Vastu Tips : સુખી અને સમૃદ્ધ દામ્પત્ય જીવન માટે આ વાસ્તુ ટિપ્સ અપનાવો

દરેક વ્યક્તિ સુખી દામ્પત્ય જીવનની ઈચ્છા રાખે છે. જીવન ખુશીથી જીવવા માંગે છે. જો કે વર્તમાન સમયમાં દરેક લગ્નમાં આ શક્ય નથી. શંકા, ઝઘડા અને સમજણનો અભાવ સંબંધમાં વિવાદોને જન્મ આપે છે જે સુખી દામ્પત્ય જીવન માટે હાનિકારક છે.

Vastu Tips : સુખી અને સમૃદ્ધ દામ્પત્ય જીવન માટે આ વાસ્તુ ટિપ્સ અપનાવો
Vastu Tips For Happy Marriage Life
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 27, 2021 | 12:15 PM

આજના બદલાતા સમયમાં દરેક વ્યક્તિ સુખી દામ્પત્ય જીવનની ઈચ્છા રાખે છે. જીવન ખુશીથી જીવવા માંગે છે. જો કે વર્તમાન સમયમાં દરેક લગ્નમાં (Marriage) આ શક્ય નથી. શંકા, ઝઘડા અને સમજણનો અભાવ સંબંધમાં વિવાદોને જન્મ આપે છે જે સુખી દામ્પત્ય જીવન માટે હાનિકારક છે. આ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે આપણે ઘણા પ્રયત્નો કરીએ છીએ પરંતુ આપણને જોઈએ તેવું પરિણામ મળતું નથી. દરેક દિવસ સાથે, વિખવાદ વધતો જ જાય છે. જો આપણે કેટલીક વાસ્તુ ટિપ્સ (Vastu Tips) ધ્યાનમાં રાખીએ તો આપણે આપણા લગ્ન જીવનને ફરીથી સુખી બનાવી શકીશું.

વાસ્તુ ટિપ્સ (Vastushastra Tips) માત્ર લગ્નજીવનને સુખી બનાવશે નહીં પરંતુ પતિ-પત્ની વચ્ચેનો પરસ્પર પ્રેમ પણ વધશે. ચાલો જાણીએ કઇ વાસ્તુ ટિપ્સ અપનાવીને દામ્પત્ય જીવનને સુખી બનાવી શકાય.

બેડરૂમ બેડરૂમમાં બારી હોવી જોઈએ કારણ કે તેનાથી દંપતી વચ્ચેનો તણાવ ઓછો થાય છે અને સંબંધોમાં પરસ્પર પ્રેમ જળવાઈ રહે છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

કાચ બેડરૂમમાં અરીસો રાખવો વાસ્તુ અનુસાર સારો અને યોગ્ય માનવામાં આવે છે. તેનાથી પતિ-પત્ની વચ્ચેનો અણબનાવ ઓછો થાય છે અને તેમની વચ્ચે પ્રેમ વધે છે.

ઇલેક્ટ્રોનિક્સ સામાન બેડરૂમમાં ક્યારેય ઈલેક્ટ્રોનિક ઉપકરણો ન રાખો કારણ કે તે વાસ્તુ અનુસાર સકારાત્મક ઉર્જા ઘટાડે છે. તે તમારા સંબંધોને અસર કરે છે.

કાંટાદાર ફૂલો રાખશો નહીં તમારા બેડરૂમમાં ક્યારેય સુકાઈ ગયેલો અને કાંટાળો છોડ ન રાખો. તેનાથી પતિ-પત્ની વચ્ચે તણાવ વધે છે.

સુવાની પદ્ધતિ પત્નીએ હંમેશા પતિની ડાબી બાજુ સૂવું જોઈએ અને તેણે મોટા ઓશીકાનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી તેમની વચ્ચે પરસ્પર પ્રેમ વધે છે.

યોગ્ય રંગોનો ઉપયોગ કરો જે રૂમમાં પતિ-પત્ની સૂવે છે તેનો રંગ આછો ગુલાબી અથવા આછો લીલો હોવો જોઈએ. શ્યામ રંગોનો ક્યારેય ઉપયોગ કરશો નહીં. આછો ગુલાબી અને આછો લીલો રંગ સુખદ માનવામાં આવે છે. આ રંગો તણાવ ઓછો કરવામાં અને પાર્ટનરને નજીક લાવવામાં મદદ કરે છે.

બેડરૂમમાં દેવી-દેવતાઓની તસવીરો ન લગાવો જે રૂમમાં પતિ-પત્ની સૂતા હોય ત્યાં દેવી-દેવતાઓની તસવીરો ન લગાવો. દંપતીએ તેમના પગ તરફ વહેતા પાણીની મોટી તસવીર લગાવવી જોઈએ. વહેતું પાણી એ પ્રેમનું પ્રતીક છે.

મની પ્લાન્ટ રાખો વાસ્તુ અનુસાર મની પ્લાન્ટ રાખવો શુભ માનવામાં આવે છે કારણ કે તે શુક્રનું પ્રતિક છે. તેનાથી પતિ-પત્નીના સંબંધો મધુર બને છે અને તેમની વચ્ચે પ્રેમ વધે છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Bhakti: શું તમે પણ નથી કરતાં ને આ ભૂલ ? અત્યારે જ જાણી લો કે સોમવારે શું કરશો અને શું નહીં

આ પણ વાંચો : Horoscope Today: દૈનિક રાશિફળ, મેષ 27 ડિસેમ્બર: તમારા જીવનસાથીનો આત્મવિશ્વાસ અને સમર્થન તમારું મનોબળ જાળવી રાખશે, આજે માર્કેટિંગ અને મીડિયા સંબંધિત કામથી દૂર રહો

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">