendra Modi Gujarat Visit Live: સુરક્ષા ક્ષેત્ર ઘણી મોટી વાત છે, આજે દેશ માટેનું ધરેણુ છે આ રક્ષા શક્તિ યુનિવર્સિટી

    PM Narendra Modi Gujarat Visit Live: સુરક્ષા ક્ષેત્ર ઘણી મોટી વાત છે, આજે દેશ માટેનું ધરેણુ છે આ રક્ષા શક્તિ યુનિવર્સિટી

  • 12 Mar 2022 12:50 PM (IST)

    PM Narendra Modi Gujarat Visit Live: મારા માટે આજે આનંદનો પ્રસંગ , રક્ષા ક્ષેત્રમાં જે લોકો કરિયર બનાવવા માગે છે તેના માટેનો વેલ ટ્રેઈન મેન પાવર અગત્યનો છે- પીએમ મોદી

    PM Narendra Modi Gujarat Visit Live: મારા માટે આજે આનંદનો પ્રસંગ , રક્ષા ક્ષેત્રમાં જે લોકો કરિયર બનાવવા માગે છે તેના માટેનો વેલ ટ્રેઈન મેન પાવર અગત્યનો છે- પીએમ મોદી

  • 12 Mar 2022 12:49 PM (IST)

    PM Narendra Modi Gujarat Visit Live: સતત બીજા દિવસે ઝંઝાવાતી રોડ શો કર્યા બાદ પીએમ મોદી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી પહોંચ્યા, 37 વિદ્યાર્થીઓને પદવી સાથે ડિગ્રી એનાયત કરી

    PM Narendra Modi Gujarat Visit Live: સતત બીજા દિવસે ઝંઝાવાતી રોડ શો કર્યા બાદ પીએમ મોદી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી પહોંચ્યા,  37 વિદ્યાર્થીઓને પદવી સાથે ડિગ્રી એનાયત કરી

  • 12 Mar 2022 12:37 PM (IST)

    PM Narendra Modi Gujarat Visit Live: રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સીટી રાષ્ટ્રને સમર્પિત, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી પોતાનો વ્યાપ વધારી રહી છે-અમિત શાહ

    PM Narendra Modi Gujarat Visit Live: રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સીટી રાષ્ટ્રને સમર્પિત કર્યા બાદ ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યુ હતું કે 2002 થી 2013 સુધી આપણા પ્રધાનમંત્રી એ સમયે મુખ્યમંત્રી હતા કે જેમણે રાજ્યમાં લો એન્ડ ઓર્ડરને એક નવો એપ્રોચ આપ્યો.મોદી જયારે મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે સૌપ્રથમ પોલીસ સ્ટેશનને કોમ્પ્યુટાઈઝ કરવાની કામગીરી કરી અને દેશનું પહેલું રાજ્ય ગુજરાત પોલીસ સ્ટેશન કોમ્પ્યુટરાઈઝ બન્યું હતું તેમણે આધુનિક સોફ્ટવેર બનાવ્યું જેમાં આજે પણ કોઈ બદલાવની જરૂરિયાત નથી. દેશમાં લો યુનિવર્સિટી, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી બનાવવાનું કામ કર્યું છે.

  • 12 Mar 2022 12:33 PM (IST)

    PM Narendra Modi Gujarat Visit Live: રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટીના નવા સંકુલનું PM મોદીએ કર્યું લોકાર્પણ

    PM Narendra Modi Gujarat Visit Live: રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટીના નવા સંકુલનું PM મોદીએ કર્યું લોકાર્પણ

  • 12 Mar 2022 12:30 PM (IST)

    PM Narendra Modi Gujarat Visit Live: RRU નો મુખ્ય ઉદેશ્ય યુવાનોને ઉચ્ચ કક્ષાની સિક્યુરિટી તાલીમ આપવાનો: બિમલ પટેલ કુલપતિ

    PM Narendra Modi Gujarat Visit Live: RRU નો મુખ્ય ઉદેશ્ય યુવાનોને ઉચ્ચ કક્ષાની સિક્યુરિટી તાલીમ આપવાનો છે. છેલ્લા વર્ષમાં 800 થી વધુ વિદ્યાર્થીઓએ જુદા જુદા ફિલ્ડમાં પ્રવેશ મેળવ્યો -બિમલ પટેલ કુલપતિ

  • 12 Mar 2022 12:21 PM (IST)

    PM Narendra Modi Gujarat Visit Live: વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી પહોંચ્યા, હોલમાં લાગ્યા મોદી-મોદીનાં નારા

    PM Narendra Modi Gujarat Visit Live: વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી પહોંચ્યા, હોલમાં લાગ્યા મોદી-મોદીનાં નારા. થોડીવારમાં યુનિવર્સિટીના નવા સંકુલનું લોકાર્પણ કરશે

  • 12 Mar 2022 12:15 PM (IST)

    PM Narendra Modi Gujarat Visit Live: PM Modi ના બે દિવસમાં ત્રીજા રોડ શોનું આયોજન, ઇન્દિરા બ્રિજથી સ્ટેડિયમ સુધી 16 પોઇન્ટ પર સ્વાગત

    PM Narendra Modi Gujarat Visit Live: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પાવર પેક રોડ શો યથાવત છે. અમદાવાદમાં વધુ એક રોડ શો યોજાશે અને તેના માટે પોલીસ બંદોબસ્તથી લઈ ટ્રાફિક વ્યવસ્થા કરી દેવામાં આવી છે. PMનો 2 દિવસમાં ત્રીજો રોડ શો યોજાશે જેમાં ઇન્દિરા બ્રિજથી સ્ટેડિયમ સુધી 16 પોઇન્ટ પર સ્વાગત કરાશે.. નીચેના સ્થળ પર સ્વાગત કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ઈન્દિરાબ્રિજ તાજ હોટલ દફનાળા રિવરફ્રન્ટ અમુલ ક્રોનર સર્કિટ હાઉસ પાછળ ભાગ સુભાષબ્રિજ કોર્નર ગાંધી આશ્રમ ગોલ્ડન હાઇટ્સ

  • 12 Mar 2022 11:25 AM (IST)

    PM Narendra Modi Gujarat Visit Live: PM મોદી ફરી ખુલ્લી જીપમાં થયા સવાર, દહેગામથી ભવ્ય રોડ શૉ શરૂ, મોટા ચીલોડા સર્કલ પર લોકોએ કર્યું ભવ્ય સ્વાગત

    PM Narendra Modi Gujarat Visit Live: PM મોદી ફરી ખુલ્લી જીપમાં થયા સવાર, દહેગામથી ભવ્ય રોડ શૉ શરૂ, મોટા ચીલોડા સર્કલ પર લોકોએ કર્યું ભવ્ય સ્વાગત

  • 12 Mar 2022 11:18 AM (IST)

    PM Narendra Modi Gujarat Visit Live: PM Modi ના રોડ શો માં ઉમટી જનમેદની, ઈન્દિરા બ્રિજથી સરદાર પટેલ સ્ટેડિયમ સુધી બીજો રોડ શો યોજાશે

    PM Narendra Modi Gujarat Visit Live: PM Modi ના રોડ શો માં ઉમટી જનમેદની, ઈન્દિરા બ્રિજથી સરદાર પટેલ સ્ટેડિયમ સુધી બીજો રોડ શો યોજાશે. આ માર્ગ પર વડાપ્રધાનનું સ્વાગત પણ કરવામાં આવશે

  • 12 Mar 2022 10:54 AM (IST)

    PM Narendra Modi Gujarat Visit Live: વડાપ્રધાન મોદીનો સતત બીજા દિવસે મેગો રોડ શો, કાર્યકરોમાં જોશનો માહોલ

    PM Narendra Modi Gujarat Visit Live: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત બીજા દિવસે મેગા રોડ શોની શરૂઆત દબદબાભેર કરી હતી. ખુલ્લી જીપની જગ્યાએ તેમણે બંધ કારમાં બેસીને જ કાર્યકરોનું અભિવાદન ઝીલ્યુ હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો તેમને વધાવી લેવા માટે પહોચ્યા હતા.

  • 12 Mar 2022 10:39 AM (IST)

    PM Narendra Modi Gujarat Visit Live: વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજભવનથી રવાના, PM અને CM એક જ કારમાં સવાર

    PM Narendra Modi Gujarat Visit Live:  પીએમ રાજ ભવનથી રવાના થયા છે. પીએમ અને સીએમ બંને એક જ કારમાં રવાના થયા હતા. દહેગામમાં પીએમ અને સીએમ રોડ શો કરશે, મળતી માહિતિ પ્રમાણે ખુલ્લી જીપમાં પીએમ રોડ શો કરશે

  • 12 Mar 2022 10:18 AM (IST)

    PM Narendra Modi Gujarat Visit Live: રાષ્ટ્રિય રક્ષા શક્તિનો પ્રથમ પદવીદાન સમારોહ, 1090 વિદ્યાર્થીઓને પદવી આપવામા આવશે

    PM Narendra Modi Gujarat Visit Live: રાષ્ટ્રિય રક્ષા શક્તિનો પ્રથમ પદવીદાન સમારોહ પ્રસંગે હાજરી આપવા માટે વડાપ્રધાન ખાસ ઉપસ્થિત રહેવાના છે અને તેમની સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ખાસ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં 1090 વિદ્યાર્થીઓને પદવી આપવામા આવશે. 13 વિદ્યાર્થીઓને ડોક્ટરેટ તો 38 ને ગોલ્ડ મેડલ એનાયત થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનીવર્સિટીના નવ નિર્મિત કેમ્પસનુ લોકાર્પણ પણ કરશે.

  • 12 Mar 2022 10:06 AM (IST)

    PM Narendra Modi Gujarat Visit Live: વડાપ્રધાન મોદીનાં પ્રવાસનો બીજો દિવસ, રાજ ભવનથી દહેગામ સુધીના રોડ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત

    PM Narendra Modi Gujarat Visit Live: PM મોદીનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. વડાપ્રધાન રાજભવનથી નીકળી ચીલોડા થઈ દહેગામ જશે. ચીલોડા ખાતે ગાંધીનગર દક્ષિણ ધારાસભ્ય શંભુજી ઠાકોર કાર્યકર્તા સાથે પહોચ્યા હતા તેમણે લાડુ મિઠાઈ વહેચી વડાપ્રધાનના કાર્યક્રમને આવકાર્યો હતો. જણાવી દઈએ કે દહેગામની રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના કોન્વોકેશન સમારોહમાં પીએમ મોદી હાજરી આપવાના છે અને તેમણે અગાઉ ટ્વિટ પણ કર્યુ હતું. વડાપ્રધાનનાં મેગા રોડ શો ને લઈ રાજ ભવનથી દહેગામ સુધીના રોડ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.

  • 12 Mar 2022 09:12 AM (IST)

    PM Narendra Modi Gujarat Visit Live: અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે પીએમ મોદી ખેલમહાકુંભને ખુલ્લો મુકશે, સ્ટેડિયમમાં તડામાર તૈયારીઓ

    PM Narendra Modi Gujarat Visit Live: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે ત્યારે આજે પણ પીએમ મોદી અનેક કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિય ખાતે પીએમ મોદી ખેલમહાકુંભને ખુલ્લો મુકવાના છે, જેને લઇ સરદાર પટેલ સ્ટેડિયમમાં તડામાર તૈયારીઓ થઇ રહી છે જેના ભાગરૂપે સરદાર પટેલ સ્ટેડિયમ પર ગ્રાન્ડ રિહર્સલ યોજાયું હતું. સ્ટેડિયમમાં કેવી તૈયારીઓ ચાલી રહી છે તેની સમીક્ષા કરવા માટે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી સરદાર પટેલ સ્ટેડિયમ પહોંચ્યાં હતા અને તૈયારીઓની સમીક્ષા કરી હતી એટલું જ નહીં હર્ષ સંઘવીએ ગાયક અને ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી

  • 12 Mar 2022 09:10 AM (IST)

    PM Narendra Modi Gujarat Visit Live: રક્ષા શક્તિ યુનિવર્સિટી પહોચતા પહેલા વડાપ્રધાને કર્યુ ટ્વિટ

    PM Narendra Modi Gujarat Visit Live: વડાપ્રધાન મોદી ગાંધીનગર રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની કાર્યક્રમમાં હાજર રહેશે..જ્યાં યુનિવર્સિટીના નવા સંકુલનું લોકાર્પણ કરશે. તેમણે કાર્યક્રમમાં પહોચતા પહેલા ટ્વિટ પણ કર્યુ હતું

  • 12 Mar 2022 09:04 AM (IST)

    PM Narendra Modi Gujarat Visit Live: વડાપ્રધાન મોદીનાં આજનાં કાર્યક્રમ પર નજર

    PM Narendra Modi Gujarat Visit Live:

    •     સવારે 10 વાગ્યે – ગાંધિનગરમાં સેક્ટર 30થી ચિલોડા સર્કલ સુધી રોડ શો
    • – સવારે 11 વાગ્યે – રક્ષાશક્તિ યુનિવર્સિટી કેમ્પસ થાચે આગમન, દહેગામ
    • – સવારે 11.15 વાગ્યે – રક્ષાશક્તિ યુનિવર્સિટીના નવા સંકુલનું લોકાર્પણ- પદવીદાન સમારોહ
    • – બપોરે 1 વાગ્યે – રાજભવન પરત
    • – સાંજે 6 વાગ્યે – અમદાવાદ, નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે 11માં ખેલ મહાકુંભનું ઉદ્ધઘાટન
    • – રાત્રે 8 વાગ્યે – સ્ટેડિયમથી એરપોર્ટ રવાના
    • – રાત્રે 8.30 વાગ્યે – અમદાવાદથી નવી દિલ્હી વિશેષ વિમાન મારફતે રવાના
  • 12 Mar 2022 08:59 AM (IST)

    PM Narendra Modi Gujarat Visit Live: કોમર્સ સર્કલથી સ્ટેડીયમ છ રસ્તા સુધીનો માર્ગ વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત

    PM Narendra Modi Gujarat Visit Live: અમદાવાદમાં તા. 12 માર્ચ 2022ના રોજ સરદાર પટેલ સ્ટેડીયમ, નવરંગપુરા ખાતે ‘ખેલ મહાકુંભ-2022’નો કાર્યક્રમ યોજાવાનો છે. આ કારણે બપોરે 2:00 વાગ્યાથી કાર્યક્રમની સમાપ્તિ સુધી 2 માર્ગ બંધ રહેવાના છે. તેમાં સરદાર પટેલ બાવલા સર્કલથી સ્ટેડીયમ છ રસ્તા તથા ઈન્કમટેક્સ ચાર રસ્તાથી સ્વસ્તીક ચાર રસ્તા તથા લખુડી સર્કલથી સ્ટેડીયમ છ રસ્તા તથા કોમર્સ સર્કલથી સ્ટેડીયમ છ રસ્તા સુધીનો માર્ગ વાહનોની અવર-જવર માટે પ્રતિબંધીત રહેશે. તેના વૈકલ્પિક માર્ગ તરીકે ઉસ્માનપુરા ચાર રસ્તા થઈને ઈન્કમટેક્સ ઓવરબ્રિજ થઈને બુટ્ટાસિંગ ચાર રસ્તા થઈને મીઠાખળી સર્કલ થઈને ગીરીશ કોલ્ડડ્રીંક્સ ચાર રસ્તા થઈ સ્વસ્તીક ચાર રસ્તા સુધીના માર્ગનો ઉપયોગ કરી શકાશે. તે સિવાય લખુડી સર્કલથી દર્પણ સર્કલ થઈ વિજય ચાર રસ્તાથી દાદાસાહેબના પગલાથી કોમર્સ સર્કલ સુધીના માર્ગનો ઉપયોગ કરી શકાશે.

  • 12 Mar 2022 08:53 AM (IST)

    PM Narendra Modi Gujarat Visit Live: સરદાર પટેલ સ્ટેડિયમમાં 1100 કલાકારો સાથે ભવ્ય લાઈટિંગનો કાર્યક્રમ

    PM Narendra Modi Gujarat Visit Live: 12 માર્ચે વડાપ્રધાન રાજભવનથી નીકળીને અમદાવાદ નવરંગપુરા ખાતે આવેલા સરદાર પટેલ સ્ટેડિયમમાં ખેલ મહાકુંભનો શુભારંભ કરાવશે. જેના હોર્ડિંગ અમદાવાદમાં લગાવવામાં આવ્યા છે. સરદાર પટેલ સ્ટેડિયમમાં 1100 કલાકારો સાથે ભવ્ય લાઈટિંગનો કાર્યક્રમ થશે. માત્ર ખેલાડીઓ જ નહીં સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા લોકો પણ તેમાં હાજર રહેશે. ખેલ મહાકુંભ રાજ્યમાં 500થી વધુ જગ્યાએ યોજાશે. 50 લાખથી વધુ લોકોએ ખેલ મહાકુંભમાં રજિસ્ટ્રેશન કર્યું છે.

  • 12 Mar 2022 08:51 AM (IST)

    PM Narendra Modi Gujarat Visit Live: ઉત્તરપ્રદેશમાં જીત બાદ વડાપ્રધાનનો પાવર પેક રોડ શો, લાખોની સંખ્યામાં લોકોએ કર્યુ અભિવાદન

    PM Narendra Modi Gujarat Visit Live: ગાંધીનગરમાં સવારે 10 કલાકે સોક્ટર 30થી રોડશો કરશે, 11 કલાકે PM રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના કાર્યક્રમમાં હાજર રહેશે. જ્યાં યુનિવર્સિટીના નવા સંકુલનું લોકાર્પણ કરશે. તેઓ અહીં પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. ત્યારબાદ તેઓ બપોરે 1 કલાકે રાજભવન પરત ફરશે. સાંજે રાજભવનથી નીકળીને વડાપ્રધાન મોદી અમદાવાદ નવરંગપુરા ખાતે આવેલા સરદાર પટેલ સ્ટેડિયમમાં (Sardar PateL Stadium ) સાંજે 6 કલાકે અમદાવાદમાં ખેલ મહાકુંભનોને(Khel Mahakumbh ) શુભારંભ કરાવશે

    આજે ફરી મોદીનો રોડ શો, ગાંધીનગરમાં સેક્ટર 30 થી ખુલ્લી જીપમાં ચિલોડા સર્કલ સુધી જશે

  • 12 Mar 2022 08:47 AM (IST)

    PM Narendra Modi Gujarat Visit Live: ગાંધીનગરમાં સેક્ટર 30 થી ખુલ્લી જીપમાં ચિલોડા સર્કલ સુધી જશે

    PM Narendra Modi Gujarat Visit Live: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ((PM Modi) બે દિવસના પ્રવાસે ગુજરાતમાં આવ્યા છે. ગઈ કાલે એટલે કે 11 માર્ચના રોજ રોડ શો અને સરપંચ સંમેલન બાદ પોતાના પ્રવાસના બીજા દિવસે એટલે 12 માર્ચના રોજ વડાપ્રધાન મોદી ગાંધીનગર (Gandhinagar) માં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. ગાંધીનગરમાં સવારે 10 કલાકે સોક્ટર 30થી રોડશો કરશે, 11 કલાકે PM રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના કાર્યક્રમમાં હાજર રહેશે. જ્યાં યુનિવર્સિટીના નવા સંકુલનું લોકાર્પણ કરશે.

Published On - Mar 12,2022 8:36 AM

Follow Us:
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
g clip-path="url(#clip0_868_265)">