AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઓપરેશન ડેલ્ટા હન્ટ: ગુજરાતમાં ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરી પર કાર્યવાહી, જુઓ Video

અમદાવાદ પોલીસે ઓપરેશન ડેલ્ટા હન્ટ શરૂ કર્યું છે, જે ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરોને પકડવાનું રાજ્યવ્યાપી અભિયાન છે. જેસીપી શરદ સિંગલના જણાવ્યા મુજબ, આ લોકો એજન્ટો દ્વારા ભારતમાં પ્રવેશ કરે છે અને નકલી આધાર કાર્ડ બનાવીને રહે છે.

ઓપરેશન ડેલ્ટા હન્ટ: ગુજરાતમાં ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરી પર કાર્યવાહી, જુઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 03, 2026 | 9:35 PM
Share

ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી ઘૂસણખોરોને પકડી પાડવા માટે રાજ્યસ્તરે ઓપરેશન ડેલ્ટા હન્ટ શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચના જેસીપી શરદ સિંગલના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રીના નિર્દેશ હેઠળ ચલાવવામાં આવેલું આ ઓપરેશન બે દિવસથી કાર્યરત છે. સુરતથી શરૂ થયેલું આ અભિયાન હવે પૂરા ગુજરાતમાં વિસ્તરી રહ્યું છે.

અમદાવાદ શહેરમાં સીપી જ્ઞાનેન્દ્ર મલિકની સૂચનાથી 30 થી વધુ ટીમો બનાવવામાં આવી હતી, જેમાં ક્રાઈમ બ્રાંચ, ઈઓડબલ્યુ, સાયબર, એસઓજી અને સ્થાનિક પોલીસનો સમાવેશ થાય છે. આ ટીમોએ રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી સઘન કોમ્બિંગ હાથ ધર્યું હતું.

આ ઓપરેશનનો મુખ્ય ઉદ્દેશ્ય એવા બાંગ્લાદેશીઓને પકડવાનો છે, જેઓ ગેરકાયદેસર રીતે ગુજરાતમાં ઘૂસણખોરી કરીને વસવાટ કરી રહ્યા છે. અગાઉ 2025 માં, અમદાવાદ પોલીસે 465 જેટલા બાંગ્લાદેશીઓને પકડી પાડ્યા હતા અને તેમને ડિપોર્ટ પણ કર્યા હતા. શરદ સિંગલના મતે, આ ઘૂસણખોરી એક મોટા આંતરરાષ્ટ્રીય નેટવર્કનો ભાગ છે.

એજન્ટો બાંગ્લાદેશથી લોકોને સરહદ પાર કરાવીને ભારતમાં લાવે છે. આ લોકો વેસ્ટ બંગાળ અથવા અન્ય રાજ્યોમાં નકલી આધાર કાર્ડ બનાવે છે, જેમાં મોટાભાગે વેસ્ટ બંગાળના સરનામાનો ઉપયોગ થાય છે. તેમની શારીરિક રચના, ભાષા અને બોલચાલ પશ્ચિમ બંગાળના લોકો જેવી જ હોવાથી તેઓ સરળતાથી ઓળખાઈ શકતા નથી. કેટલાક કિસ્સાઓમાં, તેઓ ભારતીયો સાથે લગ્ન કરીને રાશન કાર્ડમાં પણ પોતાનું નામ દાખલ કરાવે છે.

આ ઘૂસણખોરો અમદાવાદમાં ચંડોલા તળાવ જેવા વિસ્તારોમાં ગેરકાયદેસર કબજો કરીને રહેતા હતા. લલ્લુ બિહારી જેવા એજન્ટો તેમને ભાડા પર રૂમ આપીને ઊંચા વ્યાજે પૈસા વસૂલતા હતા. આ વખતે, ધરપકડ કરાયેલા લોકોમાં 90 જેટલી મહિલાઓનો સમાવેશ થાય છે, જેઓ સ્પા અને દેહવૃત્તિ જેવા વ્યવસાયોમાં સંડોવાયેલી હતી, જ્યારે પુરુષો કચરા કલેક્શન, ટાયર પંચર અને મજૂરી જેવા કામો કરતા હતા. તેમની પૂછપરછ હજુ ચાલુ છે.

ઘૂસણખોરો તેમના વતનમાં પૈસા મોકલવા માટે આંગળિયા પ્રણાલીનો ઉપયોગ કરતા હતા, જ્યાં કલકત્તાના એજન્ટો કમિશન કાપીને બાકીના પૈસા બાંગ્લાદેશ મોકલતા હતા. કેટલીકવાર તેઓ જી-પે અને ગૂગલ-પે જેવી એપ્લિકેશન્સનો ઉપયોગ કરીને સીધા જ પૈસા ટ્રાન્સફર કરતા હતા.

2019 માં એનઆરસી વિરોધ દરમિયાન આ લોકોએ પોલીસ પર હુમલો પણ કર્યો હતો. ચંડોલા તળાવ વિસ્તાર, જે એક લાખ ચોરસ મીટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલો હતો અને ગીચ વસ્તી ધરાવતો હતો, ત્યાં દારૂ અને ડ્રગ્સના વેચાણ જેવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓના કેસો પણ નોંધાયા હતા. આ વિસ્તારને ખાલી કરાવવામાં આવ્યા પછી, ઘણા ઘૂસણખોરો પિરાણા, નરોડા, નારોલ, વટવા, ઓઢવ, જુહાપુરા અને સરખેજ જેવા વિસ્તારોમાં ફેલાઈ ગયા હતા. કેટલાક તો ગુજરાત છોડીને વેસ્ટ બંગાળ અને યુપી પણ પાછા ફર્યા હતા.

અમદાવાદ ISKCON બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલની જેલમુક્તિ, શરતી જામીન મળ્યા

Follow Us
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">