જગન્નાથ પુરીની સ્નાન યાત્રાનું શું છે રહસ્ય ? જાણો જેઠ પૂર્ણિમાના મહાભિષેકનું સંપૂર્ણ સત્ય
જગન્નાથ પુરીમાં (Jagannath Puri)જેઠ સુદ પૂનમ "સ્નાન પૂર્ણિમા" તરીકે ઉજવાય છે. જગન્નાથજી, બળભદ્રજી અને સુભદ્રાજીની મૂર્તિઓને મંદિરની બહાર લાવી સ્નાનવેદી પર બિરાજમાન કરાય છે. અને પછી તેમને 108 કુંભના જળથી સ્નાન કરાવવામાં આવે છે.
જેઠ સુદ પૂર્ણિમાનો અવસર એટલે શ્રીકૃષ્ણ મંદિરોમાં જ્યેષ્ઠાભિષેકનો અવસર. આ દિવસે શ્રીકૃષ્ણના વિધ વિધ સ્વરૂપોને પંચામૃત, ઔષધિઓ તેમજ વિવિધ તીર્થોના જળથી સ્નાન કરાવવામાં આવે છે. તો કળિયુગમાં સાક્ષાત કૃષ્ણ રૂપ એવાં જગન્નાથજી માટે પુરીમાં સ્નાન યાત્રાનું આયોજન થાય છે. ત્યારે આવો જાણીએ કે આ સ્નાન યાત્રા સાથે શું રહસ્ય જોડાયેલું છે.
સ્નાન પૂર્ણિમાનો મહિમા
જગન્નાથ પુરીમાં જેઠ સુદ પૂર્ણિમાનો દિવસ એ “સ્નાન પૂર્ણિમા” તરીકે ઉજવાય છે. આ દિવસે જગન્નાથજી, બળભદ્રજી અને સુભદ્રાજીની મૂર્તિઓને મંદિરની બહાર લાવી સ્નાનવેદી પર બિરાજમાન કરવામાં આવે છે. અને પછી તેમને 108 કુંભના જળથી સ્નાન કરાવવામાં આવે છે. પ્રભુ જગન્નાથજીનો આ મહાભિષેક જ્યેષ્ઠાભિષેકના નામે પણ ખ્યાત છે. તેમના આ મહાભિષેકના દર્શન કરી ભક્તો ધન્યતાની અનુભૂતિ કરે છે.
કેવી રીતે થયો જ્યેષ્ઠાભિષેકનો પ્રારંભ ?
પ્રચલિત કથા અનુસાર તેમની લીલાઓના લીધે શ્રીકૃષ્ણ વ્રજવાસીઓમાં અત્યંત લોકપ્રિય બની ગયા હતા. ત્યારે વૃદ્ધાવસ્થાએ પહોંચેલા નંદબાબાએ વ્રજકુંવર કૃષ્ણને વ્રજના રાજા બનાવવાનો નિર્ણય લીધો. તેમણે રાજ્યાભિષેક માટે કુળગુરુ ગર્ગાચાર્યજી પાસે શુભ મુહૂર્ત જોવડાવ્યું. પણ, ત્યારબાદ શું થયું ? તે જાણવા અહીં ક્લિક કરો.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)