એવુ તો શું થયુ કે ભગવાન શ્રીકૃષ્ણએ તોડી નાખી તેની પ્રિય વાંસળી અને પછી ક્યારેય ન રેલાવ્યા સૂર

Janmashtami 2024: ભગવાન શ્રીકૃષ્ણની આપણે વાંસળી વિના કલ્પના નથી કરી શકતા. કાન્હાનો આ એવો શોખ હતો કે તેઓ વાંસળીમાંથી મધુર સૂરો રેલાવી ગમે તે વ્યક્તિને તેમના મોહપાશમાં બાંધી લેતા. શ્રીકૃષ્ણએ 11 વર્ષ અને 56 દિવસ સુધી વાંસળીને એક સેકન્ડ માટે પણ તેનાથી અલગ કરી ન હતી. જો કે તેમનો આ વાંસળી વગાડવાનો શોખ જ તો તેમની પ્રિયતમા રાધા રાનીને તેમની નજીક લાવવાનું માધ્યમ હતો. રાધા રાની તેના સૂરો સાભળતા જ કાન્હાને મળવા માટે કુંજ ગલીઓમાં દોડી જતા હતા

એવુ તો શું થયુ કે ભગવાન શ્રીકૃષ્ણએ તોડી નાખી તેની પ્રિય વાંસળી અને પછી ક્યારેય ન રેલાવ્યા સૂર
Follow Us:
| Updated on: Aug 27, 2024 | 2:49 PM

મથુરા જતી વખતે ભગવાન રાધા રાણીને મળ્યા તો એ સમયે વૃંદાવનમાં તેમણે છેલ્લીવાર વાંસળી વગાડી હતી અને રાધા રાની પાસેથી વિદાય લીધા બાદ તેમણે વાંસળી વગાડવાનું છોડી દીધુ. આ વિદાય સમયે ભગવાન શ્રીકૃષ્ણે કહ્યુ હતુ કે હવે કદાચ તેમની મુલાકાત ક્યારેય નહીં થાય. પરંતુ રાધા રાણીએ આગ્રહ કર્યો હતો કે ગોલોક ધામ પ્રસ્થાન પહેલા માનવશરીરમાં એકવાર તેઓ તેમને મળવા માગે છે અને ભગવાન તેમના આગ્રહને ટાળી ન શક્યા. શ્રીકૃષ્ણે ભલે રાધા રાણીના વિરહમાં વાંસળી વગાડવાનું છોડી દીધુ. પરંતુ તેઓ રાધા રાનીના દિલના તાર સાથે જોડાયેલી આ વાંસળીને ન છોડી શક્યા.

આ સમયે શ્રીકૃષ્ણએ તેની પ્રિય વાંસળી તોડી નાખી અને ઝાડીઓમાં ફેંકી દીધી

સમયાંતરે જ્યારે રાધા સાથે શ્રીકૃષ્ણની છેલ્લી મુલાકાત દ્વારકામાં થઈ તો તેમણે જણાવ્યુ કે ધરતીથી પ્રસ્થાનનો સમય આવી ગયો છે. જો કે ભગવાને તેમને રોકવાનો પ્રયાસ પણ કર્યો, ત્યાં સુધી કે ભગવાનના આ આગ્રહને વશ થઈ રાધા રાણી થોડા દિવસો સુધી દેવિકાના રૂપમાં દ્વારકામાં પ્રવાસ પણ કર્યો પરંતુ રાધા રાણીએ કહ્યુ કે ગોલોકધામમાં કેટલાક કાર્યો બાકી છે અને તેને પુરા કરવા જરૂરી છે. આ આગ્રહને ભગવાન ટાળી ન શક્યા. એ સમયે રાધા રાણીના આગ્રહ પર શ્રીકૃષ્ણએ છેલ્લીવાર વાંસળી વગાડી. પરંતુ જેવી શ્રીકૃષ્ણએ વાંસળી વગાડવાની શરૂઆત કરી કે રાધા રાણી તેમના નશ્વર દેહનો ત્યાગ કરી ગોલોક ધામ પ્રસ્થાન કરી ગયા. ભગવાન પણ તેમને જતા જોઈ અત્યંત દુ:ખી થયા અને તેમના વિરહને સહન ન કરી શક્યા, એ જ સમયે શ્રીકૃષ્ણે તેમની પ્રિય વાંસળીને તોડી નાખી અને ઝાડીઓમાં ફેંકી દીધી.

શ્રીકૃષ્ણે રાધા રાણી વિના ક્યારેય ન વગાડી વાંસળી

વૃંદાવન છોડી મથુરા આવ્યા બાદ શ્રીકૃષ્ણ તેમની વાંસળી સદાય તેમની પાસે જ રાખતા હતા. એક સેકન્ડ માટે પણ પોતાનાથી અલગ કરતા ન હતા. ગુરુકુળમાં તેમના સહ વિદ્યાર્થીઓ અને ગુરુકુળથી પરત આવ્યા બાદ તેમના માતા દેવકીએ અનેકવાર શ્રીકૃષ્ણને વાંસલી વગાડવા માટેનો આગ્રહ કર્યો. દેવકીએ તો ત્યાં સુધી કહ્યુ કે તેમણે શ્રીકૃષ્ણના વાંસળીના મધુરા સૂરોની બહુ ચર્ચા સાંભળી છે. એકવાર તેના મધુર સૂરો અમને પણ સંભળાવી દે… પરંતુ કાન્હાએ તેમના આગ્રહને પણ ટાળી દીધો. ત્યાં સુધી કે જ્યારે ઉદ્ધવે વાંસળીને એક સામાન્ય વાંજિત્ર માત્ર ગણાવ્યુ તો શ્રીકૃષ્ણે તેમનુ મહત્વ અને તેની વિશેષતા જણાવી અને એ પણ જણાવ્યુ કે તેઓ શા માટે તેને વગાડતા નથી. તેમણે ઉદ્ધવને કહ્યુ કે તેઓ શા માટે વગાડે તેમની વાંસળી… અને આખરે કોના માટે વગાડે… જ્યારે રાધા રાણી જ નથી તો વાંસળીના સૂરોનો શું મતલબ !

આજનું રાશિફળ તારીખ : 21-11-2024
મુકેશ અંબાણીએ 15 રૂપિયાના પ્લાન સાથે લોન્ચ કર્યું JioStar, જાણો
ઉદ્ધવ, ફડણવીસ, અજિત પવાર કે શિંદે... ચાર નેતાઓમાં કોણ ઉંમરમાં સૌથી મોટા છે?
પૃથ્વીથી મંગળ પર મેસેજ મોકલવામાં કેટલો સમય લાગે ?
પગના તમામ દુખાવા થશે છૂમંતર, મળી ગયો રામબાણ ઈલાજ, જુઓ Video
IPS ને કોણ કરી શકે છે સસ્પેન્ડ ? જાણો ગુજરાતમાં કોની પાસે છે સત્તા

વૃંદાવનમાં ભગવાનના પ્રિય સાથી હતા વાંસળી અને મોરપીંછ

ભગવાન શ્રીકૃષ્ણ 11 વર્ષ અને 56 દિવસ સુધી વૃંદાવનમાં રહ્યા એ દરમિયાન તેમણે ક્યારેય સિવેલા વસ્ત્રો પહેર્યા ન હતા કે ન તો ક્યારેય પગમાં ચંપલ પહેર્યા હતા. પરંતુ માથા પર મોક મુગટ અને હાથમાંથી વાંસળીને ક્યારેય પોતાનાથઈ અલગ કર્યા ન હતા. ભાગવત્તાચાર્યો જણાવે છે કે શ્રીકૃષ્ણની વાંસળી જે પ્રેમનું પ્રતિક છે, તો મોરપીંછ કામ ત્યાગનું પ્રતિક છે. આ પ્રસંગનું અર્થઘટન અલગ અલગ વિદ્વાનોએ તેમની રીતે કર્યુ છે. પરંતુ તેમના કોઈના અર્થઘટનમાં એ બાબતમાં કોઈ જ સંદેહ જણાતો નથી કે બે દેહ સ્વરૂપે પૃથ્વી પર અવતરનાર ભગવાન શ્રીકૃષ્ણ અને રાધા રાણી એક જ છે. માત્ર તેમની લીલા માટે બે શરીરમાં અવતરીત થયા છે. જેમા વાંસળી જ હતી કે આ બંને શરીરોના તારને આપસમાં જોડવાનું કામ કરતી હતી. અનેક વિદ્વાનો તો એવુ જ માને છે કે આ વાંસળી પણ ગોલોક ધામમાંથી જ આવી હતી.

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">