Jalyatra 2023: અમદાવાદમાં આજે 146મી જળયાત્રા, જાણો જ્યેષ્ઠાભિષેક પૂર્વેની આ યાત્રાનું શું છે મહત્વ

આજે વિવિધ મંદિરોમાં પ્રભુનો મહાભિષેક (Mahabhishek) કરવામાં આવશે. જગન્નાથ પુરીમાં આ પૂનમ સ્નાન પૂર્ણિમાના નામે ઓળખાય છે. અને સ્નાન યાત્રાના નામે આ મહાપર્વની ઉજવણી થાય છે. તો, અમદાવાદના જગદીશ મંદિરમાં પણ જ્યેષ્ઠા નક્ષત્રમાં પ્રભુ માટે મહાભિષેકનું આયોજન થાય છે.

Jalyatra 2023: અમદાવાદમાં આજે 146મી જળયાત્રા, જાણો જ્યેષ્ઠાભિષેક પૂર્વેની આ યાત્રાનું શું છે મહત્વ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 05, 2023 | 3:29 PM

જેઠ સુદ પૂનમના અવસરે કૃષ્ણ મંદિરોમાં અને તેમના વિવિધ સ્વરૂપોના મંદિરોમાં મહા અભિષેકનું આયોજન થાય છે. જેઠ માસમાં જ્યેષ્ઠા નક્ષત્રમાં યોજાતો આ મહા અભિષેક જ્યેષ્ઠાભિષેકના નામે ખ્યાત છે. અમદાવાદના જગદીશ મંદિરમાં પણ આ દિવસે જગન્નાથજી, બળભદ્રજી અને સુભદ્રાજીનો અભિષેક કરવામાં આવે છે. પણ, અહીં તો આ અભિષેક જેટલું જ મહત્વ ધરાવે છે જળયાત્રા. આવો, જાણીએ આ જળયાત્રાનું શું મહત્વ છે ?

જ્યેષ્ઠાભિષેક મહિમા

જેઠ સુદ પૂનમની ઉદયતિથિ 4 જૂન, રવિવારના રોજ પડી રહી છે. જે અંતર્ગત આજે વિવિધ મંદિરોમાં પ્રભુનો મહાભિષેક કરવામાં આવશે. જગન્નાથ પુરીમાં આ પૂનમ સ્નાન પૂર્ણિમાના નામે ઓળખાય છે. અને સ્નાન યાત્રાના નામે આ મહાપર્વની ઉજવણી થાય છે. તો, અમદાવાદના જગદીશ મંદિરમાં પણ જ્યેષ્ઠા નક્ષત્રમાં પ્રભુ માટે મહાભિષેકનું આયોજન થાય છે.

મહાભિષેક પૂર્વે જળયાત્રાનું આયોજન

અમદાવાદના જગદીશ મંદિરની પ્રથા થોડી અલગ છે. આ મંદિરમાં પ્રભુના મહાભિષેક પૂર્વે ભવ્ય જળયાત્રાનું આયોજન થાય છે. મોટાભાગના મંદિરોમાં સ્નાન યાત્રાના આગલા દિવસે જ તીર્થસ્થાનોથી જળ મંદિરમાં લાવી દેવાય છે. પરંતુ, જગદીશ મંદિરમાં પ્રભુનો નિત્ય કર્મ પૂર્ણ થયા બાદ જ જળયાત્રાનો પ્રારંભ થાય છે. 108 કળશ, ગજરાજ અને ભજન મંડળીઓ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળે છે. તે સાબરમતીના કાંઠે સોમનાથ ભૂદરના આરે પહોંચે છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

સોમનાથ ભૂદરે ગંગા પૂજન

પુરાણોમાં સાબરમતી નદીનો કળિયુગી ગંગા તેમજ કશ્યપી ગંગાના નામે ઉલ્લેખ મળે છે. ત્યારે સોમનાથ ભૂદરે શાસ્ત્રોક્ત વિધિથી ગંગા પૂજન કરવામાં આવે છે. ત્યારબાદ ગંગા રૂપ સાબરમતીના નીરથી 108 કળશને ભરવામાં આવે છે. અને પછી શોભાયાત્રા એટલે કે જળયાત્રા મંદિર તરફ પ્રસ્થાન કરે છે.

જ્યેષ્ઠાભિષેકની વિધિ

108 કળશને નીજ ધામ લવાયા બાદ તેને પ્રભુની સન્મુખ મુકવામાં આવે છે. અને ત્યારબાદ જગન્નાથજીની જ્યેષ્ઠાભિષેકની વિધિનો પ્રારંભ થાય છે. જેમાં શંખની મદદથી પ્રભુ પર અભિષેક કરવામાં આવે છે. એક માન્યતા અનુસાર પૂર્ણાહુતિ તરફ વધી રહેલી ગ્રીષ્મ ઋતુના સમયમાં પ્રભુને ઠંડક મળે તે માટે આ અભિષેક થતો હોય છે. આ અભિષેકમાં સર્વ પ્રથમ તો પ્રભુને 108 કળશમાં લવાયેલા શુદ્ધ જળથી શુદ્ધોદક સ્નાન કરાવવામાં આવે છે. ત્યારબાદ તેમને ગુલાબજળ, ગંગાજળ અને કેસરથી સ્નાન કરાવાય છે. આ સ્નાન બાદ પંચામૃતથી સ્નાન કરાવવાનું માહાત્મ્ય છે. પંચામૃતમાં દૂધ, દહીં, ઘી, મધ અને સાકરનો સમાવેશ થાય છે. પંચામૃત સ્નાન બાદ પ્રભુને ચંદન સ્નાન કરાવવામાં આવે છે. ત્યારબાદ તેમને અત્તર મિશ્રીત જળથી પણ સ્નાન કરાવાય છે. આ તમામ સ્નાન પૂર્ણ થયા બાદ પ્રભુને પુન: શુદ્ધોદક સ્નાન કરાવવામાં આવે છે. સ્નાનવિધિ બાદ પ્રભુ પર દૂર્વા, તુલસી અને પુષ્પનો અભિષેક કરવામાં આવે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">