AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ અધિક માસમાં હરિહરની કૃપાની થશે પ્રાપ્તિ ! જાણો ક્યારથી છે અધિક શ્રાવણ માસ અને શું છે તેનું રહસ્ય ?

અધિક માસમાં (Adhik Maas) શ્રીવિષ્ણુની પૂજા-અર્ચના, ભાગવત પઠનનો મહિમા છે. પરંતુ, આ વખતનો અધિક માસ એ "અધિક શ્રાવણ માસ" છે. અને આ શ્રાવણ માસ એ ભોળાનાથને સમર્પિત છે. લગભગ 19 વર્ષ બાદ આ રીતે બે શ્રાવણનો સંયોગ સર્જાયો છે.

આ અધિક માસમાં હરિહરની કૃપાની થશે પ્રાપ્તિ ! જાણો ક્યારથી છે અધિક શ્રાવણ માસ અને શું છે તેનું રહસ્ય ?
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2023 | 8:51 AM
Share

Bhakti: ગુજરાતી પંચાંગ અનુસાર 18 જુલાઈ, મંગળવારના રોજથી અધિક માસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આમ તો, અધિક માસ દર 3 વર્ષે એકવાર આવે છે. પણ, મહત્વની વાત એ છે કે આ વખતનો અધિક માસ એ અધિક શ્રાવણ માસ છે. ત્યારે આવો જાણીએ કે આ અધિક શ્રાવણ માસનું મહત્વ શું છે ? અને તેમાં હરિહરની આરાધનાનો, એટલે કે શ્રીવિષ્ણુ અને શિવજીની આરાધનાનો શા માટે છે સવિશેષ મહિમા ?

અધિક માસ એટલે શું ?

અધિક માસને મલ માસ તેમજ પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખવામાં આવે છે. વાસ્તવમાં આ અધિક માસ એ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. વૈદિક પંચાંગની ગણતરી સૂર્ય અને ચંદ્રના પરિભ્રમણના આધારે થતી હોય છે. એક ચંદ્ર વર્ષ 354 દિવસ જેટલું લાંબું હોય છે. જ્યારે એક સૂર્ય વર્ષ 365 દિવસ અને 6 કલાકનું હોય છે. આ બંન્નેની વચ્ચે પૂરાં 11 દિવસનો અંતરાય પડે છે. 3 વર્ષમાં આ સંખ્યા 33 દિવસ એટલે કે લગભગ 1 માસ જેટલી થઈ જાય છે. ત્યારે આ અસમાનતાને દૂર કરવા માટે જ દર ત્રણ વર્ષે એક અધિક માસ ઉમેરવામાં આવે છે.

કહે છે કે જે મહિનામાં સૂર્યની સંક્રાંતિ નથી થતી તેને જ અધિક માસ તરીકે ઓળખવામાં આવે છે. જે દર ત્રણ વર્ષે એકવાર બને છે. વાસ્તવમાં ઋતુચક્રની ગણતરી તેમજ ઋતુગત ઉત્સવોની પરંપરા જળવાયેલી રહે તે માટે પણ અધિક માસની ગોઠવણ કરવામાં આવે છે. તો ધાર્મિક દૃષ્ટિએ આ અધિક માસ અત્યંત ફળદાયી મનાય છે.

અધિક માસ ક્યારથી ?

અધિક માસનો પ્રારંભ 18 જુલાઈ, 2023, મંગળવારના રોજ થશે. જે 16 ઓગષ્ટ, 2023 બુધવારના રોજ સમાપ્ત થશે. ઉલ્લેખનિય છે કે ઉત્તર ભારતીય પરંપરામાં માસની ગણતરી 15 દિવસ વહેલી થતી હોય છે. ત્યાં હાલ શ્રાવણના વદ પક્ષનો પ્રારંભ થઈ ગયો છે. પણ, અધિક માસની વિશેષતા એ છે કે સમગ્ર ભારતમાં તેની ગણના એક જ પ્રમાણે થાય છે. જે અંતર્ગત ત્યાં શ્રાવણ માસની મધ્યમાં અધિક માસ રહેશે. ત્યારબાદ શ્રાવણના બાકીના 15 દિવસ ઉજવાશે. જ્યારે ગુજરાતમાં 17 ઓગષ્ટના રોજથી નિજ શ્રાવણ માસનો પ્રારંભ થશે.

અધિક શ્રાવણ માસનો સંયોગ !

પ્રચલિત માન્યતા એવી છે કે અધિક માસ દર 3 વર્ષે આવે છે. પણ, વાસ્તવમાં તે 32 મહિના, 16 દિવસ અને 8 કલાકના અંતરાયથી આવતો હોય છે. હિન્દુ પંચાંગ અનુસાર આ સમયે જે મહિનો પડતો હોય તે પૂર્વે અધિક માસને સ્થાન અપાય છે. જે અંતર્ગત આ વખતે અધિક શ્રાવણ માસનો યોગ સર્જાયો છે. લગભગ 19 વર્ષ બાદ આ રીતે 2 શ્રાવણનો સંયોગ સર્જાયો છે.

હરિહરની આરાધનાનો અવસર !

અધિક માસને આપણે પુરુષોત્તમ માસ કહીએ છીએ. પુરુષોત્તમ એટલે સ્વયં શ્રીહરિ નારાયણ. અને તેના નામ પ્રમાણે જ આ અધિક માસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. એટલે કે, અધિક માસમાં શ્રીવિષ્ણુની પૂજા-અર્ચના, ભાગવત પઠનનો મહિમા છે. પરંતુ, આ વખતનો અધિક માસ એ “અધિક શ્રાવણ માસ” છે. અને આ શ્રાવણ માસ એ ભોળાનાથને સમર્પિત છે. લગભગ 19 વર્ષ બાદ આ રીતે બે શ્રાવણનો સંયોગ સર્જાયો છે. એટલે કે આ અધિક માસમાં શ્રીહરિ વિષ્ણુ અને સ્વયં હર એટલે કે મહાદેવની આરાધનાનો મહિમા રહેશે. બંન્નેની આસ્થા સાથે પૂજા-અર્ચના કરી શ્રદ્ધાળુઓ પુણ્યનું ભાથું બાંધી શકશે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">