AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હિમાચલમાં વિશ્વનું એકમાત્ર મંદિર જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ બિરાજે છે મીરા સાથે

હિમાચલ પ્રદેશના નૂરપુરમાં આવેલું આ શ્રી કૃષ્ણનું મંદિર આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે. દર વર્ષે વિશ્વભરમાંથી લાખો લોકો અહીં દર્શન માટે આવે છે. આવો જાણીએ શું છે આ મંદિરનો ઈતિહાસ અને શા માટે તે ખૂબ જ ખાસ છે.

હિમાચલમાં વિશ્વનું એકમાત્ર મંદિર જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ બિરાજે છે મીરા સાથે
Shri Krishna
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 12, 2022 | 6:15 PM
Share

હિમાચલ પ્રદેશમાં અનેક દેવી-દેવતાઓના મંદિરો છે, જેનો ઈતિહાસ ઘણો જૂનો છે. પરંતુ હિમાચલના નુરપુરના પ્રાચીન કિલ્લાના મેદાનમાં આવેલું ભગવાન શ્રી બ્રિજરાજ સ્વામીજીનું આ મંદિર ખૂબ જ વિશેષ છે. આખી દુનિયામાં આ એકમાત્ર એવું મંદિર છે જ્યાં શ્રી કૃષ્ણની મૂર્તિ રાધાજી સાથે નહીં પરંતુ મીરાબાઈની સાથે સ્થાપિત છે. આ બંને મૂર્તિઓ એટલી અલૌકિક અને આકર્ષક છે કે તેના દર્શન કરવાથી વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે. મૂર્તિઓ એવી રીતે બનાવવામાં આવી છે કે જાણે ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં તમારી સામે ઊભા હોય. જન્માષ્ટમીના દિવસે આ મંદિરની અલૌકિકતા અને સુંદરતા વધી જાય છે.

મંદિરનો ઇતિહાસ

1629 થી 1623 ની વાત છે જ્યારે ચિત્તોડગઢના રાજાના આમંત્રણ પર નૂરપુરના રાજા જગત સિંહ તેમના રાજ પુરોહિત સાથે ત્યાં પહોંચ્યા હતા. રાજા જગત સિંહ ત્યાં પહોંચ્યા જ્યા તેને અને પુરોહિતનો ઉતારો આપવામાં આવ્યો હતો. ત્યાં બાજુમાં એક મંદિર હતું. રાત્રે રાજાને આ મંદિરમાં ઝાંઝર અને ઝાલરના આવાજ સંભાળા લાગ્યા. તેમણે મહેલની બારી ખોલી અને જોયુ તો એક સ્ત્રી ભગવાનની મુર્તીની સામે ભજન ગાતી નાચતી હતી. એ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ અને મીરાની મુર્તિઓ સાક્ષાત હતી. રાજાએ પોતે જોયેલુ દ્રશ્ય પુરોહિતને કહ્યુ, પાછા ફરતી વખતે તેમણે આ મુર્તિઓને ભેટ સ્વરૂપે માંગી લીધી. બાદમાં નૂરપુરના રાજાએ પોતાના દરબારને મંદિરમાં બદલી નાખ્યુ અને બંને મુર્તિ ત્યાં સ્થાપિત કરી.

શ્રી કૃષ્ણ મંદિરે આવે છે

એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણ દરરોજ રાત્રે આ મંદિરની મુલાકાત લે છે. તેથી, આ મંદિરમાં દરરોજ પૂજા કરવામાં આવે છે અને રાત્રિ દરમિયાન મંદિરના દરવાજા બંધ કરવામાં આવે છે. મંદિર બંધ કરતા પહેલા મૂર્તિઓની સામે સૂવાની મુદ્રા, પાદુકા અને પાણીથી ભરેલો ગ્લાસ રાખવામાં આવે છે. સવારે જ્યારે મંદિરનો દરવાજો ખોલવામાં આવે છે, ત્યારે પલંગ પર ગડીઓ હોય છે અને પાણીનો ગ્લાસ ખાલી હોય છે.

(અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવ્યા છે.)

Follow Us
પંચમહાલઃ સરકારી નોકરીના નામે 68 લાખની ઠગાઈ, ભેજાબાજ ભરત પરમાર ઝડપાયો
પંચમહાલઃ સરકારી નોકરીના નામે 68 લાખની ઠગાઈ, ભેજાબાજ ભરત પરમાર ઝડપાયો
ઉનાની સરકારી હોસ્પિટલમાં ઘુસ્યો આખલો, દર્દીઓમાં ફેલાયો ફફડાટ- Video
ઉનાની સરકારી હોસ્પિટલમાં ઘુસ્યો આખલો, દર્દીઓમાં ફેલાયો ફફડાટ- Video
અમદાવાદથી સાળંગપુર જતો માર્ગ બન્યો ખખડધજ, સત્વરે સમારકામની માગ
અમદાવાદથી સાળંગપુર જતો માર્ગ બન્યો ખખડધજ, સત્વરે સમારકામની માગ
સાચું નામ છુપાવી પરણિતાની જિંદગી બરબાદ કરનાર વિધર્મી યુવકની ધરપકડ
સાચું નામ છુપાવી પરણિતાની જિંદગી બરબાદ કરનાર વિધર્મી યુવકની ધરપકડ
Junagadh Breaking News: ભવનાથ મંદિરના મહંતની નિમણૂક કરવાની માગ પ્રબળ
Junagadh Breaking News: ભવનાથ મંદિરના મહંતની નિમણૂક કરવાની માગ પ્રબળ
MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં હોબાળો, અટકી એડમિશન પ્રક્રિયા
MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં હોબાળો, અટકી એડમિશન પ્રક્રિયા
રાજકોટમાં નવનિર્મિત સાંઢિયા પુલના નિર્માણમાં સામે આવી ખામીઓ
રાજકોટમાં નવનિર્મિત સાંઢિયા પુલના નિર્માણમાં સામે આવી ખામીઓ
ગુજરાતમાં HTATA મુખ્ય શિક્ષકોની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવાનો નિર્ણય
ગુજરાતમાં HTATA મુખ્ય શિક્ષકોની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવાનો નિર્ણય
ગુજરાતમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી શોધીને પરત મોકલાશેઃ હર્ષ સંઘવી
ગુજરાતમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી શોધીને પરત મોકલાશેઃ હર્ષ સંઘવી
પુલ તો બનાવ્યો પણ પાણીના નિકાલ માટે પાઇપ નાખવાનું જ ભૂલાઈ ગયું!
પુલ તો બનાવ્યો પણ પાણીના નિકાલ માટે પાઇપ નાખવાનું જ ભૂલાઈ ગયું!
g clip-path="url(#clip0_868_265)">