શું તમને નોકરી ગુમાવવાનો ડર છે ? તો તુલસીનો આ ઉપાય કરો, નોકરી બચી જશે અને મળશે પ્રમોશન !

તુલસીનો આ પવિત્ર છોડ તમારી આર્થિક સ્થિતિ પણ સુધારી શકે છે. જ્યોતિષ અનુસાર તુલસીનો ઉપયોગ કરવાથી તમારા ઘરની આર્થિક સ્થિતિ સુધરી શકે છે અને તમે ધનવાન બની શકો છો. જાણો કેવી રીતે !

શું તમને નોકરી ગુમાવવાનો ડર છે ? તો તુલસીનો આ ઉપાય કરો, નોકરી બચી જશે અને મળશે પ્રમોશન !
તુલસીનો છોડ

તુલસીનો છોડ સનાતન ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે. તુલસી વિષ્ણુને પ્રિય હોવાનું કહેવાય છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસીનો છોડ હોય ત્યાં સકારાત્મક ઉર્જા હોય છે અને વાસ્તુ દોષ દૂર થાય છે. આ સિવાય તુલસી સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તુલસીના પાંદડાનો ઉપયોગ આયુર્વેદમાં તમામ રોગોને દૂર કરવા માટે કરવામાં આવે છે.

શું તમે જાણો છો કે તુલસીનો આ પવિત્ર છોડ તમારી આર્થિક સ્થિતિ પણ સુધારી શકે છે ? જ્યોતિષ અનુસાર તુલસીનો થોડો ઉપયોગ કરવાથી તમારા ઘરની આર્થિક સ્થિતિ સુધરી શકે છે અને તમે ધનવાન બની શકો છો. જાણો કેવી રીતે !

1. તુલસીના છોડનું મૂળ ચાંદીના લોકેટમાં મુકો અને તેને તમારા ગળામાં પહેરો, તો નવગ્રહ દોષ દૂર થાય છે. નસીબના દ્વાર ખુલે છે અને વ્યક્તિને સંપત્તિ મેળવવા માટેની ઘણી તકો ઉભી થાય છે. આ સમયે જો તે વ્યક્તિ મહેનત કરે છે, તો તેને દરેક કાર્યમાં સારો નફો મળે છે અને તેની ગરીબી દૂર થઈ જાય છે.

2. જો નોકરી ગુમાવવાનો ડર હોય અથવા પ્રમોશન ન મળતું હોય તો ગુરુવારે તુલસીના છોડને પીળા કપડામાં બાંધીને તમારા કાર્ય સ્થળ પર રાખો અને સોમવારે 16 તુલસીના બીજ લો અને તેને સફેદ રંગના કપડામાં બાંધી દો અને તેને ઓફિસની જમીનમાં દાટી દો. આ ફક્ત તમારી નોકરી જ નહી બચાવે સાથે તમને પ્રમોશન પણ મળી શકે છે.

3. ગુરુવાર, એકાદશી અથવા કોઈ પણ શુભ દિવસે તુલસીની પૂજા કરો. ત્યારબાદ તુલસીના પાન લો અને તેને તમારા પર્સ, તિજોરી અથવા જ્યાં પૈસા રાખવામાં આવે છે તે જગ્યા પર રાખો. આ પાન પોતાની તરફ પૈસા આકર્ષે છે અને પૈસાની અછત દૂર થશે.

4. જો ધંધો કે વ્યવસાય સરખો ન ચાલી રહ્યો હોય તો તુલસીના પાનને 3 દિવસ સુધી પાણીમાં ડુબાડી રાખો. ત્યારબાદ કાર્યસ્થળના દરવાજા અને જ્યાં પૈસા રાખવામાં આવે છે તે જગ્યા પર આ તુલસીનું પાણી છાંટવું. વેપાર થોડા સમયમાં ચાલવા લાગશે અને તમને ધનલાભ થશે.

5. દરરોજ તુલસીને જળ અર્પણ કરી અને તુલસી ક્યારા પર દીવો કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. તેનાથી દુર્ભાગ્ય અને તમામ મુશ્કેલીઓ દૂર થાય છે. ઘરમાં પૈસાનો વરસાદ થવા લાગે છે. તુલસીના મૂળની માટી લઈને તેને રોજ કપાળ પર લગાવવાથી વ્યક્તિનું મન શાંત બને છે અને તેની આકર્ષણ શક્તિ વધે છે. આ વ્યક્તિ સરળતાથી કોઈને પણ પ્રભાવિત કરી શકે છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Vastu Tips Money : ઘરમાં રાખેલી આ વસ્તુઓ તમને કંગાળ બનાવી શકે છે ! કરો આ સરળ ઉપાય

આ પણ વાંચો : Chanakya Niti : આ 3 સંજોગોમાં દરેક પુરૂષને દુ:ખનો સામનો કરવો જ પડે છે !

Click on your DTH Provider to Add TV9 Gujarati