Rath Yatra 2021 : શું તમને ખબર છે કે શા માટે થાય છે જગન્નાથજીનો જ્યેષ્ઠાભિષેક ? આ રસપ્રદ કથા

જગન્નાથજીનો જ્યેષ્ઠાભિષેક થાય છે શા માટે ? અને શા માટે જેઠ માસમાં જ પ્રભુ પર કરવામાં આવે છે જળાભિષેક ?

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2021 | 7:45 AM

દર વર્ષે જેઠ સુદ પૂર્ણિમાના રોજ પ્રભુ જગન્નાથજીનો જ્યેષ્ઠાભિષેક થાય છે. તો, જગન્નાથજીના મુખ્ય ધામ પુરીમાં આ જ દિવસે પ્રભુની સ્નાનયાત્રા નિકળે છે. પણ, પ્રશ્ન તો એ છે કે જગન્નાથજીનો જ્યેષ્ઠાભિષેક થાય છે શા માટે ? અને શા માટે જેઠ માસમાં જ પ્રભુ પર કરવામાં આવે છે જળાભિષેક ? આવો, આજે તે સંબંધી રોચક કથાનક જાણીએ.

દંતકથા અનુસાર શ્રીકૃષ્ણ વ્રજવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય હતા. કહો કે વ્રજવાસીઓ માટે તો શ્રીકૃષ્ણ જ તેમનું જીવન હતા. ત્યારે વૃદ્ધાવસ્થાએ પહોંચેલા નંદબાબાને વિચાર આવ્યો કે….

“આ જ યોગ્ય સમય છે. હું મારા પુત્ર કૃષ્ણને મારી જગ્યાએ વ્રજનો રાજા બનાવી દઉં. તેનો રાજ્યાભિષેક કરી દઉં !”

નંદબાબાએ તો તરત જ કુળગુરુ ગર્ગાચાર્યજી આગળ તેમનો વિચાર અભિવ્યક્ત કર્યો. અને ગર્ગાચાર્યજીએ જેઠ સુદ પૂનમનું મુહૂર્ત કાઢ્યું. શ્રીકૃષ્ણના રાજ્યાભિષેક માટે બધી જ પવિત્ર નદીઓના જળ મંગાવવામાં આવ્યા. જેઠ સુદ પૂનમના રોજ શ્રીકૃષ્ણને સફેદ ધોતી અને સફેદ ઉપરણું પહેરાવવામાં આવ્યું. ત્યારબાદ પવિત્ર નદીઓના જળથી તેમનો  અભિષેક કરવામાં આવ્યો. આ સમયે ઋષિમુનિઓએ પુરૂષસુક્તના મંત્રોચ્ચાર કર્યા. અને શ્રીનંદરાયજીએ તેમના પુત્ર શ્રીકૃષ્ણનો રાજ્યાભિષેક કર્યો.

શ્રીકૃષ્ણ પર થયેલો આ અભિષેક જ્યેષ્ઠા નક્ષત્રમાં થયો હોઈ તે ‘જ્યેષ્ઠાભિષેક’ તરીકે પ્રસિદ્ધ થયો. આ અભિષેકથી ‘વ્રજકુંવર’….. ‘વ્રજરાજ’ બન્યા હતા. અને એટલે જ જેઠ સુદ પૂનમે દેવને જ્યેષ્ઠાભિષેક કરવાનો વિશેષ મહિમા છે. આમ તો, શ્રીકૃષ્ણ સંબંધી મોટાભાગના મંદિરોમાં જેઠ સુદ પૂનમે પ્રભુ પર જ્યેષ્ઠાભિષેક થાય જ છે. પરંતુ, જગન્નાથજી તો સ્વયં શ્રીકૃષ્ણનું જ કળિયુગી સ્વરૂપ મનાય છે. શ્રીકૃષ્ણ જ કળિયુગમાં જગન્નાથજી રૂપે સાક્ષાત વિદ્યમાન થયા છે અને એટલે જ તેમના જ્યેષ્ઠાભિષેકનો સવિશેષ મહિમા છે.

પુરાણોમાં જણાવ્યા મુજબ આ છે ખાસ કથા, તો આગળની કથા માટે ક્લીક કરો વિડિયો.

આગળની કથા જુઓ આ વીડિયોમાં

આ કથા પણ વાંચો : Mythology : શું તમને ખબર છે કે આ સ્થળે હનુમાનજી બંધાયા સાંકળેથી, જાણો કેમ ? આ રસપ્રદ કથા

આ કથા પણ વાંચો : Mythology : શું તમને ખબર છે શિવજીને કેટલી પુત્રીઓ હતી ? જાણો રસપ્રદ કથા

Follow Us:
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">