AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નોકરીમાં સફળતાની પ્રાપ્તિ કરાવશે નારદ મુનિની પૂજા ! આજે જ કરી લો ભગવાન વિષ્ણુના પરમ ભક્તની ઉપાસના

નારદ જયંતીએ નારદજીના મંત્રનો જાપ કરવાથી અનેકવિધ લાભની પ્રાપ્તિ થાય છે. કહે છે કે તેનાથી નોકરીમાં (job) સફળતા અને પ્રગતિનો માર્ગ ખૂલી જાય છે. કાર્ય સ્થળ પર માન સન્માનમાં વૃદ્ધિ થાય છે. વ્યક્તિની આવકમાં વૃદ્ધિ થાય છે તેમજ તેને ઉચ્ચ સ્થાનની પણ પ્રાપ્તિ થાય છે.

નોકરીમાં સફળતાની પ્રાપ્તિ કરાવશે નારદ મુનિની પૂજા ! આજે જ કરી લો ભગવાન વિષ્ણુના પરમ ભક્તની ઉપાસના
TV9 Bhakti
| Edited By: | Updated on: May 06, 2023 | 6:26 AM
Share

હિન્દુ ધર્મમાં મહર્ષિ નારદને ઉચ્ચ સ્થાન પ્રાપ્ત થયેલું છે. નારદજીને ભગવાન વિષ્ણુના પરમ ભક્ત અને બ્રહ્માજીના માનસ પુત્ર માનવામાં આવે છે. કેટલીક ધાર્મિક માન્યતાઓ અનુસાર નારદજીને આ બ્રહ્માંડના સર્વ પ્રથમ પત્રકાર પણ માનવામાં આવે છે. નારદજી સમસ્ત વેદોના જ્ઞાતા છે. આજે વૈશાખ વદ એકમનો અવસર છે અને ગુજરાતી પંચાંગ અનુસાર આ જ દિવસ નારદજીનો પ્રાગટ્ય દિવસ મનાય છે. ત્યારે આવો જાણીએ કે નારદ જયંતીનું મહત્વ શું છે ? અને આ દિવસે નારદ કુંડમાં સ્નાન કરવાથી વ્યક્તિને કેવાં પુણ્યની થાય છે પ્રાપ્તિ ?

નારદ જયંતીનો મહિમા

સનાતન પરંપરામાં નારદજીના જન્મોત્સવને નારદ જયંતીના રૂપે ઉજવવામાં આવે છે. પ્રચલિત માન્યતા અનુસાર નારદ મુનિ બ્રહ્માજીના માનસ પુત્ર છે. અને વૈશાખ વદ એકમના દિવસે તેમનું પ્રાગટ્ય થયું હતું. નારદ મુનિએ હજારો વર્ષો સુધી તપસ્યા કરીને ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરી તેમની કૃપાની પ્રાપ્તિ કરી હતી. ભક્તોના હૃદયમાં અને સ્વયં શ્રીહરિના હૃદયમાં તેમનું આગવું સ્થાન છે. ભગવદ્ ગીતામાં એટલે જ તો શ્રીકૃષ્ણ કહે છે કે “દેવર્ષીઓમાં હું નારદ છું !”

વિશેષ પૂજાથી સફળતાના આશીર્વાદ !

માન્યતા અનુસાર નારદ જયંતીના દિવસે દેવર્ષિ નારદની પૂજા કરવાથી કે તેમના નામનું સ્મરણ કરવાથી જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે. આ દિવસે નારદજીના મંત્રનો જાપ કરવાથી અનેકવિધ લાભની પ્રાપ્તિ થાય છે. કહે છે કે તેનાથી નોકરીમાં સફળતા અને પ્રગતિનો માર્ગ ખૂલી જાય છે. કાર્ય સ્થળ પર માન સન્માનમાં વૃદ્ધિ થાય છે. વ્યક્તિની આવકમાં વૃદ્ધિ થાય છે તેમજ તેને ઉચ્ચ સ્થાનની પણ પ્રાપ્તિ થાય છે. નોકરી આડે આવનારા તમામ અવરોધો આજના પૂજનના પ્રતાપે દૂર થઈ જતા હોવાની માન્યતા પ્રચલિત છે. નારદ મુનિની કૃપા પ્રાપ્ત કરાવતો સરળ મંત્ર છે “ૐ નારદાય નમઃ” આજના દિવસે આ મંત્રનો ઓછામાં ઓછો 108 વખત જાપ જરૂરથી કરવો જોઈએ.

નારદ કુંડમાં સ્નાન કરવાના લાભ

એવી માન્યતા છે કે નારદ જયંતીએ વ્રજ મંડળમાં સ્થિત નારદ કુંડમાં નારદજીનું નામ સ્મરણ કરતાં કરતાં કે નારદજીના મંત્રનો જાપ કરતાં કરતાં સ્નાન કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. તેમજ વ્યક્તિને પોતાની કૃપાને પાત્ર બનાવે છે. ધર્મ ગ્રંથોમાં વર્ણન છે તે અનુસાર નારદ જયંતીના દિવસે નારદજીનું નામ સ્મરણ કરીને નારદ કુંડમાં સ્નાન કરવાથી વ્યક્તિને બુદ્ધિનું વરદાન મળે છે. સાથે જ શ્રીહરિ વિષ્ણુના આશીર્વાદની પણ પ્રાપ્તિ થાય છે.

(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
g clip-path="url(#clip0_868_265)">