Ganesha blessings: શા માટે સર્વ પ્રથમ થાય છે ગણેશજીની પૂજા ? જાણો વિવિધ આશિષની પ્રાપ્તિ કરાવતા એકદંતનો મહિમા

વિઘ્નોને દૂર કરી કાર્યોમાં સફળતા અને કલ્યાણ પ્રદાન કરવામાં ગણેશજીનું સ્થાન મોખરે છે. કહે છે કે આસ્થા અને ભક્તિપૂર્વક મંત્ર, યંત્ર, તંત્ર આ ત્રણમાંથી કોઇપણ પ્રકારે કરવામાં આવતી ગણેશ સાધના તમને અવશ્ય સિદ્ધિ પ્રદાન કરે છે.

Ganesha blessings: શા માટે સર્વ પ્રથમ થાય છે ગણેશજીની પૂજા ? જાણો વિવિધ આશિષની પ્રાપ્તિ કરાવતા એકદંતનો મહિમા
Lord Ganesh
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Dec 28, 2021 | 9:05 AM

કોઇપણ કાર્યનો પ્રારંભ કરતાં પહેલાં શ્રીગણેશજીની (ganesha) પૂજા કરવામાં આવે છે. સૌપ્રથમ તેમનું આહ્વાન કરવામાં આવે છે. એનું એક જ કારણ છે કે આગળ જઇને કોઇપણ પ્રકારનું વિઘ્ન, સંકટ કે મુસીબત આવે તો ગણેશજીના પ્રભાવથી તે સમાપ્ત થઇ જાય. વિઘ્ન નિવારણ કરવાની સાથે ગણેશજીને વિદ્યા, બુદ્ધિ, વૈભવ, સમૃદ્ધિ, શક્તિ અને સન્માન આપનાર પણ ગણવામાં આવે છે.

ભારતીય સંસ્કૃતિમાં ગણેશજી જ એકમાત્ર એવા દેવતા છે, કે જેમને સર્વપ્રથમ પૂજવામાં આવે છે. તેમને ગણપતિ (ganpati), ગણનાયકની (gannayak) પદવી પણ પ્રાપ્ત છે. અધ્યાત્મના વિવિધ ક્ષેત્રોમાં, હિન્દુ ધર્મની અનેક શાખાઓમાં ગણેશજી પૂજ્ય અને અતિશય પ્રભાવ-સંપન્ન દેવતા તરીકે સ્વીકૃત છે. તેમને ગણપતિ, આદિદેવ અને વિનાયક પણ કહેવામાં આવે છે. તે સિદ્ધિઓના સ્વામી અને રિદ્ધિઓના નિયંત્રક છે.

રિદ્ધ-સિદ્ધિ એ ગણેશજીની અનુચારીણી છે. વિદ્યા, વ્યવસાય, કૃષિ, ભવન નિર્માણ, પૂજા-પાઠ, પારિવારિક સમારંભો તથા અન્ય દરેક કાર્યોમાં સર્વપ્રથમ ગણેશજીનું સ્મરણ કરવામાં આવે છે. આધ્યાત્મિક જગતના પ્રત્યેક ક્ષેત્રમાં ગણેશજીને સર્વાધિક આસ્થા પ્રાપ્ત થયેલ છે. કોઇપણ કાર્ય હોય ગણેશજીના સ્તવન વિના તેની શરૂઆત કરવામાં જ નથી આવતી.

કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ

પૂજા-પાઠ, જપ-તપ, યજ્ઞ-હવન, તંત્ર-મંત્ર વગેરે જેવાં બધા પ્રસંગોમાં ગણેશજી સર્વપ્રથમ પૂજીત હોય છે. તેમનું રૂપ થોડું અલગ પ્રકારનું છે. પ્રસિદ્ધ કથા મુજબ એકવાર ભગવાન શિવને ગણેશજીએ તેમના જ ઘરમાં પ્રવેશતા રોક્યા હતા અને તેના કારણે ક્રોધમાં ભરાયેલ શિવજીએ ત્રિશૂળ વડે ગણેશજીનું મસ્તક ધડથી અલગ કરી દીધું. ત્યારબાદ પાર્વતીજીની વિહવળતા જોઇને એક હાથીના બાળકનું મસ્તક ગણેશજીને લગાવીને ગણેશજીને જીવંત કર્યા. ત્યારથી ગણેશજીને ગજાનનના (gajanan) નામથી પણ ઓળખવામાં આવે છે. ઉપાસના જેવા કાર્યોમાં ગણેશજીના ગજાનન સ્વરૂપની પૂજા વિધિ પ્રચલિત છે.

આમ ગણેશજી દરેક વર્ગના લોકો માટે સમાન રૂપથી પૂજય છે. તેમજ તે પોતાના ભક્તો પર કૃપા કરતા રહ્યા છે. હિન્દુ ધર્મના દરેક કાર્યોમાં ગણેશજીની પૂજા સર્વપ્રથમ કરવામાં આવે છે. વિઘ્નોને દૂર કરી કાર્યોમાં સફળતા અને કલ્યાણ પ્રદાન કરવામાં ગણેશજીનું સ્થાન મોખરે છે. કહે છે કે આસ્થા અને ભક્તિપૂર્વક મંત્ર, યંત્ર, તંત્ર આ ત્રણમાંથી કોઇપણ પ્રકારે કરવામાં આવતી ગણેશ સાધના તમને અવશ્ય સિદ્ધિ પ્રદાન કરે છે.

દરેક શુભ કાર્યોના આરંભમાં આસ્તિક હિન્દુ સમાન ગણેશજીનું પૂજન, વંદન અને ધ્યાન કરવું એ પોતાનો ધર્મ અને કર્તવ્ય સમજે છે. આના કારણે દરેક કાર્યોમાં સારા ફળની પ્રાપ્તિ થાય છે સાથે જ લક્ષ્મીજીની પ્રાપ્તિ પણ થાય છે. (નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : સુખી અને સમૃદ્ધ દામ્પત્ય જીવન માટે આ વાસ્તુ ટિપ્સ અપનાવો

આ પણ વાંચો : જો તમામ પ્રયત્નો છતાં પણ ન થતું હોય નોકરીનું સપનું પૂરું, તો કરો આ લાભકારી જ્યોતિષી ઉપાય

ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">