EPFOની મોટી જાહેરાત, હવે નોકરી બદલવા પર PF એકાઉન્ટ નહીં કરાવવું પડે ટ્રાન્સફર, સેન્ટ્રલાઈઝ સિસ્ટમથી થઈ જશે કામ
સેન્ટ્રલાઈઝ સિસ્ટમની મદદથી કર્મચારીનું ખાતું મર્જ થશે. અત્યાર સુધી આ નિયમ છે કે જ્યારે કોઈ કર્મચારી એક કંપની છોડી બીજી કંપનીમાં જાય છે તો તે પીએફના પૈસા ઉપાડી લે છે અથવા બીજી કંપનીમાં ટ્રાન્સફર કરે છે. અત્યાર સુધી ટ્રાન્સફર કરાવવાનું કામ જાતે કરવું પડતું હતું.
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઓની બેઠકમાં શનિવારે એક મોટી જાહેરાત કરવામાં આાવી છે. બેઠકમાં નિર્ણય થયો કે પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટના સેન્ટ્રલાઈઝ IT સિસ્ટમને મંજૂરી આપવામાં આવશે. તેનો અર્થ થયો કે કોઈ કર્મચારી નોકરી બદલે છે અથવા એક કંપનીમાંથી બીજી કંપનીમાં જોઈન કરે છે તો પીએફ એકાઉન્ટ ટ્રાન્સફર કરવાની ઝંઝટમાંથી છુટકારો મળશે. આ કામ ઓટોમેટિક થઈ જશે.
સેન્ટ્રલાઈઝ સિસ્ટમની મદદથી કર્મચારીનું ખાતું મર્જ થશે. અત્યાર સુધી આ નિયમ છે કે જ્યારે કોઈ કર્મચારી એક કંપની છોડી બીજી કંપનીમાં જાય છે તો તે પીએફના પૈસા ઉપાડી લે છે અથવા બીજી કંપનીમાં ટ્રાન્સફર કરે છે. અત્યાર સુધી ટ્રાન્સફર કરાવવાનું કામ જાતે કરવું પડતું હતું.
હાલમાં શું છે નિયમ
આ માટે જૂની અને નવી કંપનીમાં કેટલીક કાગળોની ઔપચારિકતાઓ છે જે પૂરી કરવી પડશે. આ પેપરવર્કના કારણે ઘણા લોકો જૂની કંપનીમાં પીએફના પૈસા છોડી દે છે. નવી કંપનીમાં પહેલાના UAN પર જ બીજું પીએફ એકાઉન્ટ બની જાય છે પણ આ પીએફ ખાતામાં પૂરૂ બેલેન્સ નથી દેખાતું, કારણ કે કર્મચારી જુના ખાતાને નવા સાથે મર્જ નહતા કરાવી શકતા. હવે આ ઝંઝટમાંથી છુટકારો મળશે.
શું થશે ફેરફાર
સેન્ટ્રલાઈઝ સિસ્ટમ પીએફના ખાતાધારકોના અલગ અલગ એકાઉન્ટને મર્જ કરી એક એકાઉન્ટ બનાવશે. તેનાથી ખાતાઓને મર્જ કરવાની ઝંઝટ ખત્મ થઈ જશે અને કર્મચારી ઘણા પ્રકારના પેપર વર્કની કાર્યવાહીથી બચી શકશે. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં થયેલી ઈપીએફઓની 229મી બોર્ડ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો.
ઈપીએફઓના કેન્દ્રીય ટ્રસ્ટી બોર્ડની બેઠકમાં ઘણા મુદ્દાઓ પર વિચાર ચાલી રહ્યો છે. તેમાં પીએફના વ્યાજદર વધારવાથી લઈને પેન્શનરો માટે લઘુત્તમ પેન્શનની રકમ 1,000 રૂપિયાથી વધારીને 3,000 રૂપિયા કરવામાં આવે તેવી શક્યતા છે. જો કે, ટ્રેડ યુનિયનોએ માંગ કરી છે કે શ્રમ મંત્રાલય અને EPFO પેન્શન વધારીને 6,000 રૂપિયા કરે.
InvITs ફંડમાં લાગશે પીએફના પૈસા
આ સાથે જ EPFOના સેન્ટ્રલ બોર્ડે FIAC કમિટીને કેસ-ટુ-કેસના આધારે રોકાણ કરવાનો અધિકાર આપ્યો છે. ભારત સરકાર દ્વારા નોટિફાઈડ તમામ એસેટ ક્લાસમાં હવે EPFO રોકાણ કરી શકશે. ટ્રસ્ટી બોર્ડની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો કે EPFOનીન વાર્ષિક જમા રકમનો 5 ટકા હિસ્સો હવે અલ્ટરનેટિવ ઈન્વેસ્ટમેન્ટસમાં રોકાણ કરવામાં આવશે. વૈકલ્પિક રોકાણ ભંડોળમાં InvITs ફંડનો સમાવેશ થાય છે જે મ્યુચ્યુઅલ ફંડ્સ જેવા જ હોય છે. InvITs ફંડ સંપૂર્ણપણે સરકારી માલિકીનું છે અને SEBI દ્વારા નિયંત્રિત છે.
આ પણ વાંચો: CM ભુપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ અને રાજકોટ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરીનું ખાતમુહૂર્ત
આ પણ વાંચો: રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, આધાર બેઝ્ડ e-Kycના ઉપયોગથી ઘરે બેઠા મળશે RTOની સેવાઓ