AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lunar Eclipse 2022: ભારતના આ શહેરમાં સૌથી પહેલા દેખાશે ચંદ્ર ગ્રહણ, જાણો અન્ય શહેરોમાં કયા સમયે દેખાશે આ ગ્રહણ

Chandra Grahan 2022: કાલે 8 નવેમ્બરના રોજ વર્ષ 2022નું છેલ્લુ ચંદ્ર ગ્રહણ થવા જઈ રહ્યું છે. આ ચંદ્ર ગ્રહણ ભારતમાં પણ જોઈ શકાશે. ચાલો જાણીએ કે ભારતના કયા શહેરમાં કયા સમયે ચંદ્ર ગ્રહણ જોઈ શકાશે.

Lunar Eclipse 2022: ભારતના આ શહેરમાં સૌથી પહેલા દેખાશે ચંદ્ર ગ્રહણ, જાણો અન્ય શહેરોમાં કયા સમયે દેખાશે આ ગ્રહણ
Lunar eclipse 2022 Image Credit source: TV9 gfx
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 07, 2022 | 5:10 PM
Share

થોડા સમય અગાઉ વર્ષનો છેલ્લો સૂર્ય ગ્રહણ જોવા મળ્યો હતો. હવે લગભગ 15 દિવસ પછી વર્ષનો અંતિમ ચંદ્ર ગ્રહણ જોવા મળશે. વર્ષનો આ અંતિમ ચંદ્ર ગ્રહણ ભારતના ઘણા રાજ્યોમાં જોવા મળશે. ત્યારે સૌને પ્રશ્ન એ થઈ રહ્યો છે, આ ચંદ્રગ્રહણ ક્યા તેમના શહેરમાં કયા સમયે જોવા મળશે. સૌથી પહેલા પૂર્ણ ચંદ્ર ગ્રહણ ભારતના પૂર્વ રાજ્ય અરુણાચલ પ્રદેશના ઈટાનગરમાં જોવા મળશે. ભારતમાં આ ચંદ્ર ગ્રહણ પૂર્વ દિશાના શહેરોમાં સાંજના સમયે ચંદ્રોદય સાથે જ દેખાવા લાગશે.

આ ચંદ્ર ગ્રહણ મેષ અને ભરણ નક્ષત્રમાં થઈ રહ્યુ છે. આ ગ્રહણ બપોરે 1.32 કલાકથી થશે, ભારતમાં આ ચંદ્ર ગ્રહણ સાંજે 4.30 કલાકથી દેખાશે. વર્ષના છેલ્લા પૂર્ણ ચંદ્ર ગ્રહણનો સૂતક કાળ 9 કલાક પહેલા જ લાગુ થશે. સૂતકનો પ્રારંભ 8 તારીખે સવારે 9.21 કલાકે થશે.

દુનિયામાં ક્યા દેખાશે પૂર્ણ ચંદ્ર ગ્રહણ ?

દુનિયામાં આ ચંદ્ર ગ્રહણ પૂર્વ યુરોપ, ઓસ્ટ્રલિયા, પ્રશાંત મહાસાગર અને હિન્દ મહાસાગરમાં જોવા મળશે. ભારતના ફક્ત પૂર્વીય ભાગોમાં આ ચંદ્ર ગ્રહણ પૂર્ણ સ્વરુપે દેખાશે. જ્યારે અન્ય શહેરોમાં આંશિક સ્વરુપે દેખાશે. પૂર્ણ ચંદ્ર ગ્રહણ ઈટાનગર , કોલકાતા, પટના, રાંચી , ભુવનેશ્વર અને કટકમાં દેખાશે.

ભારતના કયા શહેરમાં કયા સમયે દેખાશે ચંદ્ર ગ્રહણ ?

ગુજરાતમાં પણ આંશિક ચંદ્ર ગ્રહણ જોવા મળશે. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આ ચંદ્ર ગ્રહણ સાંજે 5.55 કલાકે દેખાશે. તેથી ગુજરાતના અન્ય શહેરોમાં પણ સાંજે 5 કલાકથી 6 કલાકની વચ્ચે આ ચંદ્ર ગ્રહણ આંશિક સ્વરુપે દેખાશે.

ચંદ્ર ગ્રહમાં શું થાય છે ?

પૃથ્વી, સૂર્ય અને ચંદ્રની ભ્રમણકક્ષા જ્યારે એક જ રેખામાં આવે ત્યારે ગ્રહણ થાય છે. આ એક ખગોળીય ઘટના છે. ચંદ્રગ્રહણ ત્યારે થાય છે જ્યારે ચંદ્ર પૃથ્વીની છાયામાં જાય છે. આ ત્યારે જ થઈ શકે છે જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર અન્ય બે વચ્ચે પૃથ્વી સાથે બરાબર અથવા ખૂબ જ નજીકથી એક રેખામાં હોય. આ ઘટનાને તમે આ ફોટોમાં બરાબર રીતે સમજી શકશો.

કેવી રીતે જોઈ શકાય ચંદ્ર ગ્રહણ ?

સૂર્ય ગ્રહણની જેમ ચંદ્ર ગ્રહણમાં કોઈ જોખમ હોતુ નથી. ચંદ્ર ગ્રહણ સમયે કોઈ ખાસ સાવધાની રાખવાની જરુક નથી પડતી. ચંદ્ર ગ્રહણને નરી આંખે નિહાળી શકાય છે. ચંદ્ર ગ્રહણને જોવુ સુરક્ષિત માનવામાં આવે છે. આ ચંદ્ર ગ્રહણ તમે ટેલિસ્કોપની મદદથી જોઈ શકો છો.

g clip-path="url(#clip0_868_265)">