AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચંદ્ર ગ્રહણની તમારી રાશિ પર કેવી અસર થશે, જાણો ચંદ્ર ગ્રહણ સંબંધિત તમામ મહત્વપૂર્ણ નિયમો

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પૃથ્વી પર જન્મ લેતાની સાથે જ વ્યક્તિ પર નવગ્રહોની શુભ અને અશુભ અસર થવા લાગે છે. ચંદ્ર ગ્રહણ (Chandra Grahan) દરમિયાન 12 રાશિઓ પણ તેનાથી પ્રભાવિત થાય છે.

ચંદ્ર ગ્રહણની તમારી રાશિ પર કેવી અસર થશે, જાણો ચંદ્ર ગ્રહણ સંબંધિત તમામ મહત્વપૂર્ણ નિયમો
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 07, 2022 | 5:41 PM
Share

હિન્દુ ધર્મમાં સૂર્ય અને ચંદ્ર ગ્રહણને અશુભ ઘટના માનવામાં આવે છે. જ્યોતિષીય ગણતરી મુજબ, ગ્રહણ જ્યારે 15 દિવસની અંદર ફરીથી થાય છે ત્યારે તે વધુ અશુભ બની જાય છે. વર્ષ 2022નું છેલ્લું ચંદ્ર ગ્રહણ 08 નવેમ્બર 2022ના રોજ થવાનું છે. પંચાંગ અનુસાર ચંદ્ર ગ્રહણ મંગળવારે બપોરે 02:38 વાગ્યે શરૂ થશે અને સાંજે 06:18 વાગ્યે સમાપ્ત થશે. આ ચંદ્રગ્રહણ ભારતમાં ચંદ્રોદય સાથે દેશના વિવિધ ભાગોમાં અલગ-અલગ સમયે જોવા મળશે. ચંદ્ર ગ્રહણનો સુતક સમયગાળો 09 કલાક પહેલાથી શરૂ થશે. ચાલો જાણીએ ચંદ્ર ગ્રહણ વગેરે સંબંધિત જરૂરી નિયમો અને ઉપાયો વિશે.

ભોજન રાંધવા અને આરોગવા માટે શું નિયમ છે?

હિંદુ ધાર્મિક માન્યતા અનુસાર, ગ્રહણના સમયગાળા દરમિયાન ન તો ભોજન રાંધવું જોઈએ અને ન ખાવું જોઈએ, પરંતુ આ નિયમ બીમાર વ્યક્તિઓ, બાળકો અને વૃદ્ધોને લાગુ પડતો નથી. જો તે ઇચ્છે તો ગ્રહણના સમયગાળા દરમિયાન ફળ અને દવાઓ વગેરેનું સેવન કરી શકે છે. જો તમે તમારા ઘરમાં કોઈ ભોજન બનાવ્યું હોય તો તેને શુદ્ધ રાખવા માટે ગ્રહણ પહેલા તેમાં તુલસીના પાન નાખો. તેનાથી ગ્રહણની કોઈ નકારાત્મક અસર થતી નથી.

ચંદ્ર ગ્રહણ વખતે શું ધ્યાન રાખવું

સનાતન પરંપરામાં ચંદ્ર ગ્રહણને અશુભ માનીને તેને જોવું અશુભ અને નુકસાનકારક માનવામાં આવે છે. હિંદુ ધાર્મિક માન્યતાઓ અનુસાર ગ્રહણ દરમિયાન યાત્રા ન કરવી જોઈએ. તેવી જ રીતે, સગર્ભા સ્ત્રીઓએ પણ ચંદ્ર ગ્રહણ દરમિયાન ખાસ કાળજી લેવી જોઈએ કારણ કે તેની અજાત બાળક પર આડઅસર થઈ શકે છે. ચંદ્ર ગ્રહણ દરમિયાન ક્યારેય સૂવું ન જોઈએ.

ચંદ્ર ગ્રહણમાં પૂજા કરવાના નિયમો

ચંદ્ર ગ્રહણના દિવસે સૂતક પહેલા પૂજા સ્થાનોના દરવાજા બંધ કરવામાં આવે છે અને આ દરમિયાન દેવી-દેવતાઓની મૂર્તિઓને સ્પર્શ કરવાની મનાઈ હોય છે. પરંતુ ગ્રહણના સમયગાળા દરમિયાન તમે દેવી-દેવતાના મંત્રનો જાપ કરી શકો છો. ગ્રહણનો સમયગાળો મંત્રજાપ દ્વારા મનોકામના પૂર્ણ કરવા માટે શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે.

ચંદ્ર ગ્રહણ પૂર્ણ થયા બાદ આ કામ કરો

ચંદ્ર ગ્રહણ પછી સૌપ્રથમ પાણીમાં ગંગાજળ ઉમેરીને સ્નાન કરવું જોઈએ. આ પછી, સ્વચ્છ ધોયેલા કપડા પહેરીને, પૂજા સ્થાનમાં દેવી-દેવતાઓને ગંગાજળનો છંટકાવ કરીને પવિત્ર કરવા જોઈએ. દેવી-દેવતાઓને ધૂપ-દીપ કર્યા પછી ગંગાજળનો આખા ઘરમાં છંટકાવ કરવો જોઈએ.

તમારી રાશિ પર ચંદ્ર ગ્રહણની અસર

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પૃથ્વી પર જન્મ લેતાની સાથે જ વ્યક્તિ પર નવગ્રહોની શુભ અને અશુભ અસર થવા લાગે છે. ચંદ્ર ગ્રહણ દરમિયાન 12 રાશિઓ પણ તેનાથી પ્રભાવિત થાય છે. કાશી વિશ્વનાથ મંદિરના ટ્રસ્ટી અને જાણીતા જ્યોતિષી પં. દીપક માલવિયાના જણાવ્યા અનુસાર વર્ષનું છેલ્લું ગ્રહણ મેષ, વૃષભ, સિંહ, કન્યા, તુલા, ધન, મકર અને મીન રાશિના લોકોના જીવનમાં મુશ્કેલીઓ વધારશે. જ્યારે મિથુન, કર્ક, વૃશ્ચિક અને કુંભ રાશિ સાથે જોડાયેલા લોકો માટે આ શુભ સાબિત થશે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

g clip-path="url(#clip0_868_265)">