Vastu Tips: આજથી જ બદલો તમારી સૂવાની આ આદતો, વાસ્તુ અનુસાર થઈ શકે છે અનેક બીમારી

જો વાસ્તુ દોષ (Vastu Dosh) આપણા જીવનમાં અને ઘરમાં દસ્તક આપે છે, તો તે ફક્ત આર્થિક જ નહીં પરંતુ શારીરિક રીતે પણ અસર કરી શકે છે. આપણી આદતો રોગોનું કારણ બની શકે છે.

Vastu Tips: આજથી જ બદલો તમારી સૂવાની આ આદતો, વાસ્તુ અનુસાર થઈ શકે છે અનેક બીમારી
Vastu Tips For Health
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 15, 2022 | 3:40 PM

જીવનને યોગ્ય રીતે ચલાવવા માટે વાસ્તુશાસ્ત્રમાં (Vastushastra) કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. જો તેનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે તો સુખ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે. જો વાસ્તુ દોષ (Vastu Dosh) આપણા જીવનમાં અને ઘરમાં દસ્તક આપે છે, તો તે ફક્ત આર્થિક જ નહીં પરંતુ શારીરિક રીતે પણ અસર કરી શકે છે. આપણી આદતો રોગોનું કારણ બની શકે છે અને તેનો ઉલ્લેખ વાસ્તુશાસ્ત્રમાં પણ કરવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે તમે તમારી દિનચર્યામાં જે આદતો અપનાવો છો, તેમાંં વાસ્તુ સંબંધિત નિયમોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.

એવું માનવામાં આવે છે કે તમે કઈ દિશામાં પગ રાખીને સૂઓ છો, જો તેમાં વાસ્તુની અવગણના કરવામાં આવે તો સમસ્યાઓ જીવનમાં મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. આ સમસ્યાઓની અસર તમારા પર લાંબા સમય સુધી રહી શકે છે. આમાં રોગોનો પણ સમાવેશ થાય છે. અમે તમને કેટલીક એવી આદતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને તમે રોજ અપનાવો છો, પરંતુ તે તમને ખૂબ જ બીમાર કરી શકે છે.

સૂવાની દિશા તરફ ધ્યાન ન આપવું

વાસ્તુશાસ્ત્રમાં ઘરના પલંગને યોગ્ય દિશામાં ગોઠવવાનું કહેવામાં આવ્યું છે, પરંતુ તમારે સૂતી વખતે પણ દિશાનું ધ્યાન રાખવું જોઈએ. વાસ્તુ અનુસાર પૂર્વ તરફ પગ રાખીને સૂવાથી શરીરમાં અનેક રોગો થાય છે. જો તમે બીમારીઓથી દૂર રહેવા ઈચ્છો છો તો વાસ્તુ અનુસાર સૂવાનું શરૂ કરો.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

આ આદત માથાનો દુખાવોનું કારણ બની શકે

એવી માન્યતા છે કે જો ઘરના ઈશાન ખૂણામાં ગંદકી હોય અને તેની સમયસર સફાઈ ન કરવામાં આવે તો તેનાથી ઘરની ગૃહિણી અને વડીલોને ઘણી વખત માથાનો દુખાવો થઈ શકે છે. લોકોને માથાનો દુખાવો થાય છે અને તેને સ્વાસ્થ્ય સમસ્યા તરીકે ગણે છે. તેની પાછળ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા હોઈ શકે છે, પરંતુ વાસ્તુની ઉપેક્ષા પણ આ સ્વાસ્થ્ય સમસ્યાનું કારણ બની શકે છે.

હાઈ બ્લડ પ્રેશર

હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા આ દિવસોમાં સામાન્ય છે, પરંતુ જો આ સ્વાસ્થ્ય સમસ્યા વધે છે, તો જોખમ નોંધપાત્ર રીતે વધી શકે છે. કેટલાક લોકોને ઘરના અગ્નિ કોણમાં સૂવાની આદત હોય છે, જ્યારે વાસ્તુમાં તેને અશુભ માનવામાં આવે છે. જો તમને પણ આ આદત પડી ગઈ હોય તો તેને તરત જ બદલી નાખો, કારણ કે તેનાથી હાઈ બ્લડ પ્રેશર થઈ શકે છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">