Bhakti: શું તમને ખબર છે કે આસો વદ બારસને શા માટે કહે છે વાઘ બારસ ? જાણો ગોવત્સદ્વાદશીનો મહિમા

|

Nov 01, 2021 | 10:38 AM

અમૃતની પ્રાપ્તિ અર્થે દેવો અને દાનવોએ સમુદ્રમંથન કર્યું. તેમાંથી અનેકવિધ રત્નોની પ્રાપ્તિ થઈ. સાથે જ કામધેનુનું પણ પ્રાગટ્ય થયું. દંતકથા એવી છે કે સમુદ્રમંથનમાંથી ગાયનું પ્રાગટ્ય થયું તે દિવસ આસો વદી બારસનો હતો !

Bhakti: શું તમને ખબર છે કે આસો વદ બારસને શા માટે કહે છે વાઘ બારસ ? જાણો ગોવત્સદ્વાદશીનો મહિમા
ગોવત્સદ્વાદશીએ ગાયના પૂજનની સવિશેષ મહત્તા

Follow us on

દીવાળી (diwali) એટલે તો એ તહેવાર કે જેની સમગ્ર વર્ષ આપણે સૌ આતુરતાપૂર્વક રાહ નિહાળતા હોઈએ છે. કારણ કે દીપ પ્રાગટ્યનો, દીપથી ઘરને સજાવવાનો આ અવસર આપણા જીવનને પણ અજવાશથી ભરી દેતો હોય છે. અને આ ઉત્સવના પ્રારંભની ઘડી એટલે જ વાઘ બારસ (vagh baras) કે જેને આપણે વાક બારસ, વસુ બારસ અને ગોવત્સદ્વાદશીના (govatsa dwadashi) નામે પણ ઓળખીએ છીએ.

ગોવત્સદ્વાદશીના અવસર પર ગાયમાતાના પૂજનનો મહિમા છે. પ્રચલિત કથા અનુસાર અમૃતની પ્રાપ્તિ અર્થે દેવો અને દાનવોએ સમુદ્રમંથન કર્યું. તેમાંથી અનેકવિધ રત્નોની પ્રાપ્તિ થઈ. સાથે જ કામધેનુનું પણ પ્રાગટ્ય થયું. દંતકથા એવી છે કે સમુદ્રમંથનમાંથી ગાયનું પ્રાગટ્ય થયું તે દિવસ આસો વદી બારસનો હતો. એ અર્થમાં આસો વદી બારસનો દિવસ એ ગૌમાતાનો પ્રાગટ્ય દિવસ મનાય છે. અને એટલે જ આ દિવસે ગૌમાતાના પૂજનનો સવિશેષ મહિમા છે. ગૌમાતાનો પ્રાગટ્ય દિવસ હોઈ આ દિવસ વસુ બારસ તેમજ ગોવત્સદ્વાદશી તરીકે પણ ઓળખાય છે.

આ દિવસને વાઘ બારસ શા માટે કહે છે તેની સાથે પણ એક અત્યંત રસપ્રદ બાબત જોડાયેલી છે. વાઘ બારસમાં ‘વાઘ’નો અર્થ લોકો ‘વાઘ’ને સમજે છે. પણ, એક માન્યતા અનુસાર પાલતુ પશુઓના ટોળા માટે પણ પૂર્વે વાઘ શબ્દ જ પ્રચલિત હતો. ઘેટા-બકરાંઓનું ટોળુ હોય કે ગાયનું ટોળુ હોય તો તે માટે લોકો વાઘ શબ્દ વાપરતા. અને તે ઉપરથી ગૌપૂજાની મહત્તા વર્ણવતી આ દ્વાદશી વાઘ બારસના નામે પ્રચલિત થઈ.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

વાઘ બારસને ‘વાક’ બારસ પણ કહે છે. જેમાં ‘વાક’નો અર્થ થાય છે ‘વાણી’. વાઘ બારસ એ તો દેવી સરસ્વતીના પૂજનનો પણ અવસર છે. જે આપણને શુદ્ધ અને સારી વાણીના આશિષ પ્રદાન કરે છે. કહે છે કે આ દિવસે દેવી સરસ્વતીની પૂજા કરવાથી વ્યક્તિની વાણી લોકોને પ્રિય બને છે.

આમ તો ભારતમાં કોઈપણ શુભ અવસર પર ઉંબરા પૂજનની પરંપરા છે. પણ, દીપોત્સવીના અવસર પર વાઘ બારસના રોજથી જ ઉંબરા પૂજનનો પ્રારંભ થાય છે. જે ઘરમાં મંગળત્વના, શુભત્વના આગમનની છડી પોકારે છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચોઃ લાલ હનુમાનજીએ શા માટે ધર્યું શ્યામ સ્વરૂપ ? જાણો, કાલે હનુમાનજીના રૂપનો મહિમા

આ પણ વાંચોઃ રુદ્રાક્ષની માળા ઘરમાં લાવતા પહેલાં રાખો આ ખાસ વાતનું ધ્યાન, તો જ પ્રાપ્ત થશે મહાદેવના આશીર્વાદ

Next Article