Budget 2023 : Railway Budgetની ફાળવણીમાં 25%નો થઈ શકે વધારો, ટ્રેન સેવાને સંપૂર્ણ સુરક્ષિત બનાવવાની તૈયારીમાં સરકાર

Railway Budget 2023-24 : ભારતીય રેલવે માટે આ બજેટમાં ઇન્ફ્રાસ્ટકચરનો વિકાસ, યાત્રિકોની સુરક્ષા, મેઇક ઇન ઇન્ડિયા હાઇ સ્પીડ ટ્રેન, અને બુલેટ ટ્રેન સહિતના અધૂરા પોર્જેક્ટ પૂર્ણ કરવા ઉપર ભાર મૂકવામાં આવશે. આ વખતે મોદી સરકારનો સંપૂર્ણ ભાર બુલેટ ટ્રેન, રેલવે સાથે જોડાયેલા પેન્ડિંગ પ્રોજેક્ટ, સેફ્ટી અને હાઇ સ્પીડ ટ્રેન ઉપર રહેશે.

Budget 2023 : Railway Budgetની ફાળવણીમાં 25%નો થઈ શકે વધારો, ટ્રેન સેવાને સંપૂર્ણ સુરક્ષિત બનાવવાની તૈયારીમાં સરકાર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 01, 2023 | 8:42 AM

આજે કેન્દ્રીય બજેટ દરમિયાન રેલવે બજેટ રજૂ થશે ત્યારે નિષ્ણાતોનું માનવું છે કે નાણાકીય વર્ષ 2023-24ના બજેટમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ 2022ની સરખામણીએ રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે વધુ નાણાં ફાળવી શકે છે. એવું માનવામાં આવે છે કે રેલવે બજેટ 2023માં 20 થી 25 ટકાનો વધારો થઈ શકે છે, જ્યારે નવી વંદે ભારત ટ્રેન દોડાવવાની પણ જાહેરાત થઈ શકે છે.

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ આજે નાણાકીય વર્ષ 2023-24નું બજેટ રજૂ કરશે. આગામી વર્ષે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતા આ બજેટ માટે દરેક વર્ગને આશા રાખી રહ્યો છે કે તેમના માટે ફાયદાકારક બજેટ હોઈ શકે છે

રેલવેની વાત કરીએ તો ભારતી રેલવે માટે આ બજેટમાં ઇન્ફ્રાસ્ટકચરનો વિકાસ, યાત્રિકોની સુરક્ષા, મેઇક ઇન ઇન્ડિયા હાઇ સ્પીડ ટ્રેન, અને બુલેટ ટ્રેન સહિતના અધૂરા પોર્જેક્ટ પૂર્ણ કરવા ઉપર ભાર મૂકવામાં આવશે. સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ વખતે મોદી સરકારનો સંપૂર્ણ ભાર બુલેટ ટ્રેન, રેલવે સાથે જોડાયેલા પેન્ડિંગ પ્રોજેક્ટ,સેફ્ટી અને હાઇ સ્પીડ ટ્રેનને જલદીથી પૂર્ણ કરવા ઉપર રહેશે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

અહેવાલોનું માનીએ તો રેલવેના માળખાને વધુ મજબૂત કરવા માટે રેલવે બજેટમાં 20થી 25 ટકાનો વધારો શઈ શકે છે રેલવે મંત્રાલયના સૂત્રોએ જણાવ્યા પ્રમાણે 2023-24માં આ સેક્ટર માટે આશરે 1.8 લાખ કરોડની ફાળવણી થાય તેવી શક્યતા છે . આ ફાળવણી વર્, 2022-23માં 1.4 લાખ કરોડ રૂપિયાની હતી. ગત વર્ષે વંદે ભારત ટ્રેન સહિત અને અન્ય ટ્રેનના નાના- મોટા અકસ્માતને ધ્યાનમાં રાખતા રેલવે બજેટમાં સુરક્ષા ઉપર ભાર મૂકવામાં આવશે. તેમજ રેલવેમાં નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને અકસ્માતો અટકાવવા ઉપર ખાસ ભાર મૂકવામાં આવે તેવી શકયતા છે.

રેલવે બજેટ 2023 -24માં આ બાબતો ઉપર મૂકાઈ શકે છે ભાર

  • નવી ટ્રેન માટે રેલવે ટ્રેક તૈયાર કરવા માટે નાણાની ફાળવણી
  • વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની સંખ્યા વધારવા ઉપર ભાર
  • અમદાવાદ- મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે વધારે ધનની ફાળવણી
  • વિઝન 2024 અંતર્ગત નવા ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર તથા હાઇ સ્પીડ પેસેન્જર કોરિડોર શરૂ કરવાની તૈયારી
  • ભારત સ્ટેશન યોજના અંતર્ગત ભારતીય રેલવે દ્વારા 1,000થી વધુ સ્ટેશનનું પ્રાથમિક માળખું ઝડપથી વિકસિત કરવું
  • એક્સપ્રેસ તથા મેલ ટ્રેનમાં પારંપરિક કોચને મેડ ઇન ઇન્ડિયા અનેજર્મન વિકસિત એલએચબી કોચમાં રૂપાતંરિત કરવા માટે ભારતીય રેલવે કેન્દ્ર સરકારની પરવાનગી લઈ શકે છે

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">