અમાસ પર કરો આ ચોક્કસ ઉપાયો દૂર થશે પિતૃદોષ, માતા લક્ષ્મીની રહેશે કૃપા
નકારાત્મક શક્તિઓને દૂર કરવા અને પિતૃઓને પ્રસન્ન કરવા માટે અમાસ પર અમે અહીં કેટલાક ચોક્કસ ઉપાયો જણાવ્યા છે જે અજમાવવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે,બધી પરેશાનીઓ દૂર કરે છે અને તમને સુખ-સમૃદ્ધિ આપે છે.
આજે અધિક શ્રાવણ માસની અમાસ છે. હિંદુ ધર્મમાં અમાસનું ખૂબ મહત્વ માનવામાં આવે છે. પૂર્વજોના આશીર્વાદ મેળવવા માટે આ દિવસ ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. અધિક માસમાં આવવાના કારણે આ અમાસ વિશેષ બની જાય છે. અધિક માસનો અમાસનો દિવસ ત્રણ વર્ષમાં એક વાર આવે છે. આ દિવસે નકારાત્મક શક્તિઓ વધારે હાવી હોય છે, તેથી એવા ઘણા ઉપાયો છે જે શુભતા લાવે છે. આ દિવસ ધનની દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે પણ ખાસ માનવામાં આવે છે. જો કુંડળીમાં ગ્રહ દોષ અને પિત્ર દોષ હોય તો આજે આ નિશ્ચિત ઉપાયો કરવાથી છુટકારો મેળવી શકાય છે.
આ પણ વાંચો :અધિક શ્રાવણ માસ 15મી ઓગસ્ટ નિમિતે સાળંગપુરધામના કષ્ટભંજનદાદાને તિરંગાનો દિવ્ય શણગાર, જુઓ PHOTOS
અમાસના દિવસે પિતૃઓને પ્રસન્ન કરો
પિતૃદોષ દૂર કરવા માટે અમાસ વધુ સારી તિથિ હોઈ શકે નહીં. આ દિવસે પિતૃઓ તર્પણ, પિંડ દાન અને દાન પુન્ય કરવાથી પ્રસન્ન થાય છે અને પોતાના પરિવારના દુ:ખ દૂર કરે છે અને તેમના પર આશીર્વાદ વરસાવે છે.અમાસના દિવસે સાંજે સૂર્યાસ્ત થયા પછી ઘરની દક્ષિણ દિશામાં સરસવ કે તલના તેલનો દિવો પ્રજ્વલીત કરો.અને પિતૃ કવચનો પાઠ પણ કરવો જોઈએ.
અમાસ પર ઘરમાં અંધારું ન રાખવું
અમાસના દિવસે સવારથી સૂર્યાસ્ત સુધી ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં ઘીનો દીવો પ્રગટાવી રાખવો જોઇએ. સૂર્યાસ્ત થયા પછી સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ.આ ઉપાય કરવાથી ધનની દેવી પ્રસન્ન થાય છે અને સુખ-સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે. અમાસના દિવસે ઘરના દરેક ખુણે અજવાળું રાખો, ઘરના દરેક ખુણે દિવો પ્રગટાવો
અમાસ પર પીપળાના વૃક્ષ સંબંધિત ઉપાય
અમાસના દિવસે સવારે પીપળના વૃક્ષને જળ અર્પણ કરવું જોઈએ અને સાંજે ત્યાં તલના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મીની કૃપા જળવાઈ રહે છે અને આર્થિક સ્થિતિમાં પણ સુધારો થાય છે.
અમાસ પર ઘરની નકારાત્મકતા દૂર કરો
અમાસના દિવસે ઘરમાંથી નકારાત્મકતાને દૂર કરવા માટે નમક વાળા પાણીથી ઘરમાં પોતા કરવા જોઇએ.આનાથી ઘરની નકારાત્મકતા દુર થાય છે.
અમાસ પર દેવી લક્ષ્મીની કૃપા કરો
દરેક પ્રયાસ કર્યા પછી પણ જો તમે આર્થિક મુશ્કેલીમાં છો અને પૈસાની તંગી દૂર થવાનું નામ નથી લઈ રહી તો અમાસના દિવસે લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પ્રતિમા કે મૂર્તિની સામે દીવો કરવો જોઈએ. અખંડ દીવો કરી તેમની પાસેથી સુખ-સમૃદ્ધિ માટે વરદાન માંગવું જોઈએ.
નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.