Dhanteras 2021: સ્વસ્થ રહેવા માટે ધનતેરસના દિવસે ભગવાન ધનવંતરીની પૂજા કરવાનું ભૂલશો નહીં, જાણો પૂજા વિધિ વિશે

ધનતેરસના દિવસે ભગવાન ધનવંતરીની પૂજા પદ્ધતિસર કરવામાં આવે તો તેઓ પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે તેથી પરિવારના સભ્યો સ્વસ્થ રહે છે. આ વખતે ધનતેરસનો તહેવાર 2 નવેમ્બર મંગળવારના રોજ છે.

Dhanteras 2021: સ્વસ્થ રહેવા માટે ધનતેરસના દિવસે ભગવાન ધનવંતરીની પૂજા કરવાનું ભૂલશો નહીં, જાણો પૂજા વિધિ વિશે
Lord Dhanvantari
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2021 | 2:47 PM

ધનતેરસના દિવસથી પાંચ દિવસીય દીવાઓનો ઉત્સવ દિવાળી શરૂ થાય છે. એવું માનવામાં આવે છે કે ભગવાન ધનવંતરીનો જન્મ પણ આ દિવસે થયો હતો. ભગવાન ધનવંતરીને આયુર્વેદના પિતા માનવામાં આવે છે અને તે ભગવાન વિષ્ણુના અંશ છે. તેરસ તિથિના દિવસે ધન્વંતરીનો જન્મ થયો હોવાથી આ દિવસને ધનતેરસ કહેવામાં આવે છે.

ધનતેરસના દિવસે ભગવાન ધનવંતરીની પૂજા પદ્ધતિસર કરવામાં આવે તો તેઓ પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે તેથી પરિવારના સભ્યો સ્વસ્થ રહે છે. આ વખતે ધનતેરસનો તહેવાર 2 નવેમ્બર મંગળવારના રોજ છે. અહીં જાણો ભગવાન ધન્વંતરિની પૂજા પદ્ધતિ, મંત્ર, શુભ સમય અને અન્ય માહિતી.

પૂજા વિધિ સૌથી પહેલા ભગવાન ધનવંતરીની પૂજા કરવા માટે તેમની ચિત્ર પ્રતિમાને એવી રીતે સ્થાપિત કરો કે પૂજા દરમિયાન તમારું મુખ પૂર્વ તરફ હોવું જોઈએ. આ પછી તમારા હાથમાં પાણી લઈને ત્રણ વાર પ્રાર્થના કરો અને ભગવાન ધનવંતરીનું આહ્વાન કરો. આ પછી ચિત્ર પર અક્ષત, ફૂલ, જળ, દક્ષિણા, વસ્ત્ર, ધૂપ અને દીવો અર્પણ કરો. આ પછી નૈવેદ્ય ધરાવો અને ભગવાન ધનવંતરીના મંત્રોનો જાપ કરો. આ પછી આરતી કરો અને દીવો કરો.

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

આ મંત્રોનો જાપ કરો

1. ॐ श्री धनवंतरै नम:

2. ॐ नमो भगवते महासुदर्शनाय वासुदेवाय धनवंतराये:, अमृतकलश हस्ताय सर्वभय विनाशाय सर्वरोगनिवारणाय, त्रिलोकपथाय त्रिलोकनाथाय श्री महाविष्णुस्वरूप, श्री धन्वंतरि स्वरूप श्री श्री श्री अष्टचक्र नारायणाय नमः

3. ॐ शंखं चक्रं जलौकां दधदमृतघटं चारुदोर्भिश्चतुर्मिः, सूक्ष्मस्वच्छातिहृद्यांशुक परिविलसन्मौलिमंभोजनेत्रम, कालाम्भोदोज्ज्वलांगं कटितटविलसच्चारूपीतांबराढ्यम, वन्दे धन्वंतरिं तं निखिलगदवनप्रौढदावाग्निलीलम.

સાંજે દીપદાન કરો ધનતેરસના દિવસે સાંજે દીપદાન કરવું જોઈએ. સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણમાં પણ તેનો ઉલ્લેખ છે. આ દીપદાન યમદેવના નામ પર કરવામાં આવે છે. તેનાથી પરિવારના સભ્યોનું રક્ષણ થાય છે. આ દીવો ઘરના મુખ્ય પ્રવેશદ્વારની ઉંબરા પર રાખવામાં આવે છે. સૂર્યાસ્ત પછી સાંજે જ્યારે બધા સભ્યો ઘરમાં હાજર હોય ત્યારે આ દીવો ઘરની અંદરથી પ્રગટાવો અને ઘરની બહાર દક્ષિણ તરફ મુખ કરીને ગટર કે કચરાના ઢગલા પાસે રાખો. ત્યારબાદ ‘मृत्युना पाशहस्तेन कालेन भार्यया सह, त्रयोदश्यां दीपदानात्सूर्यज: प्रीतयामिति’ મંત્રનો જાપ કરો અને દીવા પર પાણીનો છંટકાવ કરો. આ પછી દીવો જોયા વગર ઘરમાં આવો.

દીપદાનનો શુભ સમય છે ધનતેરસના દિવસે દીપદાન અને પૂજાનો શુભ સમય સાંજે 5:00 વાગ્યાથી 6:30 મિનિટનો રહેશે. આ સિવાય સાંજે 06:30 થી રાત્રી 08:11 નો સમય પણ પૂજા અને દીપદાન કરવા માટે શુભ છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : ધનતેરસ 2021: પૌરાણિક કથાઓ, તારીખ, મહત્વ, અને શહેર મુજબ પૂજા મુહૂર્ત

આ પણ વાંચો : Bhakti: તમે નહીં સાંભળી હોય ધનતેરસના પ્રારંભ સાથે જોડાયેલી આ અત્યંત રસપ્રદ કથા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">