Paryushan: પરમાત્માની સમીપે લઈ જતો મહાપર્વ એટલે જ પર્વાધિરાજ પર્યુષણ

|

Sep 04, 2021 | 11:47 AM

પર્યુષણનો મૂળ હેતુ આત્માને શુદ્ધ કરી પરમાત્માની સમીપે પહોંચવાનો છે. તે ભગવાન મહાવીર સ્વામીના મૂળ સિદ્ધાંત "અહિંસા પરમો ધર્મ"ના માર્ગે ચાલવાનું શીખવે છે. સૌના કલ્યાણની કામનાને જીવંત કરે છે તેમજ મોક્ષ પ્રાપ્તિના દ્વારને ખોલે છે.

Paryushan: પરમાત્માની સમીપે લઈ જતો મહાપર્વ એટલે જ પર્વાધિરાજ પર્યુષણ
આત્માને પરમાત્માની સમીપે લઈ જાય છે પર્યુષણ પર્વ

Follow us on

જૈન સંપ્રદાયમાં વર્ષ દરમિયાન બે ઉત્સવો સૌથી મહત્વના મનાય છે. એક દિવાળી અને બીજો પર્યુષણ. (paryushan) જૈન સમાજમાં પર્યુષણનો આ પર્વ સૌથી મોટો ઉત્સવ મનાય છે. અને એટલે જ તે પર્વાધિરાજ તરીકે પણ ઓળખાય છે. જૈનોના આ મહાપર્વનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે આવો, આજે તેની મહત્તાને જાણીએ.

પર્યુષણ પર્વને પજુસણ પણ કહે છે. શ્વેતાંબર જૈનો આ ઉત્સવની આઠ દિવસ સુધી ઉજવણી કરે છે. આ આઠ દિવસ દરમિયાન કલ્પ સૂત્રનું વાંચન કરવામાં આવે છે. જેમાં પાંચમા દિવસે ભગવાન મહાવીરના જન્મનું વાંચન કરવામાં આવે છે. ભાદરવા સુદ ચોથના દિવસે આ પર્વની સમાપ્તિ થાય છે. આ દિવસ સંવત્સરી તરીકે ઓળખાય છે.

દસલક્ષણા પર્વ
દિગમ્બર જૈનો ભાદરવા સુદ પાંચમથી શરૂ કરી દસ દિવસ સુધી આ પર્વની ઉવજણી કરે છે. જેને દસલક્ષણા કહેવામાં આવે છે. આ દસ લક્ષણો છે ક્ષમા, મર્દવ, અર્ણવ, સત્ય, સંયમ, શૌર્ય, તપશ્ચર્યા, ત્યાગ, અસુવિધા અને બ્રહ્મચર્ય.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

ઉપવાસનું મહત્વ
પર્યુષણમાં તીર્થંકરોની પૂજા, સેવા અને સ્મરણ કરવામાં આવે છે. તો સાથે જ તેમાં સૌથી વધારે મહત્વ છે ઉપવાસનું. ઉપવાસ દ્વારા વ્યક્તિ શારીરિક અને માનસિક રીતે સ્વયંને તપસ્યા માટે સમર્પિત કરે છે. પર્યુષણમાં ઉપવાસનો સમયગાળો 1 દિવસથી લઈ 30 દિવસ સુધીનો હોય છે. જેમાં સૂર્યોદયથી લઈ સૂર્યાસ્તની વચ્ચે માત્ર ઉકાળેલું પાણી જ ગ્રહણ કરી શકાય છે.

પ્રતિક્રમણ મહિમા
પ્રતિક્રમણ એટલે પાપથી પાછા ફરવું ! પર્યુષણના દિવસની શરૂઆત પ્રતિક્રમણથી જ થતી હોય છે. દરેક જૈન સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા નિત્ય બે વખત પ્રતિક્રમણ કરતા હોય છે. પણ, પર્યુષણ પર્વ દરમિયાન દરેક જૈન માટે તેની મહત્તા છે. આ સામાયિક તરીકે ઓળખાતી એક ધ્યાન વિધિનો પ્રકાર છે. જે દરમિયાન વ્યક્તિ તેના જીવનના આદ્યાત્મિક દૃષ્ટિકોણ તરફ વિચાર કરે છે. વાર્ષિક એક પ્રતિક્રમણ શ્રાવક માટે ફરજીયાત મનાય છે. જે સંવત્સરી તરીકે ઓળખાય છે. આ સંવત્સરી ભાદરવા સુદ ચોથે ઉજવાય છે.

મિચ્છામિ દુક્કડં
પર્યુષણ પર્વમાં ક્ષમા યાચનાનો વિશેષ મહિમા રહેલો છે. પર્વની સમાપ્તિએ સૌ એકબીજાને મિચ્છામિ દુક્કડં કહે છે. જેનો અર્થ થાય છે કે, “જાણતા કે અજાણતા મારા કોઈ કૃત્ય, શબ્દ કે અન્ય કોઈપણ રીતે આપનું મન દુભાયું હોય તો હું આપની ક્ષમા માંગુ છું”

પર્યુષણનો મૂળ હેતુ આત્માને શુદ્ધ કરી પરમાત્માની સમીપે પહોંચવાનો છે. તે ભગવાન મહાવીર સ્વામીના મૂળ સિદ્ધાંત “અહિંસા પરમો ધર્મ”ના માર્ગે ચાલવાનું શીખવે છે. સૌના કલ્યાણની કામનાને જીવંત કરે છે તેમજ મોક્ષ પ્રાપ્તિના દ્વારને ખોલે છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચોઃ પૂજા થશે શિવજીની, કૃપા મળશે શનિદેવની ! જાણો અત્યંત ફળદાયી શનિ પ્રદોષ વ્રતનો મહિમા

આ પણ વાંચોઃ શારીરિક અને આદ્યાત્મિક શુદ્ધિ સાથે અઢળક આશિષ આપશે મહાદેવનો આ ખાસ મંત્ર !

Next Article