AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

10 November 2026 રાશિફળ: કઈ રાશિના જાતકોને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે અને કોણ અધૂરા કામો પૂરા કરશે? જુઓ Video

| Updated on: Nov 10, 2026 | 8:05 AM
Share

આજના દિવસે કેટલીક રાશિના જાતકોને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે, જ્યારે કેટલીક રાશિના જાતકો અધૂરા કામો પૂરા કરશે. એવામાં ચાલો જાણીએ કે, આજનું તમારું રાશિફળ શું કહી રહ્યું છે...

આજનું રાશિફળ (Video): આજનો દિવસ કેવો રહેશે? દિવસ દરમિયાન તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન, પ્રેમી યુગલો માટે શું છે સમાચાર?

મેષ રાશિ:-

આજે તમારામાં અદભુત ઉત્સાહ અને આત્મવિશ્વાસ જોવા મળશે, જેનાથી અટકેલા કાર્યો ઝડપથી પૂરા થશે. વ્યવસાયમાં કોઈ નવા સંપર્કથી ફાયદો થવાના યોગ છે.

વૃષભ રાશિ:-

આજે આત્મવિશ્વાસ ભરપૂર રહેશે અને કાર્યક્ષેત્રમાં તમારી સચોટ યોજનાઓની પ્રશંસા થશે. વેપારમાં આર્થિક લાભના નવા રસ્તા ખુલી શકે છે.

મિથુન રાશિ:-

વેપારમાં ભાગીદારીથી મોટો ફાયદો થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ છે, સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે.

કર્ક રાશિ:-

આજે મન થોડું સંવેદનશીલ રહી શકે છે પરંતુ પરિવારના સહયોગથી ઉત્સાહ જળવાઈ રહેશે. નાણાકીય લેવડ-દેવડમાં વિશેષ સાવધાની રાખવી.

સિંહ રાશિ:-

આજે તમારો પ્રભાવ અને આત્મવિશ્વાસ ચરમસીમા પર હશે. પદ, પ્રતિષ્ઠા અને માન-સન્માનમાં વધારો થવાના યોગ છે.

કન્યા રાશિ:-

આજનો દિવસ ભાગ્યના ભરોસે બેસવાને બદલે સખત મહેનત કરવાનો છે. વેપારમાં લાંબાગાળાના રોકાણથી સારો નફો મળી શકે છે.

તુલા રાશિ:-

આજે આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને આવકના નવા સ્ત્રોત ઊભા થશે. વેપારમાં અટકેલા નાણાં પાછા મળવાથી મન પ્રસન્ન રહેશે.

વૃશ્ચિક રાશિ:-

નોકરીમાં કામનું ભારણ વધુ રહેશે, જેના કારણે થોડી થાક અનુભવાશે. પરિવારમાં કોઈ વાતને લઈને મતભેદ થઈ શકે છે, ધીરજથી કામ લેવું.

ધન રાશિ:-

આજનો દિવસ ખૂબ જ આનંદદાયક અને સફળતાથી ભરેલો રહેશે. ભાગ્યનો પૂરો સાથ મળશે, જેનાથી અધૂરા કામો પૂરા થશે.

મકર રાશિ:-

આજનો દિવસ થોડો સંઘર્ષપૂર્ણ રહી શકે છે પરંતુ તમારી મહેનત રંગ લાવશે. વ્યાપારીઓએ મોટા રોકાણ કરતા પહેલા કોઈ નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

કુંભ રાશિ:-

જીવનસાથી તરફથી કોઈ સરપ્રાઈઝ કે કિંમતી ભેટ મળી શકે છે. સામાજિક ક્ષેત્રે માન-પ્રતિષ્ઠામાં વધારો થશે અને નવા મિત્રો બનશે.

મીન રાશિ:-

આજનો દિવસ તમારા માટે ખૂબ જ ફળદાયી સાબિત થશે. નોકરીમાં પ્રમોશન કે ઇન્ક્રીમેન્ટના યોગ બની રહ્યા છે.

નોંધ: અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Published on: Nov 10, 2026 08:01 AM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">