AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navratri Vrat 2026 : નવરાત્રિના વ્રતમાં સિંધવ મીઠું ખાવું યોગ્ય કે અયોગ્ય? દૂર કરો કન્ફ્યુઝન

નવરાત્રિ વ્રત દરમિયાન ફરાળ તૈયાર કરતી વખતે ઘણા લોકોના મનમાં શંકા રહે છે કે શું સિંધવ મીઠું ખરેખર સંપૂર્ણપણે સાત્વિક અને સુરક્ષિત છે? આવો જાણીએ ઉપવાસમાં સિંધવ મીઠાના ઉપયોગ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ નિયમો વિશે.

Navratri Vrat 2026 : નવરાત્રિના વ્રતમાં સિંધવ મીઠું ખાવું યોગ્ય કે અયોગ્ય? દૂર કરો કન્ફ્યુઝન
| Updated on: Oct 12, 2026 | 5:05 PM
Share

આસો મહિનાના સુદ પક્ષની એકમ તિથિથી શારદીય નવરાત્રિના પાવન પર્વની શરૂઆત થાય છે. નવ દિવસ સુધી ચાલનારા આ ઉત્સવમાં ભક્તો ઉપવાસ રાખીને માતા દુર્ગાના નવ સ્વરૂપોની ઉપાસના કરે છે અને મનોવાંચ્છિત ફળ મેળવવા માટે કઠિન નિયમોનું પાલન કરે છે. આવા સમયે અવારનવાર એ પ્રશ્ન થાય છે કે ઉપવાસમાં સિંધવ મીઠું (રોક સોલ્ટ) વાપરવાથી વ્રત ખંડિત તો નહીં થઈ જાય ને? ઘણા લોકો અસમંજસમાં હોય છે કે ફરાળ બનાવતી વખતે કયા મીઠાનો ઉપયોગ કરવો જેથી વ્રતની પવિત્રતા જળવાઈ રહે.

વ્રતમાં ફરાળના નિયમો

નવરાત્રિના વ્રત દરમિયાન અનાજ ગ્રહણ કરવામાં આવતું નથી. ઉપવાસના સમયે માત્ર ફરાળ જ સ્વીકાર્ય હોય છે, જેથી શરીરમાં ઊર્જા પણ જળવાઈ રહે અને વ્રતના નિયમોનું સંપૂર્ણ પાલન થાય. ફરાળમાં તાજા ફળો, રાજગરાનો લોટ, શિંગોડાનો લોટ, મોરૈયો, સૂકો મેવો, દૂધ, દહીં અને નાળિયેરની વાનગીઓનો સમાવેશ થાય છે. આ તમામ બાબતો ઉપવાસ દરમિયાન સરળતાથી ખાઈ શકાય છે. ઉપવાસની રસોઈ બનાવતી વખતે સામાન્ય સફેદ મીઠાના બદલે માત્ર સિંધવ મીઠાનો જ ઉપયોગ કરવામાં આવે છે. સિંધવ મીઠું ઉમેરવાથી ફરાળનો સ્વાદ પણ વધે છે અને ઉપવાસના નિયમો પણ સંપૂર્ણ સુરક્ષિત રહે છે.

સિંધવ મીઠાની શુદ્ધતા અને તેના મુખ્ય ફાયદા

શાસ્ત્રો અને આયુર્વેદ અનુસાર સિંધવ મીઠું સૌથી શુદ્ધ અને ઉત્તમ માનવામાં આવે છે, તેથી તેના ઉપયોગથી વ્રત બિલકુલ ખંડિત થતું નથી. તે સંપૂર્ણપણે સાત્વિક છે. બજારમાં મળતા સામાન્ય મીઠાની જેમ તેને કોઈ ફેક્ટરીમાં કેમિકલ પ્રોસેસિંગમાંથી પસાર કરવામાં આવતું નથી, પરંતુ તે કુદરતી રીતે શુદ્ધ પથ્થરના રૂપમાં મળે છે. તેને રિફાઇન કરવા માટે કોઈ પણ કેમિકલ વપરાતું નથી. આ પ્રાકૃતિક શુદ્ધતાના કારણે જ ધાર્મિક કાર્યો અને ઉપવાસના ભોજનમાં તેને પ્રથમ પ્રાથમિકતા અપાય છે. તેથી કોઈપણ જાતના ડર કે સંકોચ વગર ફરાળમાં સિંધવ મીઠું વાપરી શકાય છે.

ફરાળ બનાવતી વખતે સિંધવ મીઠું વાપરવાના સાચા નિયમો

  • ઉપવાસનું ભોજન બનાવતી વખતે અમુક સાવચેતી રાખવી અનિવાર્ય છે:
  • ફરાળ તૈયાર કરતાં પહેલાં રસોડું અને તમામ વાસણો સંપૂર્ણપણે સ્વચ્છ હોવા જોઈએ.
  • સિંધવ મીઠાને હંમેશાં અલગ, ઢાંકેલા અને સ્વચ્છ ડબ્બામાં રાખવું, જેથી સામાન્ય મીઠું કે અશુદ્ધ વસ્તુ તેમાં ભળી ન જાય.
  • ફરાળ બનાવતી વખતે સામાન્ય મીઠામાં વપરાયેલી ચમચી કે કડછીનો ઉપયોગ ભૂલથી પણ ન કરવો.
  • ફરાળ રાંધવા માટે શુદ્ધ દેશી ઘી અથવા સીંગતેલનો જ ઉપયોગ કરવો, કારણ કે સરસવનું તેલ કે રિફાઇન્ડ તેલ વ્રતમાં નિષેધ માનવામાં આવે છે.

આ નાની-નાની બાબતોનું ધ્યાન રાખવાથી ભોજનની સાત્વિકતા અને વ્રતની પવિત્રતા સંપૂર્ણપણે જળવાઈ રહે છે.

Disclaimer:

આ જ્યોતિષીય ગણતરીઓ અને માન્યતાઓ પર આધારિત છે. TV9Gujarati આની જવાબદારી સ્વીકારતું નથી કે તેને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Follow Us
દિવાળી પર્વે જામનગરી મુખવાસની 150થી વધુ વેરાયટીએ જમાવ્યુ આકર્ષણ
દિવાળી પર્વે જામનગરી મુખવાસની 150થી વધુ વેરાયટીએ જમાવ્યુ આકર્ષણ
અમરેલીના લાઠી ખીજડિયા નજીક વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના
અમરેલીના લાઠી ખીજડિયા નજીક વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના
અમદાવાદમાં વિકાસના નામે પર્યાવરણનો વિનાશ, હજારો વૃક્ષો કપાયા
અમદાવાદમાં વિકાસના નામે પર્યાવરણનો વિનાશ, હજારો વૃક્ષો કપાયા
સ્ટ્રેચર વગર વલખાં મારતા દર્દીઓ અને TV9 દેખાતાં જ દોડતું 'તંત્ર'
સ્ટ્રેચર વગર વલખાં મારતા દર્દીઓ અને TV9 દેખાતાં જ દોડતું 'તંત્ર'
બાવળા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ખાનગી ઓઈલ મિલમાં લાગી ભીષણ આગ
બાવળા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ખાનગી ઓઈલ મિલમાં લાગી ભીષણ આગ
માંડલ રોડ પર ચાલુ બાઇક પર યુવકે ફટાકડા ફોડી કર્યા સ્ટંટ ! Video
માંડલ રોડ પર ચાલુ બાઇક પર યુવકે ફટાકડા ફોડી કર્યા સ્ટંટ ! Video
સુરતના ઉધના રેલવે સ્ટેશને મુસાફરોનો ધસારો જુઓ Video
સુરતના ઉધના રેલવે સ્ટેશને મુસાફરોનો ધસારો જુઓ Video
દિવાળીની રાત્રે સુરતમાં આગના બનાવો, ફાયર બ્રિગેડને 25 કોલ મળ્યા! Video
દિવાળીની રાત્રે સુરતમાં આગના બનાવો, ફાયર બ્રિગેડને 25 કોલ મળ્યા! Video
દિવાળીએ ચમકશે તમારી કિસ્મત? જાણો વાર્ષિક રાશિફળ
દિવાળીએ ચમકશે તમારી કિસ્મત? જાણો વાર્ષિક રાશિફળ
કબરાઉ મહંત ચારણ ઋષિની દિવાળી તહેવાર પર અપીલ: ધોકાની ખોટી માન્યતા ત્યજો
કબરાઉ મહંત ચારણ ઋષિની દિવાળી તહેવાર પર અપીલ: ધોકાની ખોટી માન્યતા ત્યજો
g clip-path="url(#clip0_868_265)">