Shravan 2021: શ્રાવણના ત્રીજા સોમવારે કેવી રીતે કરશો ઘરે બેઠા જ શિવજીનું પૂજન ?

|

Aug 22, 2021 | 6:41 PM

આ મહામારીના સમયમાં શિવજીની ભક્તિ માટે શિવાલય જવું જરૂરી નથી, બસ શિવમય બનવું જરૂરી છે. જો ઘરે પારાના શિવલિંગની પૂજા કરવામાં આવે તો તે ઉત્તમ છે. ઘરે બેઠાં જ શ્રદ્ધાથી શ્રાવણના ત્રીજા સોમવારે શિવ પૂજન કરવામાં આવે તો અવશ્ય શિવજીની કૃપા વરસે છે.

Shravan 2021: શ્રાવણના ત્રીજા સોમવારે કેવી રીતે કરશો ઘરે બેઠા જ શિવજીનું પૂજન ?
ઘરે બેઠા જ કરો શિવજીનું પૂજન !

Follow us on

શ્રાવણના(Shravan) દરેક સોમવારે શિવજીની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. પણ આ મહામારીના સમયમાં દરેક શિવભક્ત માટે શિવાલયમાં જઈને શિવભક્તિ કરવી શક્ય પણ નથી. કારણકે આપને નિયમોના બંધનમાં છીએ. અને સ્વાસ્થ્ય માટે સાવચેતી રાખવી પણ જરૂરી છે.
ત્યારે આજે અમે આપને જણાવીશું કે આપ ઘરે બેઠા કેવી રીતે શિવજીની પૂજા કરી શકો. એટલું જ નહીં, તેના નિયમો પણ આપને જણાવીશું. અમે આ લેખમાં આપને જણાવીશું કે ઘરે પૂજા કરવા માટે કેવા પ્રકારનું શિવલીંગ ઉત્તમ કહેવાય .
કહેવાય છે કે શિવજીની ભક્તિ માટે શિવાલય જવું જરૂરી નથી, બસ શિવમય બનવું જરૂરી છે. શિવપુરાણના આધારે કહેવાય છે કે અપૂજ્ય શિવલિંગની જો પૂજા કરવામાં આવે તો સોમયજ્ઞનું ફળ પ્રાપ્ત થાય. તો શિવપુરાણ અનુસાર ધાતુ, પથ્થર, સ્ફટિક અને પારાનું શિવલિંગ પૂજા માટે ઉત્તમ કહ્યું છે. પણ જે શિવભકત ગૃહસ્થાશ્રમમાં રેહ છે તે પારાના શિવલિંગની પૂજા કરે તે ઉત્તમ છે.

ઘરે જ ત્રીજા સોમવારની વિશેષ પૂજા માટે અને મહાદેવે પ્રસન્ન કરવા માટે નીચે દર્શાવેલી બાબતો અવશ્ય કરવી.
⦁ સોથી પહેલાં તો ત્રીજા સોમવારે શિવમય બનવા માટે સ્નાન કરી કેસરી પિતાંબર ધારણ કરવું.
⦁ ત્યારબાદ શિવજીને અતિ પ્રિય એવાં ભસ્મનું તિલક કરવું. આપ કપાળ, ગળા, હ્દય, બાહુ ,કોણી, કાંડુ, પેટ, પગ પર શિવાર્ચન કરી શકો છો.
⦁ શિવ પૂજન માટે સૌ પ્રથમ 1 બાજોઠ લો.
⦁ ત્યારબાદ બાજોઠ પર સફેદ આસન મૂકવું
⦁ આપ ઘરે જ ચોખાનું શિવલિંગ બનાવી શકો છો.
⦁ સાથએ જ શ્રીફળ મૂકી સંપૂર્ણ શિવપરિવારનો ફોટોમૂકવો.
⦁ ત્યારબાદ તાંબાના પાત્રમાં ગણેશજી સાથે શિવજીનું સ્થાપન કરવું.
⦁ શિવલિંગની શોડ્ષોપચાર પૂજા કરવી જોઈએ.
⦁ અને અંતે શિવજીને ભોગ લગાવવો અને આરતી કરવી.
⦁ છેલ્લે દંડવત્ પ્રણામ કરી પૂજા દરમિયાન અજાણતાં થયેલી ભૂલની માફી માગવી જોઈએ.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

શ્રાવણ માસ દરમિયાન કેટલીક બાબતની તકેદારી રાખવી જરૂરી રહેતા હોય છે પણ જો આપ સંપૂર્ણ શ્રાવણ દરમિયાન નિયમો નથી પાળી શકતા તો સોમવારે તો અચૂક પાળો.
⦁ સોમવારે શ્રદ્ધાથી શિવપૂજન કરવું.
⦁ પૂજા કરનારે બ્રહ્મચર્યનું પાલન કરવું
⦁ તો ભોજનમાં રીંગણ, કંદમૂળ, લસણ અને ડુંગળીનું સેવન ન કરો.
⦁ શક્ય હોય તો અડદ કે તેની વસ્તુથી બનતી વાનગીનો ત્યાગ કરવો
⦁ સોમવારે આપ એકટાણું કરી શકો છો અને જો થઈ શકે તો નિર્જળા ઉપવાસ કરવો.
⦁ યાદ રહે સોમવારે ભૂલથી પણ આપ કોઈની નિંદા ન કરી બેસો.
⦁ શ્રાવણના સોમવારે વાળ અને નખ ન કાપવા જોઈએ.

Next Article