7th Pay Commission: સરકારી કર્મચારીઓનું DA વધ્યું, જાણો હવે દર મહિને કેટલો વધુ મળશે પગાર

સરકારે કહ્યું કે DA અને DR વધારવાના નિર્ણયથી 47 લાખ કર્મચારીઓ અને 68 લાખ પેન્શનરોને ફાયદો થશે. જેના કારણે કેન્દ્ર સરકારને દર વર્ષે 9544 કરોડ રૂપિયા વધારાના ખર્ચવા પડશે. સારી વાત એ છે કે DA અને DRમાં વધારો 1 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવ્યો છે.

7th Pay Commission: સરકારી કર્મચારીઓનું DA વધ્યું, જાણો હવે દર મહિને કેટલો વધુ મળશે પગાર
7th Pay Commission
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 04, 2022 | 8:50 AM

કેન્દ્રીય કર્મચારીઓ(central government employees)માટે તાજેતરમાં સારા સમાચાર આવ્યા છે. સરકારે 7મા પગાર પંચ(7th Pay Commission) હેઠળ કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું (DA) અને પેન્શનરો માટે મોંઘવારી રાહત (DR) વધારવાની જાહેરાત કરી છે. કર્મચારીઓ અને પેન્શનરો માટે ડીએ અને ડીઆરમાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણય સાથે કેન્દ્રીય કર્મચારીઓને તેમના પગારની સાથે 34%ના દરે DA મળશે. નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય સમિતિની બેઠકમાં આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. વડા પ્રધાનની અધ્યક્ષતામાં યોજાયેલી આ મહત્વપૂર્ણ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે DA અને DR વધારવાની અવધિ 1 જાન્યુઆરી, 2022થી લાગુ કરવામાં આવી રહી છે. બેઝિક પગાર અથવા પેન્શન પર પહેલાથી જ લાગુ 31 ટકાના દરમાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. મોંઘવારીને જોતા કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓને આ ભથ્થું આપવાનો નિર્ણય કર્યો છે.

સરકારે કહ્યું કે DA અને DR વધારવાના નિર્ણયથી 47 લાખ કર્મચારીઓ અને 68 લાખ પેન્શનરોને ફાયદો થશે. જેના કારણે કેન્દ્ર સરકારને દર વર્ષે 9544 કરોડ રૂપિયા વધારાના ખર્ચવા પડશે. સારી વાત એ છે કે DA અને DRમાં વધારો 1 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવ્યો છે. એટલે કે તે ઉમેરીને કર્મચારીઓને બાકીના નાણાં મળશે. 2020માં સરકારે DA-DR બંધ કરવાનો નિર્ણય લીધો હતો. કોવિડ રોગચાળા અને તેના કારણે અર્થતંત્રને થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને સરકારે વર્તમાન કર્મચારીઓ અને પેન્શનરો માટે DA-DR બંધ કરવાની જાહેરાત કરી હતી. તેની બાકી રકમ પણ આપવામાં આવી નથી.

તાજેતરના વધારા બાદ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે DA વધારીને 34 ટકા કરી દેવામાં આવ્યો છે. જુલાઈ 2021 સુધી મોંઘવારી ભથ્થાનો દર 17 ટકા હતો એટલે કે છેલ્લા છ મહિનામાં સૈનિકો માટેનું ભથ્થું બમણું કરવામાં આવ્યું છે. જુલાઈ પછી સરકારે DAમાં 11 ટકાના વધારાની જાહેરાત કરી હતી જે તેને 28 ટકા કરી હતી અને ત્યારબાદ 3 ટકા DAમાં વધારો કર્યો હતો.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ ચોલી, હાથમાં ચૂડો, હેવી જ્વેલરી..લગ્નના લહેંગામાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

પગાર કેટલો વધશે

આ નવા વધારા બાદ કેન્દ્ર સરકારના કર્મચારીઓને બેઝિક સેલેરીમાંથી DAના વર્તમાન દરે 34 ટકા મોંઘવારી ભથ્થું મળશે. DA ની આ ગણતરી એવા કર્મચારીના પગારને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે જેનો મૂળ પગાર રૂ. 18,000 છે. અગાઉ કર્મચારીને 31 ટકા ડીએના દરે 5,580 રૂપિયા મળતું હતું. તાજેતરના વધારા પછી, કર્મચારીને 6,120 રૂપિયાનું DA મળશે. આનો અર્થ એ થયો કે તાજેતરના ડીએ વધારા બાદ 540 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. કર્મચારીઓને મોંઘવારીથી રાહત આપવા માટે સરકાર દર વર્ષે જાન્યુઆરી અને જુલાઈમાં DA-DRમાં ફેરફાર કરે છે.

આ પણ વાંચો : ભારતે કરી 418 અરબ ડોલરનો રેકોર્ડ નિકાસ, ગોયલે કહ્યું- દેશના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું

આ પણ વાંચો : ભારત-ઓસ્ટ્રેલિયા વેપાર કરાર રસોઇયા અને યોગ પ્રશિક્ષકો માટે નવા અવસર ખોલશે: પીયૂષ ગોયલ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- https://twitter.com/i/communities/1510157097425539074

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">