omkareshwar jyotirlinga: ઓમકાર ટાપુ પર કેવી રીતે થયું ઓમકારેશ્વર જ્યોતિર્લિંગનું પ્રાગટ્ય ? અહીં જ વિંધ્યાચળને પ્રાપ્ત થઈ મહાદેવની કૃપા

|

Aug 01, 2022 | 6:25 AM

ઓમકારેશ્વર જ્યોતિર્લિંગનું (omkareshwar jyotirlinga) સ્વરૂપ અન્ય શિવલિંગો કે જ્યોતિર્લિંગો કરતા ખૂબ જ ભિન્ન છે. દંતકથા એવી છે કે આ એક જ શિવલિંગના દર્શનથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેવના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે !

omkareshwar jyotirlinga: ઓમકાર ટાપુ પર કેવી રીતે થયું ઓમકારેશ્વર જ્યોતિર્લિંગનું પ્રાગટ્ય ? અહીં જ વિંધ્યાચળને પ્રાપ્ત થઈ મહાદેવની કૃપા
Omkareshwar Jyotirling

Follow us on

ભારતનું હૃદયસ્થાન મનાતા મધ્યપ્રદેશમાં નર્મદા અને કાવેરી નદીના સંગમસ્થાન પર એક પવિત્ર ટાપુ આવેલો છે. આ ટાપુનો આકાર જ ‘ૐ’ એટલે કે ઓમકાર (omkar) સ્વરૂપ છે. અને આ ઓમકાર રૂપ ટાપુ પર જ દેવાધિદેવ મહાદેવ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ (omkareshwar jyotirlinga) સ્વરૂપે ભક્તોને દર્શન આપી રહ્યા છે. દ્વાદશ જ્યોતિર્લિંગમાં (12 jyotirlinga) ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ એ ચોથું સ્થાન ધરાવે છે. અલબત્, ઓમકારેશ્વરના દર્શન મમલેશ્વરના દર્શન વિના અપૂર્ણ જ મનાય છે !

ઓમકાર તો એ નાદ છે કે જે સમસ્ત સૃષ્ટિની ઉત્પત્તિનું કારણ મનાય છે. આ એ જ નાદ છે કે જેની અંદર પ્રલયકાળમાં સૃષ્ટિ વિલિન થતી હોવાની માન્યતા છે. ‘ૐ’નો નાદ તો બ્રહ્માંડના કણ-કણમાં વ્યાપ્ત છે. પણ, ધરતી પર ઓમકારનું સાક્ષાત નિવાસ્થાન જો કોઈ મનાતું હોય તો તે ઓમકાર ટાપુ છે. કે જેના પર મહેશ્વરનું ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ પ્રસ્થાપિત થયું છે. શ્રદ્ધાળુઓ નર્મદાના નીરને નિહાળતા અને અદભુત પ્રાકૃતિક સૌંદર્યને માણતા જળમાર્ગે જ ઓમકારેશ્વરના સ્થાનકે દર્શનાર્થે પહોંચતા હોય છે. અહીં મંદિરના ગર્ભગૃહમાં ભક્તોને મહેશ્વરના અત્યંત દિવ્ય રૂપના દર્શન થાય છે. ઓમકારેશ્વર જ્યોતિર્લિંગનું સ્વરૂપ અન્ય શિવલિંગો કે જ્યોતિર્લિંગો કરતા ખૂબ જ ભિન્ન છે. દંતકથા એવી છે કે આ એક જ શિવલિંગના દર્શનથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેવના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે.

ઓમકારેશ્વર પ્રાગટ્ય

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

શિવપુરાણની કોટિરુદ્રસંહિતાના અઢારમાં અધ્યાયમાં ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના પ્રાગટ્યની કથા વર્ણીત છે. કહે છે કે, એકવાર નારદમુનિ ગિરિરાજ વિંધ્ય પર આવ્યા. વિંધ્યાચળે ખૂબ જ આદર સાથે નારદજીનું પૂજન કર્યું. અને સાથે જ મનમાં એવો ભાવ લાવ્યા કે, મારે ત્યાં તો બધું જ છે. કોઈપણ વાતની ખોટ નથી. અહંકારનાશક નારદમુની વિંધ્યાચળના અભિમાનને પામી ગયા. અને એટલે જ તે બોલ્યા કે, “હે વિંધ્યાચળ ! તમારે ત્યાં બધું જ છે. તો પણ, મેરુ પર્વત તમારાથી બહુ ઊંચો છે. તેના શિખરનો ભાગ તો દેવતાઓના લોક સુધી પહોંચેલો છે. જ્યારે તમારા શિખરનો ભાગ તો ક્યારેય ત્યાં સુધી પહોંચી શકે તેમ જ નથી !”

નારદમુનિ તો બોલીને ચાલ્યા ગયા. પરંતુ, વિંધ્યાચળને તેમનું જીવન વ્યર્થ લાગવા માંડ્યું. આખરે, તેમણે વિશ્વનાથ ભગવાન શંભુનું શરણું લીધું. હાલ જ્યાં ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ સ્થિત છે, તે જ પાવની ભૂમિ પર વિંધ્યાચળે અખંડ તપસ્યા કરી. જેનાથી પ્રસન્ન થઈ સાક્ષાત મહેશ્વર તે ભૂમિ પર પ્રગટ થયા. મહાદેવે વિંધ્યાચળને માનસિક પરિતાપથી મુક્તિ અપાવી. અને પછી આ પાવની ભૂમિ પર જ સ્થિર થઈ ગયા. દેવાધિદેવ ઓમકારની ભૂમિ પર પ્રગટ થયા હોઈ, તે ‘ઓમકારેશ્વર’ના નામે પ્રસિદ્ધ થયા.

રાજા માંધાતાની કથા

સ્કંદપુરાણાનુસાર જોઈએ તો સૂર્યવંશી રાજા માંધાતાએ ઓમકાર પર્વત પર તપ કર્યું હતું. અને તેમના તપથી પ્રસન્ન થઈ મહાદેવ અહીં જ્યોતિર્લિંગ સ્વરૂપે વિદ્યમાન થયા છે. જેને લીધે જ ઓમકાર પર્વત એ માંધાતા પર્વત તરીકે પણ ઓળખાય છે.

મમલેશ્વર મહાદેવ

ઓમકારેશ્વર ધામમાં જેટલો મહિમા ‘ઓમકારેશ્વર’ના દર્શનનો છે, તેટલો જ મહિમા ‘મમલેશ્વર’ના દર્શનનો પણ છે. દંતકથા અનુસાર ઓમકારેશ્વરના દર્શનની યાત્રા ત્યાં સુધી પરિપૂર્ણ નથી થતી કે જ્યાં સુધી ભક્તો મમલેશ્વરના દર્શન ન કરી લે. કારણ કે, ઓમકારેશ્વરને શિવજીની આત્મા મનાય છે, તો મમલેશ્વરને તેમનું શરીર ! શિવરાપુરાણની કોટિરુદ્રસંહિતાના અઢારમાં અધ્યાયમાં ઉલ્લેખ અનુસાર તો ઓમકારેશ્વર અને મમલેશ્વર એ વાસ્તવમાં એક જ શિવલિંગમાંથી વિભક્ત થયેલાં બે શિવલિંગ છે ! કહે છે કે દેવતાઓની પ્રાર્થનાને વશ થઈ મહાદેવે આ ભૂમિ પર બે સ્વરૂપ ધારણ કર્યા હતા. જેમાંથી મુખ્ય ઓમકાર નામથી પ્રસિદ્ધ થયું, જ્યારે બીજું પરમેશ્વર, અમલેશ્વર તેમજ મમલેશ્વર જેવાં નામથી ખ્યાત થયું. એ જ કારણ છે કે અહીં આ બંન્ને શિવલિંગના દર્શન બાદ જ જ્યોતિર્લિંગ દર્શનની યાત્રાના પૂર્ણ ફળની પ્રાપ્તિ થાય છે.

Next Article