રથયાત્રાના રૂડા અવસરે જાણો પ્રભુ જગન્નાથજીના ‘રથ’નો મહિમા

પ્રભુ જગન્નાથ રથમાં બિરાજમાન થઈ જગન્નાથજી તેમના ભાઈ બળભદ્ર અને સુભદ્રાજી સાથે ભક્તોને દર્શન દેવા પહોંચે છે. પણ, શું તમને ખબર છે કે પ્રભુ જે રથમાં બિરાજમાન થાય છે તે રથ સાથે અનેક રોચક બાબતો જોડાયેલી છે.

રથયાત્રાના રૂડા અવસરે જાણો પ્રભુ જગન્નાથજીના ‘રથ'નો મહિમા
રથારુઢ જગન્નાથજીના દર્શનનો વિશેષ મહિમા
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Jul 12, 2021 | 9:47 AM

અષાઢી બીજનો અવસર એટલે તો જગતના નાથ જગન્નાથજીની (JAGANNATH) રથયાત્રાનો રૂડો અવસર. આ એ દિવસ છે કે જેની જગન્નાથજીના ભક્તો સમગ્ર વર્ષ દરમિયાન આતુરતાપૂર્વક રાહ નિહાળતા હોય છે. કારણ કે આ દિવસે ખુદ ભગવાન તેમના ભક્તોને મળવા આવે છે.

રથમાં બિરાજમાન થઈ જગન્નાથજી તેમના ભાઈ બળભદ્ર અને સુભદ્રાજી સાથે ભક્તોને દર્શન દેવા પહોંચે છે. પણ, શું તમને ખબર છે કે પ્રભુ જે રથમાં બિરાજમાન થાય છે તે રથ સાથે અનેક રોચક બાબતો જોડાયેલી છે ? આવો, આજે જાણીએ આ રથના રહસ્યને.

અમદાવાદમાં રથયાત્રા પૂર્વે પ્રભુના રથનું સમારકામ કરી તેને શણગારવામાં આવે છે. પણ, પુરીમાં તો દર વર્ષે નવાં જ રથનું નિર્માણ થાય છે. પરંતુ, આ નિર્માણ કાર્ય એટલું ચોક્કસ હોય છે કે રથ દર વર્ષે બિલ્કુલ એક સમાન જ લાગે છે. તેમાં જરાક પણ ફેરફાર જોવા નથી મળતો.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

જગન્નાથજીનો રથ લાલ-પીળા રંગનો ભગવાન જગન્નાથજીનો રથ ‘નંદીઘોષ’ તરીકે ઓળખાય છે. જેના નિર્માણમાં લાકડાંના 832 ટુકડાનો ઉપયોગ થાય છે. આ રથની ઊંચાઈ લગભગ 45 ફૂટ 6 ઈંચ હોય છે અને તેને 16 પૈડા હોય છે.

બળભદ્રજીનો રથ લાલ-લીલા રંગનો બળભદ્રજીનો રથ ‘તલધ્વજ’ કે ‘તાલધ્વજ’ના નામે ઓળખાય છે. જેમાં લાકડાના 763 ટુકડાનો ઉપયોગ થાય છે. રથની ઊંચાઈ લગભગ 45 ફૂટ હોય છે અને તેને 14 પૈડા હોય છે.

સુભદ્રાજીનો રથ પુરી જગન્નાથ ધામમાં સુભદ્રાજીનો રથ ‘દર્પદલન’ નામે પ્રસિદ્ધ છે. લાલ અને કાળા રંગથી શોભતા દેવીના આ રથને બનાવવામાં લાકડાના 593 ટુકડાનો ઉપયોગ થાય છે. આ રથની ઊંચાઈ લગભગ 44 ફૂટ 6 ઈંચ હોય છે અને તેને 12 પૈડા હોય છે.

સૌથી મહત્વની વાત તો એ છે કે આ રથના નિર્માણ માટે કોઈ પણ પ્રકારની મશીનરીનો ઉપયોગ નથી થતો. લગભગ 200 લોકો મળીને પરંપરાગત રીતે માત્ર અઠ્ઠાવન દિવસમાં આ રથને તૈયાર કરતાં હોય છે. નવાઈની વાત તો એ છે રથ બનાવનારાઓ પાસે કોઈ જ લેખિત માહિતી કે ડિઝાઈન-ગ્રાફ કશું જ નથી હોતું. પેઢી દર પેઢી જે વારસાગત જ્ઞાન તેમણે મેળવ્યું હોય છે તેના જ આધાર પર તેઓ આ રથનું નિર્માણ કરે છે.

પુરી જગન્નાથ ધામના રથમાં ક્યાંય કોઈ ધાતુનો કે લોખંડનો ઉપયોગ નથી થતો અને છતાં રથ ખૂબ જ મજબૂત હોય છે. જેમાં કોઈ જ ક્ષતિ જોવા નથી મળતી. આ બાબત ખૂબ જ અચરજ ભરેલી જ છે.

કેટલાંકને પ્રશ્ન થાય કે રથયાત્રા પૂર્ણ થયા બાદ આ રથનું શું થતું હશે ? તો, તમને જણાવી દઈએ કે આ રથના જ લાકડાંઓમાંથી જગન્નાથજી પ્રભુ માટે પ્રસાદ તૈયાર કરવામાં આવે છે. પુરીમાં આજે પણ પરંપરાગત રીતે જ પ્રભુ માટે ભોગ તૈયાર થાય છે. જ્યાં ચુલાના બળતણ માટે રથના જ લાકડાંનો ઉપયોગ થાય છે.

આ પણ વાંચોઃ શું તમને ખબર છે અમદાવાદમાં કેવી રીતે થયું પ્રભુ જગન્નાથજીનું આગમન ?

Latest News Updates

અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">