AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navratri 2022: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ મૂક્યો ખૂલ્લો , ગરબા સિવાય પણ શહેરીજનો અન્ય ઘણા આકર્ષણોનો આનંદ માણી શકશે

નવરાત્રી મહોત્સવ સૌ પ્રથમ વાર અંબાજી, ચોટીલા, પાવાગઢ, મોઢેરા, ઉમિયા માતાજી મંદિર, બેચરાજી, માતાનો મઢ, ખોડિયાર માતા મંદિર જેવા પ્રસિદ્ધ તીર્થધામોમાં પણ એકસાથે ઉજવવામાં આવશે . આ વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ (Vibrant Navratri festival)માં શહેરીજનો માટે થીમ પેવેલિયન, ક્રાફટ બજાર, આનંદ નગરી, બાળ નગરી, ફૂડ સ્ટોલ, રાજ્યકક્ષાની ગરબા સ્પર્ધા, પરંપરાગત વેશભૂષા જેવા અનેરા આકર્ષણો અને સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે.

Navratri 2022: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ મૂક્યો ખૂલ્લો , ગરબા સિવાય પણ શહેરીજનો અન્ય ઘણા આકર્ષણોનો આનંદ માણી શકશે
વાયબ્રન્ટ નવરાત્રિનો મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો પ્રારંભ
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2022 | 11:37 PM
Share

અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે આજે મુખ્યપ્રધાન  ભૂપેન્દ્ર પટેલે  (Bhupendra Patel) વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ – 2022  (Vibrant Navratri festival )ખુલ્લો મૂક્યો હતો. નવ દિવસ સુધી શહેરના GMDC ગ્રાઉન્ડ ખાતે ગરબા મહોત્સવ યોજાશે. આ ઉપરાંત, આ નવરાત્રિ મહોત્સવમાં  (Navratri 2022) ગરબા સિવાય પણ શહેરીજનો માટે અન્ય ઘણા આકર્ષણો ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા ઊભા કરવામાં આવ્યા છે, જેમાં અલગ અલગ થીમ પેવેલિયન, અટલ બ્રીજની પ્રતિકૃતિ, ફૂડ કોર્ટ વગેરેનો સમાવેશ થાય છે.આ પ્રસંગે મુખ્યપ્રધાને વિશ્વના સૌથી વધુ દિવસ ચાલતા લોકઉત્સવ નવરાત્રી પર્વની સૌને શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે, મા આદ્ય શક્તિની ઉપાસના અને ભક્તિમાં લીન બનીને ગરબે ઘુમવાના દિવસો શરૂ થયા છે. કોરોનાના કારણે 2 વર્ષ પછી ગરબાના રસિયાઓને ગરબે ઘૂમવા મળવાનું છે એટલે સૌના ચેહરા પર આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ગરબો ગુજરાતની વિશિષ્ટ સંસ્કૃતિની ઓળખ છે. તેમણે આ  પ્રસંગે જણાવ્યું હતું કે  ગરબાને ગ્લોબલ બનાવવાની નેમ સાથે  વડાપ્રધાન મોદીએ નવરાત્રી મહોત્સવની શરૂઆત કરાવેલી. જેના ભાગરૂપે ગુજરાતના ઉત્સવો ખરા અર્થમાં લોક ઉત્સવો અને જન ઉમંગ ઉત્સવ બન્યા છે. આવા લોક ઉત્સવોની ઉજવણીનો અન્ય હેતુ સ્થાનિક સ્તરે રોજગારી પૂરી પાડવાનો પણ છે. પતંગોત્સવ, રણોત્સવ, કાંકરિયા કાર્નિવલ, વાઇબ્રન્ટ નવરાત્રી, વાઇબ્રન્ટ ગુજરાત સમિટ જેવા ઉત્સવો વિશ્વ સમક્ષ ગુજરાતની અસ્મિતાના પ્રતીક તરીકે ઊભર્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ વર્ષે આ નવરાત્રી મહોત્સવ સૌ પ્રથમ વાર અંબાજી, ચોટીલા, પાવાગઢ, મોઢેરા, ઉમિયા માતાજી મંદિર, બેચરાજી, માતાનો મઢ, ખોડિયાર માતા મંદિર જેવા પ્રસિદ્ધ તીર્થધામોમાં પણ એકસાથે ઉજવવામાં આવશે . આ વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ (Vibrant Navratri festival)માં શહેરીજનો માટે થીમ પેવેલિયન, ક્રાફટ બજાર, આનંદ નગરી, બાળ નગરી, ફૂડ સ્ટોલ, રાજ્યકક્ષાની ગરબા સ્પર્ધા, પરંપરાગત વેશભૂષા જેવા અનેરા આકર્ષણો અને સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે.

ઉત્સવમાં શિરોમણી ઉત્સવ એટલે નવરાત્રી

વધુમાં જણાવતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ઉત્સવ પ્રેમી ગુજરાતી પ્રજા માટે ઉત્સવમાં શિરોમણી ઉત્સવ એટલે નવરાત્રી.આધુનિક આયોજનો સાથે નવરાત્રિના પરંપરાગત આયામો પણ જળવાઈ રહે એ માટે રાજ્ય સરકાર સમૂહ શેરી ગરબાના આયોજનને પણ પ્રોત્સાહન આપે છે. વડાપ્રધાને અમૃત મહોત્સવ પ્રસંગે અમૃતકાળના આપેલા પાંચ સંકલ્પો પૈકી એક સંકલ્પ આપણા પ્રાચીન વારસા, આપણી સંસ્કૃતિ અને પરંપરા પર ગર્વ કરવાનો અને આપની ધરોહરને જાળવી રાખવાનો છે. દેવી શક્તિની આરાધનાતો ભારતની પ્રાચીન પરંપરાઓમાંની એક છે. નવરાત્રી જેવા ઉત્સવ આપણને નવી ઊર્જા અને સામાજિક એકતાનો આગવો પરિચય આપે છે. આ વર્ષે ભારત સરકારે યુ.એન. કલ્ચર હેરિટેજ ટેગ માટે ગુજરાતના ગરબાને નોમીનેટ કર્યાં છે જે આપણી વિરાસતનું ગૌરવ ગાન છે. ગુજરાતની બધીજ સિદ્ધિઓ ઉપલબ્ધિઓ આદ્યશક્તિ મા જગદંબાના આશિષ અને આદરણીય નરેન્દ્રભાઈના અથાગ પરિશ્રમનું પરિણામ છે. નવરાત્રિનું પર્વ આપણામાં જોશ અને જોમ ભરે છે અને આપણે દેશસેવા ના કાર્યોમાં સમર્પિત બનીએ. આપણે સૌ માં આદ્ય શક્તિની ભક્તિમાં લીન બનીએ અને એક બની, નેક બની ગુજરાત અને ભારતને ઉન્નત બનાવીએ તેવી અભ્યર્થના હું પાઠવું છું .

આ પ્રસંગે સહકાર અને માર્ગ- મકાન રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, પ્રવાસન રાજ્યમંત્રી અરવિંદ રૈયાણી, ધારાસભ્યો, સાંસદસભ્યો, રાજ્યના ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર, અમદાવાદના મેયર  કિરીટ  પરમાર, મ્યુનિસિપલ કમિશનર લોચન સેહરા, પ્રવાસન વિભાગના પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા.

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">