Gautam Adani ની આ કંપનીએ ચાલુ વર્ષમાં 330% રિટર્ન આપ્યું, આજે સ્ટોકે નવી સર્વોચ્ચ સપાટી નોંધાવી

adani transmission નો શેર આજે પણ તેજી સાથે કારોબાર કરી રહ્યો છે. સ્ટોક આજે 1,950.00 ના સ્તરે ખુલ્યો હતો અને 1,954.15 ની સર્વોચ્ચ સપાટી સુધી ઉછળ્યો હતો. કંપનીની માર્કેટ કેપ પાર વધીને 2.14 લાખ કરોડને પર પહોંચી ગઈ છે.

Gautam Adani ની આ કંપનીએ ચાલુ વર્ષમાં 330% રિટર્ન આપ્યું, આજે સ્ટોકે નવી સર્વોચ્ચ સપાટી નોંધાવી
Gautam Adani
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2021 | 9:20 AM

દેશના બીજા સૌથી મોટા કારોબારી ગૌતમ અદાણી(Gautam Adani)ની કંપની અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ (Adani Transmission Ltd)ના શેરમાં સતત વધારો થઈ રહ્યો છે. મંગળવારે જબરદસ્ત ઉછાળા બાદ આજે બુધવારે શેર ઓલટાઇમ હાઇ પર પહોંચ્યો છે. મંગળવારે BSE પર કંપનીનો શેર 3.82 ટકા વધીને રૂ 1,942.40 પર બંધ થયો. આ સાથે કંપનીનું માર્કેટ કેપ 213,627 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું અને દેશની સૌથી મોટી કાર ઉત્પાદક મારુતિ સુઝુકીને પાછળ છોડી દીધી.

આજે સ્ટોકની સ્થિતિ adani transmission નો શેર આજે પણ તેજી સાથે કારોબાર કરી રહ્યો છે. સ્ટોક આજે 1,950.00 ના સ્તરે ખુલ્યો હતો અને 1,954.15 ની સર્વોચ્ચ સપાટી સુધી ઉછળ્યો હતો. કંપનીની માર્કેટ કેપ પાર વધીને 2.14 લાખ કરોડને પર પહોંચી ગઈ છે.

અદાણી ટ્રાન્સમિશન હવે દેશની 21 મી સૌથી મૂલ્યવાન કંપની  મારુતિ 22 મા સ્થાને સરકી ગઈ છે અને અદાણી ટ્રાન્સમિશન હવે દેશની 21 મી સૌથી મૂલ્યવાન કંપની બની છે. મારુતિની માર્કેટ કેપ 208,284 કરોડ રૂપિયા છે. અદાણી ટ્રાન્સમિશનનો સ્ટોક આ વર્ષે 346 ટકા ઉપર ગયો છે અને અદાણી ગ્રુપની સૌથી મૂલ્યવાન કંપની બની ગઈ છે. અદાણી ગ્રીન એનર્જીનું માર્કેટ કેપ 1.86 લાખ કરોડ, અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડનું 1.68 લાખ કરોડ, અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનનું 1.51 લાખ કરોડ અને અદાણી ટોટલ ગેસનું માર્કેટ કેપ રૂ. 1.5 લાખ કરોડ છે.

કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1

અદાણીની સંપત્તિ છેલ્લા કેટલાક વર્ષોમાં અદાણી ટ્રાન્સમિશન દેશમાં સૌથી આકર્ષક ઇન્ટીગ્રેટેડ પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન કંપની તરીકે ઉભરી આવી છે. તેનું લક્ષ્ય 2022 સુધીમાં 20,000 સર્કિટ કિલોમીટર ટ્રાન્સમિશન લાઈનો નાખવાનું છે. તાજેતરના દિવસોમાં અદાણી ગ્રુપના શેરમાં વધારો થવાને કારણે ગૌતમ અદાણીની નેટવર્થ પણ વધી છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર તે 72.2 અબજ ડોલરની નેટવર્થ સાથે વિશ્વના ધનિકોની યાદીમાં 14 માં સ્થાને છે. આ વર્ષે તેમની નેટવર્થમાં 38.8 અબજ ડોલરનો વધારો થયો છે.

Anil Ambani ની આ કંપની પણ દેવામુક્ત બનશે સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્ણય બાદ રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર(Reliance Infrastructure) ને દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) પાસેથી 7100 કરોડ રૂપિયા મળશે. દિલ્હી સરકાર અને કેન્દ્ર પાસે DMRC માં 50-50 ટકા હિસ્સો છે. કંપનીના ચેરમેન અનિલ અંબાણી(Anil Ambani)એ મંગળવારે શેરધારકોને આ માહિતી આપી હતી. અંબાણીએ કહ્યું કે DMRC તરફથી મળેલ પેમેન્ટનો ઉપયોગ કંપનીનું દેવું ચૂકવવા માટે કરવામાં આવશે. કંપની પર રૂ 3,808 કરોડનું દેવું છે. આ પછી કંપની દેવામુક્ત બનશે.

આ પણ વાંચો :  કોર્ટના એક નિર્ણયે Anil Ambani અને તેમના રોકાણકારોની કિસ્મત પલટી , ટૂંક સમયમાં દેવા મુક્ત થઈ જશે આ કંપની

આ પણ વાંચો : શું BANKING ક્ષેત્રમાં કટોકટી આવશે ? ચાલુ વર્ષે BAD LOAN 10 લાખ કરોડને પાર પહોંચવાના એંધાણ

g clip-path="url(#clip0_868_265)">