ગાયત્રી મંત્ર દ્વારા પ્રાપ્ત કરો વિવાહનું વરદાન અને સંતાનનું સુખ !

ગાયત્રી મંત્ર એ તો અત્યંત સિદ્ધિદાયી મંત્ર મનાય છે. પણ, ઘણાં ઓછાં લોકોને એ ખ્યાલ હશે કે કેટલાંક વિશેષ ‘સંપુટ' લગાવીને જો આ મંત્રનો જાપ કરવામાં આવે તો તે વ્યક્તિના અધૂરાં કોડની પૂર્તિ પણ કરે છે.

ગાયત્રી મંત્ર દ્વારા પ્રાપ્ત કરો વિવાહનું વરદાન અને સંતાનનું સુખ !
ગાયત્રી મંત્રથી મળશે વિવાહનું અને સંતાનનું સુખ !
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2021 | 10:20 AM

મંત્રમાં (MANTRA) તો અપાર શક્તિ રહેલી છે. મંત્રમાં ઊર્જાનો અખૂટ સંચાર છે. એમાંય જ્યારે વાત કરવામાં આવે ગાયત્રી મંત્રની તો તેની શક્તિને વર્ણવવા માટે તો કદાચ શબ્દો પણ ઓછાં પડે ! ગાયત્રી મંત્ર એક એવો મંત્ર છે કે જેના વિશે કોઈ અજાણ હોઈ જ ન શકે. પણ, હકીકત એ છે કે આ મંત્રના અદભુત સામર્થ્યથી લોકો સંપૂર્ણપણે માહિતગાર પણ નથી !

ગાયત્રી મંત્ર એ તો અત્યંત સિદ્ધિદાયી મંત્ર મનાય છે. એટલે જ લોકો આ મંત્રનું અનુષ્ઠાન કરતાં હોય છે. પણ, ઘણાં ઓછાં લોકોને એ ખ્યાલ હશે કે કેટલાંક વિશેષ ‘સંપુટ’ લગાવીને જો આ મંત્રનો જાપ કરવામાં આવે તો તે સાધકને મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ કરાવે છે ! તે વ્યક્તિના અધૂરાં કોડની પૂર્તિ પણ કરે છે અને તેની શેર માટીની ખોટ પણ પૂરે છે. ત્યારે આવો, આજે તે જ અંગે માહિતી મેળવીએ.

ગાયત્રી મંત્ર ૐ ભૂર્ભુવઃ સ્વઃ । તત્ સવિતુર્વરેણ્યં । ભર્ગો દેવસ્ય ધીમહિ । ધિયો યો નઃ પ્રચોદયાત્ ।।

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

લૌકિક માન્યતા અનુસાર આ ગાયત્રી મંત્રમાં વિશેષ ‘સંપુટ’ એટલે કે કોઈ ખાસ ‘શબ્દ’ને જોડવામાં આવે અને પછી તેનું ઉચ્ચારણ કરવામાં આવે તો તેનાથી મંત્રની શક્તિ અનેકગણી વધી જાય છે. તેમજ તે જાપ કરનારને શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ કરાવે છે.

વિવાહનું વરદાન ! માતા ગાયત્રી તો વિવાહના આશીર્વાદ પ્રદાન કરનારા છે. જો કોઈને યોગ્ય જીવનસાથીની પ્રાપ્તિ ન થઈ રહી હોય અથવા તો વિવાહ નક્કી થયા બાદ પણ વારંવાર કોઈ વિઘ્ન નડતું રહેતું હોય, તો, સોમવારના દિવસે ગાયત્રી મંત્રનો આ પ્રયોગ કરવો.

1 પીળા રંગના વસ્ત્ર ધારણ કરી માતા ગાયત્રીનું સ્મરણ કરવું. 2 ગાયત્રી મંત્રની આગળ-પાછળ ‘હ્રીં’ સંપુટ લગાવી 108 વખત મંત્રનો જાપ કરવો. 3 આ પ્રયોગથી વિવાહ આડેની તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થશે. 4 યુવક કે યુવતી બંન્ને આ પ્રયોગ કરી શકે છે.

સંતાનનું સુખ જો કોઈ દંપતી સંતાન સુખથી વંચિત હોય તો તેમણે ખાસ આ પ્રયોગ કરવો. એટલું જ નહીં, સંતાનને કોઈ બીમારી થઈ હોય, અથવા સંતાનના વર્તનને લીધે માતા-પિતાને દુઃખી થવું પડતું હોય, તો તે સંજોગોમાં પણ આ પ્રયોગ લાભદાયક બનશે. ઉલ્લેખનિય છે કે આ પ્રયોગ પતિ-પત્ની બંન્નેવે એકસાથે કરવાનો છે.

1 દંપતીએ પ્રાતઃકાળે સફેદ વસ્ત્ર ધારણ કરવા. 2 સૂર્યોદય થાય તે પૂર્વે જ મંત્રજાપ શરૂ કરી દેવાં. 3 ગાયત્રી મંત્રની આગળ-પાછળ ‘યૌમ’ સંપુટ લગાવી ગાયત્રી મંત્રનો જાપ કરવો. 4 શક્ય હોય તો નિત્ય 108 વખત મંત્રજાપ કરવો. 5 આ મંત્રજાપથી સંતાન સંબંધી દરેક સમસ્યાથી ઝડપથી મુક્તિ મળવાની માન્યતા છે. 6 નિઃસંતાન દંપતીના ઘરે આ મંત્રના જાપથી પારણું બંધાતું હોવાની માન્યતા પ્રચલિત છે.

ત્યારે ગાયત્રી મંત્રની અપાર શક્તિનો લાભ આપ પણ લો. અને આપના જીવનમાં નવ ચેતનાના સંચારની અનુભૂતિ કરો.

આ પણ વાંચો : શું તમને ખબર છે શંખનાદનો આ મહિમા ?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">