DA Hike: કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 %નો વધારો, જાણો કેટલો વધ્યો પગાર
7th Pay Commission આ વધારો પાછલી અસર એટલે કે, 1 જાન્યુઆરી, 2022થી અમલમાં આવશે. તેનાથી લગભગ 47.68 લાખ કર્મચારીઓ અને 68.62 લાખ પેન્શનધારકોને ફાયદો થશે.
કેન્દ્ર સરકારના કર્મચારીઓ (Central Government Employees) માટે સારા સમાચાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકારે, તેમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA)માં ત્રણ ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. આજે મળેલી કેન્દ્રીય કેબિનેટની (Central cabinet) બેઠકમાં તેને મંજૂરી આપવામાં આવી હતી. આ સાથે કેન્દ્રીય કર્મચારીઓનો (Central employees) ડીએ હવે 31 ટકાથી વધીને 34 ટકા થઈ ગયો છે. આ વધારો પાછલી અસર એટલે કે, 1 જાન્યુઆરી, 2022થી અમલમાં આવશે. તેનાથી લગભગ 47.68 લાખ કર્મચારીઓ અને 68.62 લાખ પેન્શનધારકોને ફાયદો થશે. સરકારના આ નિર્ણયથી, સરકારી તિજોરી પર દર વર્ષે 9544.50 કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે.
કેન્દ્ર સરકારના કર્મચારીઓનો DA વર્ષમાં બે વાર જાન્યુઆરી અને જુલાઈ વચ્ચે અપડેટ કરવામાં આવે છે. DA ની ગણતરી મોંઘવારી ભથ્થાના વર્તમાન દરને મૂળ પગાર સાથે ગુણાકાર કરીને કરવામાં આવે છે. ડીએ, સરકારી કર્મચારીઓ અને જાહેર ક્ષેત્રના કર્મચારીઓ અને પેન્શનરોને આપવામાં આવે છે. તે કર્મચારીઓને તેમના જીવન ખર્ચમાં મદદ કરવા માટે આપવામાં આવે છે.
કેટલો ફાયદો થશે
ડીએમાં વધારા સાથે, 18,000 રૂપિયાના મૂળ પગાર પર મોંઘવારી ભથ્થું હવે 6,120 રૂપિયા થઈ જશે. એ જ રીતે, મહત્તમ પગાર સ્લેબ ધરાવતા કર્મચારીઓનું ડીએ વધીને 19346 રૂપિયા પ્રતિ માસ થશે. કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓને 18 મહિના એટલે કે 1 જાન્યુઆરી, 2020 થી 30 જૂન, 2021 વચ્ચે ડીએ ચૂકવ્યો નથી. કર્મચારીઓ લાંબા સમયથી તેની ચૂકવણીની માંગ કરી રહ્યા છે.
- કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો
- કર્મચારીઓનું ડીએ હવે 31 થી વધીને 34 ટકા થયુ
- 47.68 લાખ કર્મચારીઓ અને 68.62 લાખ પેન્શનરોને ફાયદો
- સરકારી તિજોરી પર દર વર્ષે 9544.50 કરોડનો બોજ પડશે
આ પણ વાંચોઃ
Jammu Kashmir: CRPF કેમ્પ ઉપર બુરખાધારી મહિલાએ ફેક્યો પેટ્રોલ બોમ્બ, જુઓ વીડિયો
આ પણ વાંચોઃ