7th Pay Commission: કેન્દ્ર સરકાર DA અને પગારમાં ફરી વધારો કરશે, જાણો કેટલો મળશે લાભ

અહેવાલો અનુસાર 50 લાખથી વધુ કેન્દ્ર સરકારના કાયમી કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરોને આનો લાભ મળશે. જાન્યુઆરી 2020 માં DA માં 4% , જૂન 2020 માં 3% અને જાન્યુઆરી 2021 માં 4% નો વધારો કરવામાં આવ્યો હતો.

7th Pay Commission: કેન્દ્ર સરકાર DA અને પગારમાં ફરી વધારો કરશે, જાણો કેટલો મળશે લાભ
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2021 | 12:56 PM

કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA) માં ફરીથી વધારો કરવા માટે તૈયાર છે. અગાઉ ઓગસ્ટમાં કેન્દ્રએ તેના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે 7 માં પગાર પંચ હેઠળ DA માં વધારો કર્યો હતો. જુલાઈ 2021 થી DA 17% થી વધારીને 28% કરવામાં આવ્યું હતું . હવે તાજેતરના અહેવાલો અનુસાર DA માં ફરી વધારો થવાની સંભાવના છે.

અહેવાલો અનુસાર 50 લાખથી વધુ કેન્દ્ર સરકારના કાયમી કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરોને આનો લાભ મળશે. જાન્યુઆરી 2020 માં DA માં 4% , જૂન 2020 માં 3% અને જાન્યુઆરી 2021 માં 4% નો વધારો કરવામાં આવ્યો હતો. જુદી જુદી શ્રેણીઓ માટે HRA માં 1-3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્રએ અગાઉ કહ્યું હતું કે X, Y અને Z જેવા શહેરોની શ્રેણી અનુસાર કેન્દ્ર સરકારના કર્મચારીઓને HRA આપવામાં આવશે. , X શ્રેણીના શહેરો માટે HRA બેઝિક પગારના 27% હશે. તેવી જ રીતે HRA Y કેટેગરીના શહેરો માટે મૂળભૂત પગારનો 18% અને Z શ્રેણીના શહેરો માટે બેઝિક પગારનો 9% હશે.

માર્ગદર્શિકા મુજબ જો શહેરની વસ્તી 5 લાખથી વધુ હોય તો તે Z કેટેગરીમાંથી Y કેટેગરીમાં અપગ્રેડ થાય છે. એટલે કે 9% ને બદલે 18% HRA કર્મચારીઓને આપવામાં આવશે. જે શહેરોની વસ્તી 50 લાખથી વધુ છે તે X કેટેગરીમાં આવે છે. ત્રણેય કેટેગરી માટે ન્યૂનતમ ઘર ભાડું ભથ્થું 5400, 3600 અને 1800 રૂપિયા હશે. ખર્ચ વિભાગ અનુસાર જ્યારે મોંઘવારી ભથ્થું 50%સુધી પહોંચશે ત્યારે HRA ઘટાડીને 30%, 20%અને 10%કરવામાં આવશે. X, Y અને Z શહેરો માટે.અનુક્રમે રહેશે.

રસ્તા પર અંતિમયાત્રા જોવી એ શું સંકેતો આપે છે?
ઘોડાની નાળમાંથી બનેલી વીંટી પહેરવી યોગ્ય છે કે અયોગ્ય? પ્રેમાનંદ મહારાજે આપ્યો સચોટ જવાબ
Mauni Amavasya 2025: મૌની અમાસ પર બની રહ્યો ત્રિવેણી યોગ! આ 5 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ
Tech Tips: Phoneમાં નથી આવતુ નેટવર્ક? તો બસ કરી લો આ કામ
આજનું રાશિફળ તારીખ : 23 જાન્યુઆરી, 2025
Luxury Train : દુનિયાની સૌથી મોંઘી ટ્રેન છે ભારતમાં, ભાડું જાણી ચોંકી જશો

કેન્દ્રીય કર્મચારીઓને ફરી એક સારા સમાચાર મળી શકે છે. કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું (DA) અને પેન્શનરો માટે મોંઘવારી રાહત (DR) વધીને 31 ટકા થઈ શકે છે. એટલે કે કર્મચારીઓનો DA ત્રણ ટકા વધી શકે છે. જુલાઈ 2021 માટે મોંઘવારી ભથ્થું (DA) હજી નક્કી કરવામાં નથી આવ્યું, પરંતુ જાન્યુઆરીથી મે 2021 માટે AICPI આંકડાથી ખબર પઢી છે તો તે 3 ટકા સુધી વધી શકે છે. આ વધારો દિવાળી સુધી મળી શકે છે.

આ પણ વાંચો :  Gautam Adani ની આ કંપનીએ ચાલુ વર્ષમાં 330% રિટર્ન આપ્યું, આજે સ્ટોકે નવી સર્વોચ્ચ સપાટી નોંધાવી

આ પણ વાંચો : કોર્ટના એક નિર્ણયે Anil Ambani અને તેમના રોકાણકારોની કિસ્મત પલટી , ટૂંક સમયમાં દેવા મુક્ત થઈ જશે આ કંપની

g clip-path="url(#clip0_868_265)">